અમેરીકાના દબાણ બાદ પણ પોતાની વાત પર અડી રહેવા બદલ, રશિયાએ ભારત અને ચીનનો માન્યો આભાર
રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. રશિયાએ આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં ભારત અને ચીનના પગલાથી ખુશી વ્યક્ત કરી છે અને બંને દેશોનો આભાર વ્યક્ત કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં યુક્રેનની (Ukraine) સ્થિતિ પર ચર્ચા કરવા માટે યોજાયેલી બેઠકમાં રશિયાએ (Russia) ચીન વિરુદ્ધ મતદાન કરવા અને ભારત, કેન્યા અને ગેબનની ગેરહાજરી બદલ આભાર વ્યક્ત કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં તૈનાત એક રશિયન રાજદ્વારીએ “યુએસ દબાણ સામે ઉભા રહેવા” માટે ચાર દેશોનો આભાર માન્યો.
તમને જણાવી દઈએ કે યુક્રેનની સીમાઓ પાસે હજારો રશિયન સૈનિકો છેલ્લા 2 મહિનાથી તૈનાત છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે અમેરીકાના અનુરોધ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સોમવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક માટે કાઉન્સિલને નવ મતોની જરૂર હતી. રશિયા અને ચીને બેઠકની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે ભારત, ગેબોન અને કેન્યાએ ભાગ લીધો ન હતો. ફ્રાન્સ, અમેરીકા અને બ્રિટન સહિત કાઉન્સિલના અન્ય 10 સભ્યોએ બેઠક ચલાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું.
બેઠકમાં ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેન સંકટને ઉકેલવા માટે શાંત અને રચનાત્મક મુત્સદ્દીગીરીની જરૂરિયાત છે. તેથી, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના વ્યાપક હિતમાં, બંને પક્ષોએ તણાવ વધારવાથી દૂર રહેવું જોઈએ.
આ બેઠક બાદ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના પ્રથમ નાયબ સ્થાયી પ્રતિનિધિ દિમિત્રી પોલિન્સકીએ સોમવારે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી. પોલિન્સકીએ ટ્વિટર પર લખ્યું, ‘જેમ અમે અપેક્ષા રાખીએ છીએ, આ એક જનસંપર્ક યુક્તિ સિવાય બીજું કંઈ ન હતું. આ ‘મેગાફોન ડિપ્લોમસી’ (સીધી વાત કરવાને બદલે વિવાદિત બાબતમાં જાહેર નિવેદન કરવાની મુત્સદ્દીગીરી)નું ઉદાહરણ છે. કોઈ સત્ય નથી, માત્ર આક્ષેપો અને પાયાવિહોણા દાવાઓ છે.
પોલિન્સકીએ કહ્યું, ‘આ અમેરીકન કૂટનીતિનું સૌથી ખરાબ સ્તર છે. અમારા ચાર સહયોગી ચીન, ભારત, ગેબનન અને કેન્યાનો આભાર, જેઓ વોટ પહેલા યુએસના દબાણ છતાં અડગ રહ્યા.
અગાઉ, સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે ટ્વિટ કર્યું હતું કે, “રશિયાની આક્રમકતા માત્ર યુક્રેન અને યુરોપ માટે જ ખતરો નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પણ ખતરો છે.” તેને જવાબદાર બનાવવાની જવાબદારી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની છે. જો ભૂતપૂર્વ સામ્રાજ્યોને બળ દ્વારા તેમના પ્રદેશો પર ફરીથી દાવો કરવાનું શરૂ કરવા માટે લાઇસન્સ આપવામાં આવે તો વિશ્વ માટે આનો શું અર્થ થશે? આ આપણને ખતરનાક માર્ગે લઈ જશે.
આ પણ વાંચો –
ચીનની ક્રૂરતા, અરુણાચલના 17 વર્ષના યુવકને કિડનેપ કરીને ટોર્ચર કર્યુ, હાથ-પગ બાંધીને આપ્યો વિજળીનો કરંટ
આ પણ વાંચો –