રશિયાએ પાકિસ્તાનને ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ આપવાનો કેમ ઈન્કાર કર્યો ? જાણો આ છે મોટું કારણ

|

Dec 02, 2022 | 3:59 PM

હાલ જયારે પાકિસ્તાની (pakistan) ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ રશિયાની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે રશિયા પાકિસ્તાનને રાહત ભાવે ઈંધણ આપે, પરંતુ, આ બાબતે રશિયાએ સ્પષ્ટ ઇન્કાર કરી દેતા પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. 

રશિયાએ પાકિસ્તાનને ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ આપવાનો કેમ ઈન્કાર કર્યો ? જાણો આ છે મોટું કારણ
ક્રુડ ઓઇલ (સાંકેતિક તસવીર)

Follow us on

પાકિસ્તાન માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રશિયાએ પાકિસ્તાનના અધિકારીઓને રાહતદરે ઈંધણ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પાકિસ્તાની ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધમંડળ અત્યારે રશિયાની મુલાકાતે છે. ત્યારે પાકિસ્તાનના આ પ્રતિનિધિમંડળે રશિયાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં પાકિસ્તાને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ પર 30-40 ટકા ડિસ્કાઉન્ટ આપવાની માંગણી કરી હતી.પાકિસ્તાનની આ માંગણીને રશિયાએ સ્પષ્ટ રીતે ફગાવી દીધી હતી. આમ, રશિયાએ ના પાડતા પાકિસ્તાનને રસ્તા ભાવે ઇંધણ મળવાની ઇચ્છા પર મોટો ફટકો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

રશિયા મોટા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપશે

રશિયાએ ડિસ્કાઉન્ટ પર ઇંધણ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ રશિયન અધિકારીઓએ પાકિસ્તાની પ્રતિનિધિમંડળને પ્રથમ કરાચીથી લાહોર, પંજાબ સુધીના ફ્લેગશિપ પાકિસ્તાન સ્ટ્રીમ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ માટે તેની પ્રતિબદ્ધતાને વળગી રહેવા જણાવ્યું હતું. જો કે પાકિસ્તાન ઈચ્છે છે કે ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટનું મોડલ બદલવામાં આવે, જ્યારે રશિયાનું કહેવું છે કે મોડલ પહેલાથી જ ફાઈનલ થઈ ગયું છે. માત્ર કેટલાક મુદ્દા છે, જેના પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. રિપોર્ટ અનુસાર, રશિયા તે દેશોને ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઈલ આપવાનું ચાલુ રાખશે, જે તેના મોટા ગ્રાહકો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભારત રશિયાનો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે

ડિસ્કાઉન્ટેડ ભાવે તેલ આયાતકારોની યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. અગાઉ ભારત સાઉદી અરેબિયામાંથી સૌથી વધુ તેલ આયાત કરતું હતું, પરંતુ હવે રશિયા ભારતનો સૌથી મોટો તેલ નિકાસકાર છે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો ખબર પડે છે કે સાઉદી અરેબિયા અને ઈરાકને પાછળ છોડીને રશિયા ભારતનો પહેલો મોટો તેલ નિકાસ કરનાર દેશ બની ગયો છે. રિપોર્ટ અનુસાર, માર્ચ મહિના સુધી ભારત દ્વારા આયાત કરાયેલા તમામ રશિયન તેલનો કુલ 0.2 ટકા હતો, પરંતુ ઓક્ટોબર મહિનામાં રશિયાએ ભારતને દરરોજ 935,556 બેરલની સપ્લાય કરી હતી. બીજી તરફ, ભારત તેની કુલ આયાતના 22 ટકા રશિયાથી, 20.5 ટકા ઇરાકથી અને 16 ટકા સાઉદી અરેબિયામાંથી આયાત કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના પ્રતિનિધિમંડળમાં પેટ્રોલિયમ રાજ્ય મંત્રી મુસાદિક મલિક, પેટ્રોલિયમ સચિવ મોહમ્મદ મહમૂદ, મોસ્કોમાં પાકિસ્તાનના દૂતાવાસના સંયુક્ત સચિવ અને અન્ય અધિકારીઓ સામેલ હતા.

(ઇનપુટ-પીટીઆઇ-ભાષાંતર)

Published On - 3:59 pm, Fri, 2 December 22

Next Article