Russia-Ukraine War: યુક્રેનમાં બગડતી પરિસ્થિતિથી ભારત ચિંતિત, UNSCમાં જૈવિક શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાના સંમેલનને આપ્યુ સમર્થન

|

Mar 18, 2022 | 11:54 PM

યુએનએસસીમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ આર રવિન્દ્રએ શુક્રવારે કહ્યું હતું કે ભારત યુક્રેનની બગડતી પરિસ્થિતિથી ચિંતિત છે. અમે રશિયા અને યુક્રેન વચ્ચે રાજદ્વારી વાટાઘાટોના નવીનતમ રાઉન્ડનું સ્વાગત કરીએ છીએ.

Russia-Ukraine War: યુક્રેનમાં બગડતી પરિસ્થિતિથી ભારત ચિંતિત, UNSCમાં જૈવિક શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાના સંમેલનને આપ્યુ સમર્થન
R Ravindra, Deputy Permanent Representative of India to the UNSC

Follow us on

યુક્રેન (Ukraine) સંકટને લઈને  યુએનએસસીમાં ભારતના (India) નાયબ સ્થાયી પ્રતિનિધિ આર રવિન્દ્રએ શુક્રવારે કહ્યું હતું કે ભારત યુક્રેનની બગડતી પરિસ્થિતિથી ચિંતિત છે. અમે રશિયા (Russia) અને યુક્રેન વચ્ચે રાજદ્વારી વાટાઘાટોના નવીનતમ રાઉન્ડનું સ્વાગત કરીએ છીએ. અમે માનીએ છીએ કે દુશ્મનાવટનો તાત્કાલિક અંત અને સંવાદના માર્ગ પર આગળ વધવું એ જ એકમાત્ર ઉપાય છે. સાથે જ કહ્યું કે, આપણે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને રાજ્યોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સિદ્ધાંતોનું સન્માન કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ જોડાણ બનાવવાની જરૂર છે.

એમ પણ કહ્યું કે, ભારત એક મુખ્ય વૈશ્વિક અને બિન-ભેદભાવ વિનાના નિઃશસ્ત્રીકરણ સંમેલન તરીકે જૈવિક અને બીટીડબલ્યુસીને ખૂબ મહત્વ આપે છે, જે સામૂહિક વિનાશના શસ્ત્રોની સંપૂર્ણ શ્રેણીને પ્રતિબંધિત કરે છે. બીટીડબલ્યુસીના સંપૂર્ણ અને અસરકારક અમલીકરણની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. અમે એ પણ માનીએ છીએ કે, બીટીડબલ્યુસી હેઠળની જવાબદારીઓને લગતી કોઈપણ બાબતને સંમેલનની જોગવાઈઓ અનુસાર અને પરામર્શ અને સહકાર દ્વારા સંબોધવામાં આવવી જોઈએ.

રશિયાએ અમેરિકા પર લગાવ્યા આરોપ

યુએનએસસીની બેઠકમાં, રશિયન પ્રતિનિધિએ કહ્યું કે જૈવિક શસ્ત્રોના ઘટકો યુક્રેનમાં બનાવવામાં આવ્યા હતા. અમારા સંરક્ષણ મંત્રાલયને યુક્રેનિયન પ્રદેશ પર પેન્ટાગોન દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે વધુ સામગ્રી પ્રાપ્ત થઈ રહી છે. સાથે જ કહ્યું કે, અમે ક્યારેય એવું નથી કહ્યું કે યુક્રેનનો પોતાનો એક લશ્કરી જૈવિક કાર્યક્રમ છે, અમે કહ્યું કે આ કાર્યક્રમ કંઈક એવો છે જે યુ.એસ. પાસે છે અને યુક્રેનને અંધારામાં રાખવામાં આવી રહ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બીજી તરફ, અમેરિકી પ્રતિનિધિએ કહ્યું કે ગયા અઠવાડિયે અમે રશિયન પ્રતિનિધિ પાસેથી વિચિત્ર ષડયંત્ર સિદ્ધાંતો વિશે સાંભળ્યું. અમે આ અઠવાડિયે ઘણી બધી વસ્તુઓ સાંભળી રહ્યા છીએ જે એવી લાગે છે કે, જાણે તેમને ઇન્ટરનેટના કોઈ ડાર્ક કોર્નરમાંથી ફોરવર્ડ ઈમેલ મળ્યો હોય. સાથે જ યુએસ પ્રતિનિધિએ કહ્યું કે યુક્રેન પાસે જૈવિક શસ્ત્રોનો કાર્યક્રમ નથી, ફક્ત જાહેર આરોગ્ય સુવિધાઓ છે. તેમણે કહ્યું કે રશિયાએ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને જૈવિક શસ્ત્રોનો કાર્યક્રમ જાળવી રાખ્યો છે.

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેનિયન શહેરોને તબાહ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે રશિયા, કિવ અને લ્વિવની બહારના વિસ્તારો પર છોડી મિસાઇલો

Next Article