Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનના શાંઘાઈમાં કોરોના બેકાબૂ, લોકડાઉનના પગલે લાખો લોકો ખોરાક-પાણી વિના ઘરોમાં કેદ

ચીનમાં (China) સરકારની વિતરણ વ્યવસ્થા પર પણ દબાણ જોવા મળ્યું છે. ઘણા ડિલિવરી કામદારો પણ લોકડાઉન (Shanghai Lockdown) વિસ્તારોમાં રહે છે, તેના કારણે રાશન ડિલિવરી પર પણ અસર પડી છે.

ચીનના શાંઘાઈમાં કોરોના બેકાબૂ, લોકડાઉનના પગલે લાખો લોકો ખોરાક-પાણી વિના ઘરોમાં કેદ
Corona in china
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 12:59 PM

ચીનના (China) સૌથી મોટા શહેરોમાંનું એક શાંઘાઈ (Shanghai) કોરોના વાઈરસ  (Coronavirus) સામે  લડી રહ્યું છે. કથળતી પરિસ્થિતિ વચ્ચે સરકારે અહીં લોકડાઉન લાગુ કર્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કારણે લાદવામાં આવેલા કડક લોકડાઉનને (Shanghai Lockdown) કારણે હવે શાંઘાઈમાં લોકોની ખાણીપીણીની વસ્તુઓ ખતમ થઈ રહી છે. શહેરના લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમને રાશન લેવા માટે બહાર જવાની સખ્ત મનાઈ છે. ગુરુવારે શાંઘાઈમાં 20,000 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે શાંઘાઈ શહેર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચીનના કોવિડ નિયમો હેઠળ જો બાળક કોવિડ સંક્રમિત (Covid Case) હોવાનું જાણવા મળે છે તો તેને તેના માતાપિતાથી અલગ કરી દેવામાં આવે છે. જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે બાદમાં શાંઘાઈ સત્તાવાળાઓએ પાછળથી તે માતાપિતાને તેમના બાળકો સાથે આઈસોલેશન સેન્ટરમાં રહેવાની મંજૂરી આપી. જો કે ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર હજુ પણ ફરિયાદો મળી રહી છે કે બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરવામાં આવી રહ્યા છે. બુધવારે, શહેરમાં એક વિશાળ કોવિડ પરીક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેથી વધતા સંક્રમણને આગળ વધતુ રોકી શકાય.

શાંઘાઈમાં ખોરાકની અછત કેમ છે?

કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન  (Omicron Variant)ની એક મહિના પહેલા શાંઘાઈમાં પુષ્ટિ થઈ હતી. આ પછી શહેરના ઘણા વિસ્તારો બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં વધતા સંક્રમણને રોકવા અધિકારીઓએ ગયા અઠવાડિયે લોકડાઉન લાદ્યું. આ અંતર્ગત શહેરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું અને દરેક ભાગ માટે અલગ-અલગ નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. સોમવારે 2.5 કરોડની વસ્તીવાળા સમગ્ર શહેરને આવરી લેવા માટે લોકડાઉન અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યું હતુ.

SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો

લોકડાઉન વધવાને કારણે ડિલિવરી સર્વિસ પર દબાણ વધી ગયું છે. આ ઉપરાંત કરિયાણાની દુકાનની વેબસાઈટ અને સરકારની વિતરણ વ્યવસ્થા પર પણ દબાણ જોવા મળ્યું છે. ઘણા ડિલિવરી કામદારો પણ લોકડાઉન વિસ્તારોમાં રહે છે. તેના કારણે ડિલિવરી પર પણ અસર પડી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વ્યવસ્થાતંત્ર ખોરવાયુ છે. શહેરના અધિકારીઓ એ પણ સ્વીકાર્યું છે કે લોકો ખોરાકની અછતનો સામનો કરી રહ્યા છે. આ જ કારણ છે કે હવે કેટલીક દુકાનો ખોલવાની વિચારણા કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : શ્રીલંકા બાદ પાકિસ્તાનમાં અર્થતંત્રના પાયા ડામાડોળ: ડોલર સામે પાક. રૂપિયો 189ની વિક્રમી સપાટીએ પહોંચ્યો

g clip-path="url(#clip0_868_265)">