નરેન્દ્ર મોદીએ, ગઈકાલ રવિવારે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. શપથ લીધા બાદથી તેમને વિશ્વના અનેક નેતાઓના અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7 દેશના વડાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આજે સોમવારે પાડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પીએમ મોદીને વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા હતા.
શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા એકસ- ટ્વિટર પર ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે. શાહબાઝ શરીફે શુભેચ્છા સંદેશમાં લખ્યુ છે કે, “ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન.” આ પહેલા રવિવારે યુગાન્ડા, કેનેડાના રાષ્ટ્રપતિઓ ઉપરાંત સોલેવિની, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને બિલ ગેટ્સે પણ પીએમને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન મોદી ત્રીજી વખત ચૂંટણી જીત્યા ત્યારથી, તેમને અભિનંદન સંદેશાઓ મળી રહ્યાં છે. રશિયા, અમેરિકા, બ્રિટન, UAE અને કોરિયા સહીતના ઘણા દેશોના ટોચના નેતાઓએ PM મોદીને અભિનંદન પાઠવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આ ઐતિહાસિક ચૂંટણીમાં જીત બદલ વડાપ્રધાન મોદી, NDA અને લગભગ 65 કરોડ મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, બાઈડને લખ્યું, “બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બની રહી છે કારણ કે અમર્યાદિત સંભાવનાઓનું વહેંચાયેલ ભવિષ્ય ઉભરી રહ્યું છે.”
Felicitations to @narendramodi on taking oath as the Prime Minister of India.
— Shehbaz Sharif (@CMShehbaz) June 10, 2024
વડાપ્રધાન મોદીને તેમની જીત પર અભિનંદન આપતાં યુનાઈટેડ કિંગડમના વડાપ્રધાન ઋષિ સુનકે સોશિયલ મીડિયા પર લખ્યું, “બ્રિટન અને ભારત વચ્ચે સૌથી નજીકની મિત્રતા છે અને આ મિત્રતા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.”
Today I spoke to @narendramodi to congratulate him on his election victory.
The UK and India share the closest of friendships, and together that friendship will continue to thrive.
ब्रिटेन और भारत के बीच करीबी मित्रता है, और साथ मिलकर यह मित्रता आगे बढ़ती रहेगी।
— Rishi Sunak (@RishiSunak) June 5, 2024
પાકિસ્તાન હાલમાં આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ દેશમાં સ્થિરતા લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. શાહબાઝ સરકારે દેશની વિપક્ષ પાર્ટી પાકિસ્તાન તહેરીકે ઈન્સાફ સાથે શાંતિ મંત્રણા કરવાની પહેલ પણ કરી છે. શાહબાઝ શરીફની શુભેચ્છા પાડોશી દેશ સાથે સંબંધો સુધારવાની નાની પહેલ તરીકે જોઈ શકાય છે.