Afghanistan Crisis: જો બાઈડનનુ ચોકાવનારુ નિવેદન, જાણો શુ કહ્યુ ? કેમ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીના માથે ફોડ્યું ઠિકરુ ?

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે અમે થોડા વધુ દિવસો માટે અફઘાનિસ્તાનમાં અમેરિકન દળોને રાખી શક્યા હોત, પરંતુ અમારી વિચારધારા અલગ હતી. બાઈડને કહ્યું કે અશરફ ગનીને પ્રશ્ન પૂછવો જોઈએ કે તેમણે લડ્યા વિના પોતાનો દેશ કેમ છોડ્યો ?

Afghanistan Crisis: જો બાઈડનનુ ચોકાવનારુ નિવેદન, જાણો શુ કહ્યુ ? કેમ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીના માથે ફોડ્યું ઠિકરુ ?
joe biden usa president
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 12:08 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે અફઘાનિસ્તાન કટોકટી પર પોતાના સંબોધનમાં કહ્યું કે, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે ખુદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગની જવાબદાર છે. તેમણે સવાલ કરતા કહ્યુ કે, શા માટે ગની તાલિબાનો સામે લડ્યા વગર દેશ છોડીને ભાગી ગયા.

અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ હોવા છતા અમે હિંમત નથી હાર્યા. બાઈડને કહ્યું કે તેઓ અને તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ અફઘાનિસ્તાનની વાસ્તવિક સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. યુએસ પ્રમુખ જો બાઈડને કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછા ખેંચવાના તેમના નિર્ણય સાચો હોવાનુ જણાવીને ઉમેર્યુ હતુ કે, અફધાન સરકારનું પતન અપેક્ષા કરતા વધુ ઝડપથી થયુ હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અફઘાનિસ્તાનમાં તાલિબાનો અમારા કર્મચારી કે સૈન્ય પર હુમલાઓ કરશે તો અમે તેમના પર ફરીથી હુમલા કરીશુ તેવી ચેતવણી પણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ઉચ્ચારી હતી.

બાઈડને કહ્યું કે કયા સંજોગોમાં અમે અફઘાનિસ્તાનમાંથી સેનાને પરત બોલાવી, તે તમે સૌ કોઈ જાણો છો. યુએસ સેનાને સતત લડવાનું પરવડી શકે તેમ નથી. બાઈડને કહ્યું કે મારી પાસે યુએસ સૈન્ય પાછું ખેંચવા અથવા યુદ્ધના ત્રીજા દાયકા માટે હજારો યુએસ સૈનિકોને પાછા મોકલવાના કરાર વચ્ચે પસંદગી કરવાના વિકલ્પમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી. બાઈડને કહ્યું કે 20 વર્ષ પછી આપણે અનેક સમસ્યામાંથી જાણી શક્યા છીએ કે અમેરિકી દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાનો યોગ્ય સમય ક્યારેય આવ્યો નહોતો. અમે જોખમ વિશે સ્પષ્ટ છીએ, પરંતુ જોખમ આપણી અપેક્ષા કરતા વધુ ઝડપથી સામે આવી રહ્યાં છે.

અફઘાન નેતાઓને જવાબદાર ઠેરવ્યા બાઈડને કહ્યું કે તે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન નહી કરાય. તેમણે એમ પણ કહ્યું કે યુએસ લશ્કરે અફઘાનિસ્તાનમાં અફઘાન સૈનિકોની ભૂમિકા ભજવી છે. આ સિવાય બાઈડને કહ્યું કે અમે અમેરિકન દળોને અફઘાનિસ્તાનમાં થોડા વધુ દિવસો માટે રાખી શક્યા હોત, પરંતુ અમારી વિચારધારા અલગ હતી. વર્તમાન પરિસ્થિતિ માટે અફઘાન નેતાઓને જવાબદાર ઠેરવતા બાઈડને કહ્યું કે તેઓએ હાર માની અને દેશ છોડીને ભાગી ગયા, તેથી તેમની સેના ભાંગી પડી. બાઈડને કહ્યું કે અશરફ ગનીને પૂછવું જોઈએ કે તે લડ્યા વગર પોતાના દેશમાંથી કેમ ભાગી ગયા.

જરૂર પડશે તો અફઘાનિસ્તાનના આતંકીઓ સામે લડીશુ

બાઈડને કહ્યું કે અમે તાલિબાનને સ્પષ્ટ કરી દીધું છે કે જો તેઓ અમારા કર્મચારીઓ પર હુમલો કરશે અથવા અમારી કામગીરીમાં વિક્ષેપ પાડશે તો અમેરિકા વળતો જવાબ ઝડપથી અને જોરદાર રીતે આપવામાં આવશે. બાઈડને કહ્યું કે જ્યા અમારી કાયમી હાજરી નથી એવા ઘણાબધા દેશમાં અમે આતંકવાદી જૂથ સામે અસરકારક રીતે આતંકવાદ વિરોધી કામગીરી કરીએ છીએ એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો અમે અફઘાનિસ્તાનમાં પણ આવું કરતા અચકાઈશુ નહી.

આ પણ વાંચોઃ PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે કરી વાત, બંને દેશોએ ટેકનોલોજી અને ઈનોવેશન પર દર્શાવી સહમતિ

આ પણ વાંચોઃ પ્લેનમાંથી લટકતા લોકો નીચે પડતાનો વીડિયો વાયરલ થતાં જ તાલિબાન પર ભભુક્યા યુઝર્સ, કહ્યું- આતંક ચરમસીમાએ છે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">