AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Influenza Virus: ચીનમાં ઇમરજન્સી-લોકડાઉન જેવી સ્થિતિ, 15 મિલિયન લોકો ઘરોમાં થશે કેદ

ચીનમાં ફરી એકવાર લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. ચીનને ડર છે કે અધિકારીઓ ફરી એકવાર તેમના પર ટોર્ચર કરી શકે છે. જો ઈન્ફલ્યુએન્ઝાના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવશે તો 15 મિલિયન લોકો તેમના ઘરોમાં કેદ થઈ જશે.

Influenza Virus: ચીનમાં ઇમરજન્સી-લોકડાઉન જેવી સ્થિતિ, 15 મિલિયન લોકો ઘરોમાં થશે કેદ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 3:28 PM
Share

ચીનમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધવાથી અહીં શાંક્સી પ્રાંતની રાજધાની શિયાનમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાના કારણે અહીં કડક લોકડાઉન પહેલાથી જ ચીનાઓને મુશ્કેલીમાં મુકી ચુક્યા છે અને હવે ફરી એકવાર અહીં ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. 15 મિલિયનની વસ્તી ધરાવતા શિયાનમાં જિનપિંગના અધિકારીઓ શાળાઓ, વ્યવસાયો અને જાહેર ઇમારતોને તાળા મારવાની યોજના બનાવી રહ્યા છે, જેનો અહીંના લોકો સખત વિરોધ કરી રહ્યા છે. લોકોને ડર છે કે અધિકારીઓ ફરી એકવાર તેમના પર ત્રાસ ગુજારી શકે છે.

આ પણ વાચો: Pakistan: ચીનના કારણે પાકિસ્તાનનું ગ્વાદર બન્યું જેલ, ડ્રેગન સાથેની મિત્રતાની હવે ચૂકવવી પડશે આકરી કિંમત

ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા કેસોની સાથે ચીનના ઘણા શહેરોમાં એન્ટિવાયરલ્સની અછત પણ જોવા મળી રહી છે. તેના એક મહિના પહેલા સુધી, જિનપિંગની કડક કોવિડ નીતિઓએ અહીં સામાન્ય લોકોની કમર તોડી નાખી હતી. કોવિડ પોલિસીના વિરોધમાં ચીની લોકો રસ્તા પર ઉતરી આવ્યા, ચીનીઓએ પણ સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

જરૂર પડશે તો લોકડાઉન કરીશું

શિઆનમાં અધિકારીઓનું કહેવું છે કે ભવિષ્યમાં જો ફ્લૂના પ્રકોપને પહોંચી વળવા લોકડાઉન લાગુ કરવું પડશે તો તેનો અમલ કરવામાં આવશે. જો કે ફ્લૂ એટલો ખતરનાક માનવામાં આવતો નથી. ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો સામાન્ય રીતે માથાનો દુખાવો, તાવ, ઉધરસ, શરદી અને શરીરમાં દુખાવો તરીકે જોવામાં આવે છે. આ વાયરસથી મૃત્યુ દર નહિવત છે. અહીંના લોકો શિયા અધિકારીઓના આયોજનનો વિરોધ કરી રહ્યા છે.

ફ્લૂ પહેલા પણ આવ્યો હતો, લોકડાઉન નહોતું લાગ્યું

એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે જો ઈન્ફલ્યુએન્ઝાને કારણે લોકડાઉન લાદવું પડે તો પણ… શું દરેક ફ્લૂ સિઝનમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. અમે પાછા હટીશું નહીં. ટ્વિટરના ચાઇનીઝ વર્ઝન વેઇબો પર કેટલાક અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે ગભરાટ ફેલાવવા કરતાં લોકોને રસી આપવી તે વધુ સારું છે. અન્ય એક યુઝરે લખ્યું કે, કોરોના પહેલા પણ ફ્લૂની ઘણી સીઝન આવી હતી. પરંતુ પછી લોકડાઉન લાદવામાં આવ્યું ન હતું.

g clip-path="url(#clip0_868_265)">