Russia Ukraine War: રશિયા યુક્રેનના પૂર્વી શહેર લુહાન્સ્ક પર કબજો કરવાની તૈયારીમાં, લિસિચાન્સ્કમાં ભીષણ ગોળીબાર કરી રહ્યું છે

|

Jul 03, 2022 | 8:42 AM

Russia Ukraine War: યુક્રેનમાં લડવૈયાઓ અઠવાડિયાથી શહેરને રશિયન કબજામાંથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે પડોશી સ્વ્યારોડોનેત્સ્ક પ્રદેશ લગભગ એક અઠવાડિયા પહેલા જ રશિયા દ્વારા કબજે કરવામાં આવ્યો છે.

Russia Ukraine War:  રશિયા યુક્રેનના પૂર્વી શહેર લુહાન્સ્ક પર કબજો કરવાની તૈયારીમાં, લિસિચાન્સ્કમાં ભીષણ ગોળીબાર કરી રહ્યું છે
રશિયા-યુક્રેન યુદ્ધ
Image Credit source: PTI- File Photo

Follow us on

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, રશિયન સૈનિકોએ પૂર્વી લુહાન્સ્ક પ્રાંતમાં યુક્રેનનો છેલ્લો બાકી રહેલો ગઢ, લિસિચાન્સ્ક શહેર (Lysychansk City)અને તેની આસપાસના વિસ્તારોને કબજે કરવા માટે તોપમારો વધુ તીવ્ર બનાવ્યો. લુહાન્સ્ક પ્રાંતના ગવર્નરે શનિવારે આ માહિતી આપી હતી. યુક્રેનિયન લડવૈયાઓ અઠવાડિયાથી શહેરને રશિયન કબજામાંથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે પડોશી સ્વ્યારોડોનેત્સ્ક પ્રદેશ લગભગ એક અઠવાડિયા પહેલા જ રશિયા દ્વારા કબજે કરવામાં આવ્યો છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના સૈન્ય દળોએ તાજેતરના દિવસોમાં લિસિચાંસ્કની બહારની ઓઇલ રિફાઇનરી પર કબજો કર્યો છે. જોકે, લુહાન્સ્કના ગવર્નર સેરહી હૈદાઈએ શુક્રવારે દાવો કર્યો હતો કે લડાઈ ચાલુ છે. હૈદાઈએ ‘ટેલિગ્રામ’ મેસેજ એપ દ્વારા એક નિવેદનમાં કહ્યું, “છેલ્લા દિવસથી આક્રમણકારી સેના ચારે બાજુથી અને તમામ ઉપલબ્ધ હથિયારો સાથે ગોળીબાર કરી રહી છે.”

લુહાન્સ્ક અને ડનિટ્સ્કના મોટા ભાગો પર 2014 થી કબજો કરવામાં આવ્યો છે

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રશિયા તરફી અલગતાવાદીઓએ 2014થી લુહાન્સ્ક અને ડનિટ્સ્કના મોટા ભાગો પર કબજો જમાવ્યો છે. અને મોસ્કોએ બંને પ્રદેશોને સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે માન્યતા આપી છે. સીરિયન સરકારે બુધવારે પણ કહ્યું હતું કે તે બંને પ્રદેશોને “સ્વતંત્ર અને સાર્વભૌમ” પ્રદેશો તરીકે માન્યતા આપશે અને રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા માટે કામ કરશે.

દરમિયાન, રશિયાના સાથી બેલારુસના નેતાએ દાવો કર્યો છે કે યુક્રેને થોડા દિવસો પહેલા તેના સૈન્ય મથકો પર મિસાઇલો છોડી હતી. પરંતુ તેને હવાઈ સંરક્ષણ પ્રણાલીથી નષ્ટ કરી હતી. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ તેને ઉશ્કેરણીનું કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે યુક્રેનના યુદ્ધમાં કોઈ બેલારુસિયન સૈનિક ભાગ લઈ રહ્યો નથી. બેલારુસના નિવેદન પર યુક્રેનની સેનાએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

Published On - 8:42 am, Sun, 3 July 22

Next Article