Russian President : વ્લાદિમીર પુતિને કહ્યું, મારા સુરક્ષા વર્તુળમાં એક ડઝનથી વધુ લોકો કોરોના પોઝિટિવ

|

Sep 16, 2021 | 4:41 PM

આ વર્ષે માર્ચમાં જ પુતિને કોવિડ -19 રસીનો ડોઝ લીધો હતો. પુતિને કહ્યું, 'મને દુખ છે કે, હું મીટિંગમાં ન આવી શક્યો.' 68 વર્ષના પુતિને જૂનમાં વિશ્વને જાણ કરી હતી કે, તે સંપૂર્ણપણે વેક્સિનેટ છે.

Russian President : વ્લાદિમીર પુતિને કહ્યું, મારા સુરક્ષા વર્તુળમાં એક ડઝનથી વધુ લોકો કોરોના પોઝિટિવ
Vladimir Putin

Follow us on

Russian President : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) કહ્યું છે કે, તે આઈસોલેશનમાં જતા પહેલા સુરક્ષા વર્તુળના લગભગ એક ડઝન લોકો કોવિડ -19 પોઝિટિવ (Covid-19 Positive) આવ્યા છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે, પુતિને પોતાને આઈસોલેશન કરી દીધા છે. જો કે, ક્રેમલિન દ્વારા થોડા કલાકો બાદ તેનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ પુતિન વિડીયો લિંક દ્વારા રશિયન નેતૃત્વવાળી સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન (CST) ગઠબંધનની બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા. તાજિકિસ્તાન (Tajikistan)માં યોજાનારી આ બેઠકમાં તેમણે કહ્યું, ‘જેમ તમે જાણો છો, મારા આંતરિક વર્તુળમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. માત્ર એક કે બે નહીં પરંતુ કેટલાક ડઝન લોકો તેનાથી સંક્રમિત છે.

રશિયાની ન્યૂઝ એજન્સી (News Agency) તરફથી કહેવામાં આવ્યું છે કે, આ લોકો બીમાર થયા બાદ જ પુતિને પોતાને આઈસોલેટ કરવાનો નિર્ણય લીધો હતો. પુતિન પ્રથમ બેઠકમાં હાજરી આપવાના હતા, પરંતુ કોરોના વાયરસ મળ્યા બાદ તેમણે આ અઠવાડિયે તાજિકિસ્તાન જવાનો નિર્ણય રદ કર્યો. કોરોના વાયરસ (Corona virus) પુતિનના વર્તુળમાં કેવી રીતે પહોંચ્યો અને પુતિન કેટલા સમય સુધી આઈસોલેટ રહેશે તે અંગે અત્યારે કોઈ માહિતી મળી નથી. પુતિને કહ્યું, ‘મારે હવે થોડા દિવસો માટે સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું પડશે.’

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વર્ષે માર્ચમાં જ પુતિને કોવિડ -19 રસી (Covid-19 vaccine)નો ડોઝ લીધો હતો. પુતિને કહ્યું, ‘મને અફસોસ છે કે હું, સભામાં ન આવી શક્યો.’ 68 વર્ષના પુતિને જૂન મહિનામાં દુનિયાને જાણ કરી કે તેમને સ્પુટનિક વીની વેક્સિન આપવામાં આવી છે. લાંબા સમય સુધી, પુતિનના રસીકરણ વિશે રહસ્ય હતું. જો કે, ક્રેમલિન દ્વારા તેના વેક્સિનેશનનો કોઈ ફોટોગ્રાફ બહાર પાડવામાં આવ્યો ન હતો.

કોવિડના સૌથી વધુ કેસો ધરાવતો પાંચમો દેશ

પુતિને તાજેતરના મહિનાઓમાં તેના સત્તાવાર પ્રવાસો ફરી શરૂ કર્યા છે. તેમણે લોકો સાથે મળવાનું પણ શરૂ કરી દીધું છે. પરંતુ ઘણા લોકોએ તેમના સંપર્કમાં આવતા પહેલા બે સપ્તાહનું ક્વોરન્ટાઈન (Quarantine) સમય પૂર્ણ કરવું પડે છે. રશિયા વિશ્વનો એવો દેશ છે જે કોરોના વાયરસથી ખૂબ પ્રભાવિત થયો છે. એએફપીના ડેટા અનુસાર, તે કોવિડના સૌથી વધુ કેસો ધરાવતો પાંચમો દેશ છે. રશિયામાં અધિકારીઓ (Russia official)એ ચેપ અટકાવવા અને દરેકને રસી આપવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે.

 

આ પણ વાંચો : IPL 2021: હોંશે હોંશે વિરાટ કોહલીની ટીમ RCB એ આ ખેલાડીને સમાવી લીધો, પરંતુ IPL ડેબ્યૂ પહેલા જ ફોર્મ ફ્લોપ શો થઇ ગયુ!

આ પણ વાંચો : CPL 2021: સેન્ટ કિટ્સ એન્ડ નેવિસે જીત્યુ ટાઇટલ, ગેઇલ, લુઇસ અને બ્રાવો રહ્યા ફેઇલ, IPL ના નેટ બોલર ડ્રેક્સ રહ્યો ફાઇનલનો સ્ટાર

Next Article