Russia-Ukraine War: શું રશિયા યુક્રેન સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે ? ક્રેમલિને આપી ધમકી, જાણો સમગ્ર વિગત

પેસ્કોવે કહ્યું, 'અમારી પાસે ઘરેલુ સુરક્ષાનો ખ્યાલ છે અને તે સાર્વજનિક છે. તેથી જો તે અમારા દેશના અસ્તિત્વ માટે ખતરો ઉભો કરે છે, તો તેનો ઉપયોગ આપણા ખ્યાલ મુજબ થઈ શકે છે.

Russia-Ukraine War: શું રશિયા યુક્રેન સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે ? ક્રેમલિને આપી ધમકી, જાણો સમગ્ર વિગત
President vladimir putin (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:04 AM

Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ (Russia Ukraine Crisis) ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધમાં યુક્રેનને ભારે નુકસાન થયું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસો પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે,રશિયા (Russia) પર ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે છતા તે પીછેહટ કરી રહ્યુ નથી . આ દરમિયાન, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે જણાવ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધના સંદર્ભમાં ત્યારે જ પરમાણુ હથિયારોનો (Nuclear Weapons) ઉપયોગ કરશે જ્યારે તે “અસ્તિત્વના જોખમ” હેઠળ હશે.

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, પેસ્કોવે કહ્યું, ‘અમારી પાસે ઘરેલુ સુરક્ષાનો ખ્યાલ છે અને તે સાર્વજનિક છે. તેથી જો તે અમારા દેશના અસ્તિત્વ માટે ખતરો ઉભો કરે છે, તો તેનો ઉપયોગ આપણા ખ્યાલ મુજબ થઈ શકે છે.

શું રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે?

પ્રવક્તા પેસ્કોવના જણાવ્યા અનુસાર તેઓને વિશ્વાસ હતો કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(President Vladimir Putin) યુક્રેનના સંદર્ભમાં પરમાણુ વિકલ્પનો ઉપયોગ કરશે નહીં. રશિયન સૈનિકોએ(Russian Army) યુક્રેન પર આક્રમણ કર્યાના દિવસો પછી, પુતિને 28 ફેબ્રુઆરીએ જાહેરાત કરી કે તેણે દેશના વ્યૂહાત્મક પરમાણુ દળોને ઉચ્ચ ચેતવણી પર મૂક્યા છે, જેનાથી વિશ્વ ચિંતાતુર છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

પેસ્કોવના નિવેદન અને રશિયાના પરમાણુ વલણ વિશે વધુ વ્યાપકપણે પૂછવામાં આવતા, પેન્ટાગોનના પ્રવક્તા જ્હોન કિર્બીએ પરમાણુ શસ્ત્રોના સંભવિત ઉપયોગ પર મોસ્કોના રેટરિકને “ખતરનાક” ગણાવ્યું અને કહ્યુ કે એક જવાબદાર પરમાણુ રાજ્યએ આ રીતે વર્તવું જોઈએ નહીં.

રશિયા પાસે પરમાણુ શસ્ત્રોનો વિશાળ ભંડાર

તમને જણાવી દઈએ કે, રશિયા પાસે પરમાણુ શસ્ત્રોનો(Nuclear Weapons)  વિશ્વનો સૌથી મોટો ભંડાર છે અને તેણે તેના ભૂતપૂર્વ સોવિયેત પડોશીઓ પરના હુમલા માટે વિશ્વભરમાં ન્યૂનતમ સમર્થન મેળવ્યું છે.

પશ્ચિમી સંરક્ષણ અધિકારીઓએ પુતિનની ફેબ્રુઆરીની ઘોષણા પછી જણાવ્યું હતું કે તેઓએ રશિયાના પરમાણુ દળોના વ્યૂહાત્મક બોમ્બર, મિસાઇલો અને સબમરીનને એકત્ર કરવાના કોઈ નોંધપાત્ર સંકેત જોયા નથી.

આ પણ વાંચો  : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ‘આલોચક’ એલેક્સી નવાલનીને 9 વર્ષની જેલ, જાણો કયા કેસમાં થઈ સજા

g clip-path="url(#clip0_868_265)">