Russia Ukraine War રશિયન સેનાએ યુક્રેનના વધુ એક શહેર પર કર્યો કબજો, પુતિને લુહાન્સ્કમાં વિજય જાહેર કર્યો

|

Jul 05, 2022 | 10:50 AM

રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ સોમવારે પુતિનને જણાવ્યું હતું કે રશિયન દળોએ લુહાન્સ્ક પર કબજો કરી લીધો છે. લુહાન્સ્ક પૂર્વ યુક્રેનમાં આવેલું છે, અને તે અને પડોશી ડોનેટ્સક પ્રાંત યુક્રેનના ઔદ્યોગિક હાર્ટલેન્ડ ડોનબાસનો ભાગ છે.

Russia Ukraine War રશિયન સેનાએ યુક્રેનના વધુ એક શહેર પર કર્યો કબજો, પુતિને લુહાન્સ્કમાં વિજય જાહેર કર્યો
President Vladimir Putin

Follow us on

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (President Vladimir Putin) સોમવારે ટેલિવિઝન પર જાહેરાત કરી હતી કે યુક્રેનના પૂર્વીય પ્રદેશ લુહાન્સ્કમાં (Luhansk) રશિયાએ વિજય મેળવ્યો છે. આ પહેલા યુક્રેનના સૈનિકોએ તેમનો છેલ્લો ગઢ છોડીને જતા રહ્યાં હતા. રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ સોમવારે પુતિનને જણાવ્યું હતું કે રશિયન દળોએ (Russia) લુહાન્સ્ક પર કબજો કરી લીધો છે. લુહાન્સ્ક પૂર્વ યુક્રેનમાં (Ukraine) આવેલું છે, અને તે અને પડોશી ડોનેટ્સક પ્રાંત યુક્રેનના ઔદ્યોગિક હાર્ટલેન્ડ ડોનબાસનો ભાગ છે. શોઇગુએ પુતિનને કહ્યું કે રશિયન સૈનિકોએ રવિવારે લુહાન્સ્ક શહેરમાં યુક્રેનના છેલ્લા ગઢ પર કબજો કરી લીધો તે પછી ઓપરેશન પૂર્ણ થયું.

રશિયાએ યુક્રેનના શહેર પર કરેલા કબજા અંગે પુતિને કહ્યું કે લુહાન્સ્કમાં ભાગ લેનાર અને સફળતા અને વિજય મેળવનાર સૈન્ય એકમોએ આરામ કરવો જોઈએ અને તેમની લડવાની ક્ષમતા વધારવી જોઈએ. અગાઉ, રશિયન દળોએ પૂર્વી યુક્રેનમાં હુમલાઓ વધુ તીવ્ર કર્યા હતા અને યુક્રેનિયન સૈન્યએ પુષ્ટિ કરી હતી કે તેના દળોએ રવિવારે લિસિચાન્સ્ક છોડી દીધું હતું. લુહાન્સ્કના ગવર્નર સેરહી હૈદાઈએ જણાવ્યું હતું કે યુક્રેનિયન દળોએ રશિયા સામે શરણાગતિની સ્થિતિ ટાળવા માટે લિસિચાન્સ્ક છોડીને જતા રહ્યાં હતા.

હૈદાઈએ અમેરિકન સમાચાર એજન્સી ‘એસોસિએટેડ પ્રેસ’ને કહ્યું, ‘લિસિચાંસ્કને ઘેરી લેવાની સંભાવના હતી.’ હૈદાઈએ કહ્યું કે તેણે તમામ ઘાયલ સૈન્ય જવાનો અને તમામ લશ્કરી તેમજ યુદ્ધ સાધનોને બહાર કાઢ્યા છે. તેમના કહેવા પ્રમાણે, સૈનિકોને આયોજનબદ્ધ રીતે બહાર કાઢવામાં આવ્યા છે. યુક્રેનિયન સેનાના જનરલ સ્ટાફે કહ્યું કે રશિયન દળો ડોનબાસ ક્ષેત્રમાં સિવર્સ્ક, ફિડોરીવકા અને બખ્મુત તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રશિયાએ ડનિટ્સ્કના અડધાથી વધુ ભાગ પર કબજો કર્યો

રશિયન દળોએ અડધાથી વધુ ડોનેત્સ્ક પર કબજો કરી લીધો છે. રશિયન સેનાએ ડોનબાસ ક્ષેત્રમાં યુક્રેનિયન ગઢ સ્લોવિયનસ્ક અને ક્રામટોર્સ્ક પર બોમ્બમારો કર્યો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર રવિવારે સ્લોવિઆન્સ્કમાં રશિયન બોમ્બ ધડાકામાં નવ વર્ષની બાળકી સહિત છ લોકોના મોત થયા હતા અને અન્ય 19 લોકો ઘાયલ થયા હતા. સોમવારે બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયની ગુપ્તચર બ્રીફિંગમાં યુક્રેનની સૈન્યના મૂલ્યાંકનને યોગ્ય ઠેરવવામાં આવ્યું હતું અને રેખાંકિત કરવામાં આવ્યું હતું કે રશિયન સૈનિકો ડોનેટ્સકને કબજે કરવાનું શરૂ કરશે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સામેના યુદ્ધના મુખ્ય ભાગ એવા ડોનબાસ ક્ષેત્રને કબજે કરવાનો ધ્યેય નક્કી કર્યો છે. યુક્રેનિયન યુદ્ધને પાંચ મહિના થઈ ગયા છે.

Published On - 6:45 am, Tue, 5 July 22

Next Article