રશિયાનો હેરાન કરનારો છે Future Soldier Program, જાણો શું છે આ પ્રોગામ? કેમ નથી અટકતું એક મિનિટ માટે પણ કામ

TV9 GUJARATI

|

Updated on: Oct 02, 2021 | 6:56 PM

રશિયાના એક વરિષ્ઠ લશ્કરી જનરલે કહ્યું છે કે ફ્યુચર સોલ્જર પ્રોગ્રામ ( Future Soldier Program) પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. તેને એક મિનિટ માટે પણ રોકવામાં આવી નથી.

રશિયાનો હેરાન કરનારો છે Future Soldier Program, જાણો શું છે આ પ્રોગામ? કેમ નથી અટકતું એક મિનિટ માટે પણ કામ
File photo

Follow us on

રશિયા તેની સૈન્ય તાકાતમાં અનેકગણો વધારો કરવા માટે ફ્યુચર સોલ્જર પ્રોગ્રામ ( Future Soldier Program) પર સતત કામ કરી રહ્યું છે. જેમાં વિકાસશીલ રોબોટિક્સ અને એક્સો-સ્કેટલેટન કવચ વિકાસ કરવાનો પણ સમાવેશ થાય છે.

આ માહિતી આર્મીના એક વરિષ્ઠ જનરલે શુક્રવારે આપી છે. તેમનું કહેવું છે કે આ સિસ્ટમ સૈનિકોની તાકાત વધારવા માટે બનાવવામાં આવી છે. આ એક પ્રકારનો સૂટ છે, જે પહેર્યા પછી કોઈ સૈનિક સામાન્ય રહેશે નહીં. સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જનરલ ઓલેગ સલ્યુકોવે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું નામ રત્નિક રાખવામાં આવ્યું છે.

આ અંતર્ગત અત્યંત નાના માનવરહિત વિમાનો પણ બનાવવામાં આવી રહ્યા છે. સલ્યુકોવ રશિયન ગ્રાઉન્ડ ફોર્સના વર્તમાન વડા છે. “રત્નિક પ્રોગ્રામને અપગ્રેડ કરવાની પ્રક્રિયા એક મિનિટ માટે પણ અટકી નથી. ‘ભવિષ્યના સૈનિક’ના કવચ માટે છેલ્લા વર્ષથી વ્યાપક કામ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક ઉદ્યોગોની મદદથી રોબોટિક સબ સિસ્ટમને પણ આમાં સમાવવામાં આવી છે.

સૈન્ય યુનિટમાં મોકલવામાં આવી રહ્યું છે કલાશ્રિકોવ એક-12 મોકલવામાં આવી રહ્યું છે

લશ્કરી જનરલે વધુમાં જણાવ્યું હતું કે રશિયન લશ્કરી રાઈફલ કલાશ્નિકોવ એકે -12ને (Kalashnikov AK-12) લશ્કરી એકમ સુધી પહોંચાડવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે AK-74 સ્ટાન્ડર્ડ-ઈશ્યૂ એસોલ્ટ રાઈફલની જગ્યા લેશે. કાર્યક્રમ હેઠળ હથિયારોમાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે. સૈનિકોના હેલ્મેટને થર્મલ અને નાઈટ-વિઝન અને આધુનિક સંચાર વ્યવસ્થા જેવી સુવિધાઓ સાથે વિકસાવવામાં આવી રહ્યા છે. તેમાં હીટર, ગેસ માસ્ક અને મેડિકલ કીટ પણ હશે.

હાથથી સટીક નિશાન લગાવી શકશે સૈનિક

ગયા વર્ષે એવું નોંધાયું હતું કે અત્યાર સુધીમાં લગભગ 3,00,000 રત્નિક કવચ પહોંચાડવામાં આવ્યા છે. આ સૂટની ખાસિયત એ છે કે તેને પહેર્યા બાદ પગ સૈનિકો હાથથી મશીન ગન ચલાવી શકશે. તેમનો ઉદ્દેશ એકદમ સટીક રહેશે. તેને પહેરીને ભારે વજન ઉપાડી શકાય છે અને દોડવું સામાન્ય કરતાં વધુ ઝડપે કરી શકાય છે. આ સૂટને વર્ષ 2018માં ઈન્ટરનેશનલ મિલિટરી એન્ડ ટેક્નિકલ ફોરમમાં પણ જોવા મળ્યું હતું. જેનું આયોજન રશિયાના માસ્કોમાં થયું હતું.

આ પણ વાંચો : UIDAI દેશભરમાં 166 આધાર સેવા કેન્દ્રો ખોલશે, જાણો અહીં શું-શું કામ કરવામાં આવશે

આ પણ વાંચો : ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન, તેની તાકાતથી દેશ સશક્ત બનશે : કેન્દ્રીય કૃષિ મંત્રી

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati