અફઘાનિસ્તાન પર ભારતની સતત નજર, હિન્દુ અને શીખ સમુદાયના નેતાઓ સીધા સંપર્કમાંઃ એસ જયશંકર

|

Aug 17, 2021 | 8:03 AM

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે કાબુલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારત પાછા ફરવા ઈચ્છતા લોકોની ચિંતા સમજાય છે. મુખ્ય પડકાર એરપોર્ટનું સંચાલન છે.

અફઘાનિસ્તાન પર ભારતની સતત નજર, હિન્દુ અને શીખ સમુદાયના નેતાઓ સીધા સંપર્કમાંઃ એસ જયશંકર
External Affairs Minister S Jaishankar

Follow us on

વિદેશ પ્રધાન એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar ) મંગળવારે કહ્યું કે કાબુલ તાલિબાનના નિયંત્રણમાં આવ્યા બાદ, ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર સતત બારીકાઈથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત સરકાર કાબુલમાં રહેતા ભારતીય નાગરિકો અને શીખ તેમજ હિન્દુ સમુદાયના નેતાઓ સાથે સીધા સંપર્કમાં છે.

શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે કાબુલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારત પાછા ફરવા ઈચ્છતા લોકોની ચિંતા સમજાય છે. મુખ્ય પડકાર એરપોર્ટનું સંચાલન છે. આ બાબતે સહયોગીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે કાબુલમાં શીખ અને હિન્દુ સમુદાયના નેતાઓ સાથે સતત સીધા સંપર્કમાં છીએ. અમારી પ્રાથમિકતા તેમની સંભાળ લેવાની અને તેમને સલામત રીતે સ્થળાંતર કરાવવાની છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી હેલ્પલાઇન

અફઘાનિસ્તાનમાં કથળતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. હેલ્પલાઇન નંબર +919717785379 વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે, MEAHelpdeskIndia@gmail.com ઇમેઇલ આઈડી પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બંને દ્વારા, ભારતના લોકો અફઘાનિસ્તાનમાં રહેતા તેમના સગા સબંધીઓ અને નજીકના મિત્રો વિશે જરૂરી માહીતી મેળવી શકે છે અને માહિતી આપી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાલિબાનોએ રવિવારે કાબુલમાં પ્રવેશતાની સાથે જ રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કરી લીધો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સોમવારે અફઘાનિસ્તાનની સ્થિતિ પર બેઠક યોજી હતી. યુએનએસસીના પ્રમુખ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે સુરક્ષા પરિષદના સભ્યોએ અફઘાનિસ્તાનમાં હિંસાનો તાત્કાલિક અંત લાવવાની, સુરક્ષાની સ્થિતિ પુન સ્થાપના કરવા અને નાગરિક તેમજ બંધારણીય વ્યવસ્થા જાળવવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ Afghanistan Crisis: અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ, અમે હિંમત નથી હાર્યા – યુએસ પ્રમુખ જો બાઈડન

આ પણ વાંચોઃ PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે કરી વાત, બંને દેશોએ ટેકનોલોજી અને ઈનોવેશન પર દર્શાવી સહમતિ

Next Article