Russia Ukraine War : EUમાં ભાવુક થયા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, કહ્યું ‘સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે રશિયા’

|

Mar 01, 2022 | 7:08 PM

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, 'રશિયા અમારા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.અમે હજારો નાગરિકોને ગુમાવ્યા છે.'

Russia Ukraine War : EUમાં ભાવુક થયા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, કહ્યું સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે રશિયા
Ukraine President Volodymyr Zelensky

Follow us on

Russia Ukraine War: રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી(Volodymyr Zelensky) મંગળવારે યુરોપિયન યુનિયનને (European Union) સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ પોતાને યુરોપિયન યુનિયનમાં જોઈને ખુશ છે. આ દરમિયાન તે ભાવુક થઈ ગયો હતા. તેમણે કહ્યું, વિચાર્યું ન હતું કે અહીં આવવા માટે આટલી કિંમત ચૂકવવી પડશે. વધુમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયા (Russia) અમારા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. અમે હજારો યુક્રેનિયનોને ગુમાવ્યા છે.

ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, અમારા સૈનિકો મેદાનમાં મક્કમતાથી ઉભા છે. યુક્રેન રશિયાને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન તેની સ્વતંત્રતા માટે લડી રહ્યું છે. અમે ક્યારેય રશિયા સામે ઘૂંટણિયે નહીં પડીએ.

યુક્રેનનો મોટો દાવો : અમે અત્યાર સુધીમાં 5700 રશિયન સૈનિકોને માર્યા

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેને મોટો દાવો કર્યો છે.યુક્રેનનું કહેવું છે કે તેણે અત્યાર સુધીમાં 5,700 રશિયન સૈનિકોને માર્યા છે.યુક્રેનનું કહેવું છે કે તેણે 22 રશિયન મિસાઈલ લોન્ચર અને 5 એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો છે.આ સિવાય યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે તેણે 200 રશિયન સૈનિકોને બંધક બનાવ્યા છે. યુક્રેનનું કહેવું છે કે તેણે 29 રશિયન જેટ અને 29 હેલિકોપ્ટર તોડી પાડ્યા છે. જો કે રશિયાએ યુક્રેનના દાવાને ખોટો ગણાવ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

યુક્રેનમાં ક્લસ્ટર મ્યુનિશનના ઉપયોગને રશિયાએ નકાર્યુ

રશિયાએ નકાર્યુ કે તેની સેનાએ યુક્રેનમાં ક્લસ્ટર હથિયારોનો ઉપયોગ કર્યો છે સાથે તેણે કહ્યુ કે રશિયન સૈન્યએ માત્ર લશ્કરી લક્ષ્યો પર હુમલો કર્યો છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે જણાવ્યું હતું કે, “રશિયન સૈનિકોએ નાગરિક માળખાકીય સુવિધાઓ અને રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો નથી.” પેસ્કોવે એવા આક્ષેપોને પણ ફગાવી દીધા હતા કે રશિયન સૈન્ય ક્લસ્ટર હથિયારો અને વિનાશક વેક્યૂમ શસ્ત્રોનો ઉપયોગ કરે છે.તમને જણાવી દઈએ કે, રશિયન સંરક્ષણ મંત્રાલયે સોમવારે પ્રથમ વખત સ્વીકાર્યું હતુ કે તેને યુદ્ધમાં નુકસાન થયું છે, પરંતુ કોઈ આંકડો જાહેર કર્યો નથી.

 

આ પણ વાંચો : Russia-Ukraine war : યુક્રેનની સેનાએ કિવમાં રશિયન હેલિકોપ્ટર તોડી પાડી રશિયન સેનાને આપ્યો જડબાતોડ જવાબ

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે રશિયા જવા પર ઈમરાન ખાનનું નિવેદન, કહ્યું-પાકિસ્તાન માટે ઘઉં લેવા ગયો હતો

Next Article