SCO સમિટમાં PM મોદીને મળી શકે છે શાહબાઝ, બન્ને વચ્ચે યોજાઈ શકે છે પહેલી મુલાકાત

|

Aug 11, 2022 | 4:20 PM

પાકિસ્તાનના અખબાર ડેઈલી જંગ અનુસાર, SCO સમિટ (SCO Summit) 15-16 સપ્ટેમ્બરના રોજ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાશે. અહીં આ સંગઠનના નેતાઓ સાથે બેસીને પ્રાદેશિક પડકારો પર ચર્ચા કરાશે.

SCO સમિટમાં PM મોદીને મળી શકે છે શાહબાઝ, બન્ને વચ્ચે યોજાઈ શકે છે પહેલી મુલાકાત
Narendra Modi and Shehbaz Sharif

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif) વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત થઈ શકે છે. રાજદ્વારી સૂત્રોએ એક મીડિયા આઉટલેટને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાનો ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટની બેઠકમાં મળવાની સંભાવના છે. પાકિસ્તાની અખબાર ડેઈલી જંગ અનુસાર, SCO સમિટ આગામી 15-16 સપ્ટેમ્બરના રોજ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાશે. અહીં આ સંગઠનના નેતાઓ સાથે બેસીને પ્રાદેશિક પડકારો પર ચર્ચા કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ તે સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન શાહબાઝ શરીફ ચીન, રશિયા, ઈરાનના રાષ્ટ્રપતિ તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે.

અહેવાલ મુજબ, 28 જુલાઈની બેઠકમાં સંગઠનના વિદેશ મંત્રીઓએ સંમતિ દર્શાવી હતી કે તેમના દેશોના અગ્રણી નેતાઓએ પણ સમિટમાં હાજરી આપવી જોઈએ. જો કે, તાશ્કંદમાં બેઠકમાં ભાગ લેનાર પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, પાકિસ્તાની અને ભારતીય નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક પૂર્વ નિર્ધારિત નથી. “ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાનો વચ્ચે સપ્ટેમ્બરમાં કોઈ બેઠકની કોઈ યોજના નથી,” તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંને SCOનો હિસ્સો છે અને બંને દેશો માત્ર સંગઠનની બેઠકમાં જ ભાગ લઈ રહ્યા છે.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન શું છે

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એ યુરેશિયન રાજકીય, આર્થિક અને સુરક્ષાને લગતું સંગઠન છે. ભૌગોલિક વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ, તે વિશ્વની સૌથી મોટી પ્રાદેશિક સંસ્થા છે. SCO સંગઠનની રચના શાંઘાઈ ફાઈવ પછી થઈ હતી. 1996માં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા અને તજિકિસ્તાને પરસ્પર સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા ત્યારે શાંઘાઈ ફાઈવની રચના થઈ હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જો કે 15 જૂન 2001ના રોજ, આ રાષ્ટ્રો અને ઉઝબેકિસ્તાનના નેતાઓએ શાંઘાઈમાં ઊંડા રાજકીય અને આર્થિક સહયોગ સાથે નવા સંગઠન માટે દબાણ કર્યું. SCO ચાર્ટર પર 7 જુલાઈ 2002ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને 19 સપ્ટેમ્બર 2003ના રોજ અમલમાં આવ્યા હતા. ત્યારથી તેનું સભ્યપદ આઠ રાષ્ટ્રોમાં વિસ્તર્યું છે, જેમાં ભારત અને પાકિસ્તાન 9 જૂન 2017ના રોજ જોડાયા હતા.

Next Article