Russia-Ukraine War: યુદ્ધવિરામ હવે નજીકમાં? US રક્ષામંત્રીએ રશિયાના સમકક્ષને કહ્યું તુંરત લાગુ પાડો યુદ્ધવિરામ

|

May 14, 2022 | 7:44 AM

(Russia-Ukraine War) યૂક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુબેલાએ જી-7 (G-7) દેશોને યૂક્રેનમાં હથિયાર પૂર્તિ(Ukrain) તથા રશિયામાં(Russia ) દબાણ ઉભું કરવા માટે અનુરોધ કર્યો હતો. અમેરિકન સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિને શુક્રવારે પોતાના રશિયન સમકક્ષ સર્ગેઇ શોઇગુ સાથે વાત કરી હતી

Russia-Ukraine War: યુદ્ધવિરામ હવે નજીકમાં? US રક્ષામંત્રીએ રશિયાના સમકક્ષને કહ્યું તુંરત લાગુ પાડો યુદ્ધવિરામ
US Secretary

Follow us on

(Russia-Ukraine War) યૂક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુબેલાએ જી-7 (G-7) દેશોને યૂક્રેનમાં હથિયાર પૂર્તિ(Ukrain) તથા રશિયામાં(Russia ) દબાણ ઉભું કરવા માટે અનુરોધ કર્યો હતો. રશિયા યૂક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકન સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિને શુક્રવારે પોતાના રશિયન સમકક્ષ સર્ગેઇ શોઇગુ સાથે વાત કરી હતી આ દરમિયાન અમેરિકન રક્ષા મંત્રીએ શોઇગુ સાથે તત્કાળ યુદ્ધ વિરામ અંગે વાત કરી હતી. સમાચાર એજન્સી રોયટર્સે આ માહિતી આપી હતી.

યુદ્ધ વિરામની માંગ કરનારા ઓસ્ટિને વાતચીતની લાઇનને યથાવત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પેન્ટાગોનના પ્રવક્તા ડોન કિર્બીએ જણાવ્યું હતું કે 18 ફેબ્રુઆરીએ અંતિમ વાર બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. તો રશિયા યૂક્રેન યુદ્ધ દરમિયાન ઓસ્ટિન અને શોઇગુ વચ્ચે આ પ્રથમ વારની વાતચીત છે.
ઓસ્ટિન અને શોઇગુ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. તો થોડા કલાકો પહેલા જ અમેરિકન સંરક્ષણ મંત્રીએ બ્રિટિશ વિદેશ મંત્રી બેન વાલેસ સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ યૂક્રેનની મદદ માટે લઇ શકાય તેવા આગામી પગલાંઓ અંગે ચર્ચા કરી હતી.

લોઇડ ઓસ્ટિન સાથેની બેઠક બાદ શુક્રવારે બહાર પાડવામાં આવેલા નિવેદનના આધારે રોયટર્સે જણાવ્યું હતું કે બેઠકમાં કહ્યું હતું કે અમે એકતા સાથે કામ કરવાનું યથાવત રાખીશું. યૂક્રેનને રશિયાથી બચાવવા તમામ શક્ય મદદ કરવાનો સંકલ્પ પણ લઇશું. તેમણે કહ્યું કે અમે યૂક્રેનને ર7ાત્મક સમર્થન પ્રદાન કરવા માટે આગળના પગલાં અંગે ચર્ચા કરી હતી. તે ઉપરાંત (AUKUS)ઓસ્ટ્રેલિયા, અમેરિકા તથા બ્રિટન વચ્ચેની સંરક્ષમ સમજૂતી અંગે પણ ચર્ચા થઈ હતી

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

યૂક્રેને જી-7 દેશને હથિયાર પૂરા પાડવા કર્યો અનુરોધ

બીજી તરફ યૂક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ શુક્રવારે જી-7 દેશોને અનુરોધ કર્યો હતો કે તેઓ યૂક્રેનને હથિયારનો પુરવઠો પૂરો પાડે. તેમણે કહ્યું કે જી-7 દેશોના વિદેશ મંત્રીઓ સાથે થયેલી વાતચીત અનુસાર આ વાતચીત ઘણી મદદગાર, લાભદાયક અને વાસ્તવિક તથા પરિણામ કેન્દ્રી રહી છે. તેમણે અત્યાર સુધીમાં મળેલી નાણાકીય અને સૈન્ય મદદ માટે મદદગાર દેશોની પ્રશંસા કરી હતી. પરંતુ સાથે તેમણે યૂક્રેનના સમર્થક દેશોનો યુદ્ધ વિમાન અને મલ્ટિપલ લોન્ચ રોકેટ સહિત વધુ હથિયારોનો પુરવઠો આપવા માટે જણાવ્યું છે. સાથે જ જી-7 દેશોને અનુરોધ કર્યો છે કે તેઓ રશયા ઉપર દબાણ વધારતા પ્રતિબંધોમાં વધારો કરે.

Next Article