જીવલેણ હુમલા બાદ એક આંખ ગુમાવી શકે છે સલમાન રશ્દી, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા

|

Aug 13, 2022 | 7:39 AM

રિપોર્ટ અનુસાર રશ્દી જે કાર્યક્રમને સંબોધવાના હતા તે સમયે હાજર રહેલા એન્ડોક્રિનોલોજિસ્ટ રીટા લેન્ડમેન સ્ટેજ પર ગયા અને રશ્દીની સારવાર કરી. રીટાએ જણાવ્યું કે રશ્દીના શરીર પર છરીના અનેક ઘા હતા.

જીવલેણ હુમલા બાદ એક આંખ ગુમાવી શકે છે સલમાન રશ્દી, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
Salman Rushdie
Image Credit source: File Image

Follow us on

અંગ્રેજી ભાષાના જાણીતા લેખક સલમાન રશ્દી (Salman Rushdie) પર શુક્રવારે અમેરિકાના (America) ન્યૂયોર્ક (NewYork) શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. મુંબઈમાં જન્મેલા અને બુકર પ્રાઈઝ વિજેતા રશ્દી પશ્ચિમ ન્યુયોર્કમાં ચૌટૌકા ઈન્સ્ટિટ્યૂટમાં એક કાર્યક્રમ દરમિયાન તેમનું ભાષણ શરૂ કરવાના હતા, ત્યારે એક વ્યક્તિ સ્ટેજ પર આવ્યો અને રશ્દીને મુક્કો માર્યો અને છરી વડે હુમલો કર્યો. રશ્દીને ગરદનમાં ઈજા થઈ છે. તે સમયે કાર્યક્રમમાં તેમનો પરિચય કરાવવામાં આવી રહ્યો હતો. ત્યાં હાજર લોકોએ હુમલાખોરને પકડી લીધો અને બાદમાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. સ્ટેજ પર રશ્દીની સારવાર કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર રશ્દી જે કાર્યક્રમને સંબોધવાના હતા તે સમયે હાજર રહેલા એન્ડોક્રિનોલોજિસ્ટ રીટા લેન્ડમેન સ્ટેજ પર ગયા અને રશ્દીની સારવાર કરી. રીટાએ જણાવ્યું કે રશ્દીના શરીર પર છરીના અનેક ઘા હતા, જેમાંથી એક તેની ગરદનની જમણી બાજુએ હતો અને તે લોહી લથપથ હતા. પરંતુ તે જીવીત હતા અને સીપીઆર લઈ રહ્યા ન હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રીટાએ કહ્યું, ‘ત્યાં હાજર લોકો કહી રહ્યા હતા કે તેમના હૃદયના ધબકારા વધી રહ્યા છે.’ તેમની તબિયત અંગે તેના બુક એજન્ટ એન્ડ્ર્યુ વાયલીએ ઈમેઈલમાં લખ્યું છે કે સલમાનની એક આંખ ગુમાવવાની સંભાવના છે. તેના હાથની ચેતા તૂટી ગઈ છે અને તેના લીવરમાં છરીના ઘા મારવામાં આવ્યા છે.

રશ્દી ખાસ કરીને 1980ના દાયકાના અંતમાં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ધ સેટેનિક વર્સિસના વિવાદમાં ફસાયેલા હતા. રશ્દી પર ઈરાનમાં 1988થી પ્રતિબંધ હતો. આ પુસ્તક માટે તેમના પર ઈશનિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઈરાનના ટોચના નેતાઓએ તેમનું માથુ કાપી નાખવાની ધમકી આપી હતી અને જેઓ કરશે તેમને ઈનામ આપવાનું વચન પણ આપ્યું હતું. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલાના તાર ઈરાન સાથે સંબંધિત છે કે કેમ.

Published On - 7:35 am, Sat, 13 August 22

Next Article