Blast in Afghanistan: અફઘાનિસ્તાનના કાબુલમાં બે દિવસમાં બીજો મોટો વિસ્ફોટ, એક મહિલાનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

|

May 01, 2022 | 9:57 AM

વૈશ્વિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે શનિવારના હુમલાની જવાબદારી લીધી છે. કાબુલ (Kabul) કમાન્ડરના પ્રવક્તા ખાલિદ ઝદરને જણાવ્યું હતું કે, "એક મહિલાનું મોત થયું છે અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે." આ પહેલા થયેલા હુમલામાં 50થી વધુ લોકોના મોત થયા હતા.

Blast in Afghanistan: અફઘાનિસ્તાનના કાબુલમાં બે દિવસમાં બીજો મોટો વિસ્ફોટ, એક મહિલાનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
Blast in Afghanistan

Follow us on

તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટોનો (Bomb Blast in Afghanistan) સિલસિલો ચાલુ છે. અહીં રમઝાનના પવિત્ર મહિનામાં પણ મસ્જિદોમાં બ્લાસ્ટ કરીને નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઈદ અલ-ફિત્રની  (Eid Al Fitr) રજાના અવસર પર પણ દેશમાં હિંસા ચાલુ છે. કાબુલમાં શનિવારે એક પેસેન્જર વાનમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું. એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે. અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાનીમાં બે દિવસમાં આ બીજો મોટો વિસ્ફોટ છે. ઈદના અવસર પર દેશમાં સુરક્ષાને લઈને અધિકારીઓની ચિંતા વધી ગઈ છે.

વૈશ્વિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે શનિવારના હુમલાની જવાબદારી લીધી છે. કાબુલ (Kabul) કમાન્ડરના પ્રવક્તા ખાલિદ ઝદરને જણાવ્યું હતું કે, “એક મહિલાનું મોત થયું છે અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે.” આ પહેલા થયેલા હુમલામાં 50થી વધુ લોકોના મોત થયા હતા. પેસેન્જર વાનમાં થયેલા વિસ્ફોટના સાક્ષી 19 વર્ષીય અલી મૈસામે કહ્યું કે તેણે ઘણા લોકોના મૃતદેહ જોયા છે. ઘટના સમયે અલી નજીકની બેકરી પાસે ઉભો હતો.

સાક્ષીએ ઘણા લોકોના મૃતદેહ જોયા

અલી મૈસામે કહ્યું ‘મેં લોકોને મિનિબસમાંથી લોહી અને દાઝેલા ચહેરા સાથે બહાર આવતા જોયા. મેં ચાર લોકોના મૃતદેહ બહાર કાઢતા જોયા હતા અને મૃતકોમાં એક મહિલા પણ સામેલ હતી.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

તાલિબાનના આગમન પછી હુમલા વધ્યા

તાલિબાને ગયા વર્ષે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. જે બાદ અહીં પશ્ચિમ સમર્થિત સરકાર પડી ગઈ. ત્યારથી દેશમાં ઈસ્લામિક સ્ટેટના (Islamic State) હુમલામાં વધારો થયો છે. તાલિબાન (Taliban) પ્રશાસને શનિવારે જાહેરાત કરી હતી કે આ દિવસે ઈદ મનાવવામાં આવશે. હાલ અધિકારીઓ લોકોની સુરક્ષાને લઈને ડર દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અફઘાન ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તકોરે કહ્યું કે, અમે દેશવાસીઓને ખાતરી આપી છે કે અમે ઈદ દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરીશું.

આ પણ વાંચો :  કેનેડામાં કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ ફરી શરૂ થયો વિરોધ, પ્રદર્શનકારીઓ અને પોલીસ સામસામે, અનેક લોકોની ધરપકડ

આ પણ વાંચો : રશિયા-યુક્રેનનુ યુદ્ધ હવે વિશ્વ યુદ્ધ તરફ? રશિયા અને નાટો વચ્ચે ટક્કર, બ્લેક સી અને બાલ્ટિક સીમાં ફાઈટર પ્લેન સામસામે

Next Article