અમે બધા એક પરિવાર છીએ… પીએમ ચૂંટણીમાં લિઝ ટ્રસ સામે હાર્યા બાદ ઋષિ સુનકની પ્રતિક્રિયા

|

Sep 05, 2022 | 8:02 PM

લિઝ ટ્રસે (Liz Truss) સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટેની સ્પર્ધામાં ભારતીય મૂળના ભૂતપૂર્વ નાણા પ્રધાન ઋષિ સુનકને (Rishi Sunak) હરાવ્યા હતા અને હવે તેઓ વડાપ્રધાન તરીકે બોરિસ જોન્સનનું સ્થાન લેશે.

અમે બધા એક પરિવાર છીએ... પીએમ ચૂંટણીમાં લિઝ ટ્રસ સામે હાર્યા બાદ ઋષિ સુનકની પ્રતિક્રિયા
Rishi Sunak

Follow us on

બ્રિટિશ વિદેશ પ્રધાન લિઝ ટ્રસે (Liz Truss) સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટેની સ્પર્ધામાં ભારતીય મૂળના ભૂતપૂર્વ નાણા પ્રધાન ઋષિ સુનકને (Rishi Sunak) હરાવ્યા હતા અને હવે તેઓ વડાપ્રધાન તરીકે બોરિસ જોન્સનનું સ્થાન લેશે. આ પછી ઋષિ સુનકે હવે કહ્યું છે કે પાર્ટીએ હવે વિજેતા લિઝ ટ્રસ સાથે એક થવું જોઈએ, જે બ્રિટનના આગામી પીએમ બનવા માટે તૈયાર છે. તેમણે ટ્વીટ કર્યું, આ પ્રચારમાં મને મત આપનાર દરેકનો આભાર. મેં મારા પ્રચાર દરમિયાન કહ્યું છે કે કન્ઝર્વેટિવ પાર્ટી એક પરિવાર છે. તે સારું છે કે અમે હવે નવા પીએમ લિઝ ટ્રસ સાથે એક થયા છીએ.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

જણાવી દઈએ કે 47 વર્ષના લિઝ ટ્રસ સામે પક્ષના સભ્યો દ્વારા આપવામાં આવેલા 1,70,000 ઓનલાઈન અને પોસ્ટલ વોટમાંથી બહુમતી પ્રાપ્ત થવાની અપેક્ષા હતી. ટ્રસ બ્રિટનની ત્રીજી મહિલા વડાપ્રધાન હશે. આ સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં ટોચનું સ્થાન મેળવવાનું સુનકનું સપનું અધૂરું રહી ગયું. મતદાન 82.6 ટકા હતું જેમાં સુનકને 60,399 વોટ મળ્યા હતા જ્યારે ટ્રસને 81,326 વોટ મળ્યા હતા. કન્ઝર્વેટિવ પાર્ટીના 172,437 સભ્યો મત આપવા માટે લાયક હતા, જ્યારે 654 મત નકારવામાં આવ્યા હતા.

લિઝ ટ્રસ બ્રિટનની ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા

માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન હશે. ટ્રસએ જણાવ્યું હતું કે તેમની પાસે ટેક્સ ઘટાડવા અને બ્રિટનના અર્થતંત્રને વેગ આપવા માટે સાહસિક યોજના છે. ટ્રસે બાદમાં ટ્વીટ કર્યું હતું કે પાર્ટીના નેતા તરીકે ચૂંટાઈને તે સન્માનિત છે. ટ્રસે ટ્વીટમાં કહ્યું, કંઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાઈને હું સન્માનિત છું. અમારા મહાન દેશનું નેતૃત્વ કરવા અને વચનો પૂરા કરવા માટે મારા પર વિશ્વાસ કરવા બદલ તમારો આભાર. આ મુશ્કેલ સમયમાં આપણા બધાને આગળ વધારવા, અર્થવ્યવસ્થાને આગળ વધારવા અને યુકેની સંભાવનાઓને બહાર લાવવા હું હિંમતભર્યા પગલાં લઈશ.

 

Published On - 8:02 pm, Mon, 5 September 22

Next Article