SCO Summit 2021 : ઈમરાન ખાનની ઊડી ઉંઘ, આતંકવાદના મુદ્દા પર PM મોદીથી ઘેરાવાનો ડર

|

Sep 17, 2021 | 12:07 AM

SCO Summit 2021 : પાકિસ્તાનના વડાપ્રધાન એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે તાજિકિસ્તાન પહોંચ્યા છે, જ્યારે વડાપ્રધાન મોદી શુક્રવારે વર્ચ્યુઅલ રીતે સમિટને સંબોધશે.

SCO Summit 2021 : ઈમરાન ખાનની ઊડી ઉંઘ, આતંકવાદના મુદ્દા પર PM મોદીથી ઘેરાવાનો ડર
એસસીઓ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાન સામ -સામે હશે.

Follow us on

17 સપ્ટેમ્બર 2021 ની તારીખ વિશે વિચારીને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ઉંઘ ઉડી ગઈ છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO Summit 2021) ની બેઠક તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શરૂ થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 17 સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ સંબોધન કરવા જઈ રહ્યા છે અને આ જ વસ્તુ ઇમરાન ખાનને (Imran Khan) ટેન્શન આપી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાનને ડર છે કે ભારત તાલિબાનની મદદથી પાકિસ્તાનને વૈશ્વીક સ્તરે આતંકવાદ વિશેના મુદ્દે ઘેરી શકે છે. ભારત સાબિત કરી શકે છે કે આતંકને પોષનાર પાકિસ્તાનનો સ્વભાવ ક્યારેય બદલી શકાશે નથી. ઈમરાન ખાન માટે સૌથી મુશ્કેલ બાબત એ છે કે તેમની પાસે પોતાનો બચાવ કરવાનો કોઈ રસ્તો નથી.

અફઘાનિસ્તાન-તાલિબાન એક મહત્વનો મુદ્દો હશે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન કોન્ફરન્સનું ધ્યાન આર્થિક સહયોગ અને ભાગીદારી પર નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ કોન્ફરન્સના કેન્દ્રમાં રહેશે અને તેમાં પણ અફઘાનિસ્તાન ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે. દાવા મુજબ, આ પરિષદ દ્વારા રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને ભારત મળીને આતંક સામે એક યોજના બનાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે અફઘાનિસ્તાન કે તાલિબાનની વાત આવશે, ત્યારે સ્વાભાવિક રીતે જ આંગળી પાકિસ્તાન તરફ ઉઠશે. આ જ વાત ઇમરાન ખાનને પરેશાન કરી રહી છે.

પીએમ મોદી પાકિસ્તાનને નિશાન બનાવશે

SCO ની બેઠકમાં ભાગ લેવા માટે ઇમરાન ખાન તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે પહોંચી ગયા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇમરાનના પહેલા પહોચવાનો હેતુ પોતાના માટે લોબીંગ કરવાનો છે, પરંતુ સૂત્રો પાસેથી જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ પાકિસ્તાન લાખ પ્રયત્નો કરી લે, ભારત કોન્ફરન્સમાં તેને બેનકાબ કરશે. જોકે, પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમિટને સંબોધિત કરશે, પરંતુ પાકિસ્તાનને ઘેરી લેવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે.

સૂત્રો અનુસાર, ભારતના પીએમ નરેન્દ્ર મોદી તાલિબાનનું સીધું નામ નહીં લે, પરંતુ તેઓ પાકિસ્તાન પર જોરદાર હુમલો કરવા જઈ રહ્યા છે. તેઓ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથેના જોડાણને વૈશ્વિક સુરક્ષા માટે ખતરો કહી શકે છે. તે જ સમયે, એવી પણ શક્યતા છે કે વડાપ્રધાન મોદી પાકિસ્તાની વાયુસેના દ્વારા પંજશીરમાં કરવામાં આવેલા બોમ્બ ધડાકાનો પણ મુદ્દો ઉઠાવે.

આ પણ વાંચો :  ભાજપ 17 સપ્ટેમ્બરે ‘તેલંગણા મુક્તિ દિવસ’ ઉજવશે, નિર્મલ શહેરમાં જાહેર સભાને સંબોધશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 

આ પણ વાંચો : Maharashtra : એક્સપ્રેસ વે દ્વારા માત્ર 13 કલાકમાં પહોચી શકાશે મુંબઈથી દીલ્હી ! 32 કરોડ લિટર ઈંધણની થશે બચત

Next Article