AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘બ્લેક સી’માં ભારતીય નાવિકો પર હુમલાથી ભારત લાલચોળ, એસ. જયશંકરે યુક્રેનને આપ્યો આકરો સંદેશ!

ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે તેમણે યુક્રેનના વિદેશમંત્રી સાથે બ્લેક સી વિસ્તારમાં કોમર્શિયલ (કાર્ગો) જહાજો અને ભારતીય નાવિકો પર થયેલા હુમલાઓ અંગે ચર્ચા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈપણ પક્ષ તરફથી આવા હુમલા ભારત માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને ભારત તેને કોઈપણ સંજોગોમાં સ્વીકારશે નહીં.

'બ્લેક સી'માં ભારતીય નાવિકો પર હુમલાથી ભારત લાલચોળ, એસ. જયશંકરે યુક્રેનને આપ્યો આકરો સંદેશ!
S Jaishankar Warn UkraineImage Credit source: AI Generated
| Updated on: Jul 31, 2026 | 9:17 AM
Share

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા સાથે ફોન પર વાત કરી. વાતચીત દરમિયાન ડૉ. જયશંકરે બ્લેક સીમાં કાર્યરત કોમર્શિયલ જહાજો અને ભારતીય નાવિકો પરના હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, કોઈપણ પક્ષ દ્વારા કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને ભારત આ પ્રકારના હુમલાની નિંદા કરે છે.

કૂટનીતિ દ્વારા ઉકેલને ભારતનો સમર્થન

યુક્રેનના વિદેશમંત્રીએ તેમને રશિયા-યુક્રેન યુદ્ધ અને શાંતિ વાટાઘાટો સંબંધિત તાજા ઘટનાઓ વિશે માહિતી આપી. તેના જવાબમાં ભારતે ફરી એકવાર પોતાનો અગાઉનો અભિગમ દોહરાવ્યો કે તે તમામ સંબંધિત પક્ષો વચ્ચે સંવાદ અને કૂટનીતિ દ્વારા ઉકેલ લાવવાનો સતત સમર્થક રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અત્યંત નાજુક

ડૉ. જયશંકરે એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અત્યંત નાજુક છે. વિશ્વના વિવિધ પ્રદેશોમાં ચાલી રહેલા સંખ્યાબંધ સંઘર્ષો વૈશ્વિક પુરવઠા સાંકળોને અસર કરી રહ્યા છે. ઇંધણ, ખાતર અને ખાદ્ય સુરક્ષા પર દબાણ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે વૈશ્વિક દક્ષિણના દેશો આ કટોકટીથી સૌથી વધુ પ્રભાવિત છે. ભારત આંતરરાષ્ટ્રીય વેપાર, દરિયાઈ સુરક્ષા અને ભારતીય નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને યુક્રેન સંઘર્ષને સંવાદ અને રાજદ્વારી પ્રયાસો દ્વારા ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે.

યુક્રેનના વિદેશમંત્રી સાથે ચર્ચા

ડૉ. એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે બંને દેશોના વિદેશ પ્રવાસો બાદ યુક્રેનના વિદેશમંત્રી સાથે ફરી વાત કરીને આનંદ થયો. અમે બ્લેક સીમાં કોમર્શિયલ શિપિંગ અને ભારતીય નાવિકો પર થયેલા હુમલાઓ અંગે ચર્ચા કરી છે. કોઈપણ પક્ષ તરફથી આવા હુમલા સ્વીકાર્ય નથી અને ભારત તેની કડક નિંદા કરે છે.

ઇંધણ, ખાતર અને ખાદ્ય સુરક્ષા પર અસર

ડૉ. એસ જયશંકરે જણાવ્યું કે યુક્રેન સંઘર્ષ અને શાંતિ વાટાઘાટો સંબંધિત તાજેતરના વિકાસ વિશે તેમને માહિતી આપવામાં આવી છે. ભારત હંમેશા સંબંધિત પક્ષો વચ્ચે સંવાદ અને કૂટનીતિનું સમર્થન કરતું આવ્યું છે. તેમણે વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની ગંભીરતા પર ભાર મૂક્યો અને કહ્યું કે વિશ્વના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષોની અસર ઇંધણ, ખાતર અને ખાદ્ય સુરક્ષા પર પડી રહી છે. ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો પર. બંને દેશોએ સંપર્કમાં રહેવા પર સહમતિ વ્યક્ત કરી.

ભારતને સક્રિય ભૂમિકા ભજવવા અપીલ

તે જ સમયે, સિબિહાએ ભારતને રશિયા સાથેના સંઘર્ષને સમાપ્ત કરવામાં સક્રિય ભૂમિકા ભજવવા વિનંતી કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, સિબિહાએ કહ્યું કે તેમણે જયશંકર સાથે સારી વાતચીત કરી અને તેમના ભારતીય સમકક્ષને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની તાજેતરની યુએસ મુલાકાત વિશે માહિતી આપી. સિબિહાએ કહ્યું કે તેમણે જયશંકરને યુક્રેનની સરહદોની બહાર રશિયન આક્રમણની અસરો વિશે પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો, પેપર લીક ગેંગને છોડવામાં નહીં આવે, સંસદમાં બિલ પસાર થયા બાદ PM મોદીનો કડક સંદેશ, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">