લિઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન, ઋષિ સુનક છેલ્લા રાઉન્ડમાં પાછળ રહી ગયા

બ્રિટેનને નવા વડાપ્રધાન મળી ચૂક્યા છે. 7 જુલાઈએ બોરિસ જોનસને બ્રિટેનના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તમને જણાવી દઈએ કે લિઝ ટ્રસની સામે ઋષિ સુનક વડાપ્રધાન પદની રેસમાં સામેલ હતા.

લિઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન, ઋષિ સુનક છેલ્લા રાઉન્ડમાં પાછળ રહી ગયા
Liz Truss became the new Prime Minister of BritainImage Credit source: TV9 GFX
Follow Us:
| Updated on: Sep 05, 2022 | 7:18 PM

બ્રિટનના (Britain) નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. લિઝ ટ્રસ (Liz Truss) બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. માર્ગારેટ થેચર અને થેરેસા પછી તે બ્રિટનની ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા છે. નવા વડાપ્રધાનની જાહેરાત સર ગ્રેહામ બ્રેડી દ્વારા કરવામાં આવી હતી. બ્રેડી કન્ઝર્વેટિવ પાર્ટીની 1922 બેકબેન્ચ સાંસદોની સમિતિના અધ્યક્ષ અને પક્ષના નેતૃત્વની ચૂંટણી માટેના ચૂંટણી અધિકારી છે. તેમના પ્રચારની શરૂઆતથી સુનક તેમના પક્ષના સાથીદારો સાથે સ્પર્ધામાં આગળ રહ્યા અને અંતિમ રેસ તરફ આગળ રહ્યા. બેલેટ દ્વારા મતદાનમાં બીજા ક્રમે આવેલા વિદેશ મંત્રી ટ્રસ પણ શરૂઆતથી જ રેસમાં વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.

પાર્ટીના સભ્યો તેમના નવા નેતાને પસંદ કરવા માટે ઓનલાઈન અને ટપાલ દ્વારા મત આપે છે. ટ્રસએ તેમની ઝુંબેશમાં દેશની વર્તમાન નાણાકીય પરિસ્થિતિનો સામનો કરવા માટે તાત્કાલિક કર કાપનું વચન આપ્યું હતું, તેનાથી વિપરિત સુનકનો અભિગમ વધતી જતી ફુગાવાને પહોંચી વળવા અને લક્ષિત પગલાં સાથે કટોકટી માટે મદદની ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.

સત્તા પરિવર્તનની શરૂઆત 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનના નિવેદનથી થઈ હતી. નિવેદન આપ્યા પછી જોન્સન સ્કોટલેન્ડ જશે અને રાણીને તેમના રાજીનામા વિશે જાણ કરશે. ત્યારબાદ ટ્રસ રાણીને મળશે અને સરકારના ગઠન વિશે માહિતી આપશે. નવા વડાપ્રધાનની નિમણૂક રોયલ એન્ગેજમેન્ટના સત્તાવાર રેકોર્ડમાં નોંધવામાં આવશે. સુનક અથવા ટ્રસ વડાપ્રધાન તરીકે તેમની સત્તાવાર નિમણૂક પછી લંડન પરત ફરશે.

લિઝ ટ્રસ ઊર્જા બિલ અને પુરવઠા પર કરશે કાર્યવાહી

બ્રિટિશ વિદેશ મંત્રી લિઝ ટ્રસે (Liz Truss) રવિવારે કહ્યું હતું કે જો તેઓ આ અઠવાડિયે વડાપ્રધાન તરીકે ચૂંટાય છે તો તેઓ વધતા ઉર્જા બિલોને પહોંચી વળવા અને દેશમાં ઊર્જા પુરવઠો વધારવા માટે તાત્કાલિક કાર્યવાહી કરશે. બ્રિટિશ વડાપ્રધાનની ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા તેમને લખેલા એક અખબારના લેખમાં ટ્રસે બ્રિટનની અર્થવ્યવસ્થા સાથે વ્યવહાર કરવામાં સાહસિક બનવાની તેમની પ્રતિજ્ઞાનો પુનરોચ્ચાર કર્યો હતો. બ્રિટેન છેલ્લા કેટલાક મહિનાઓથી ડબલ ડિજિટમાં મોંઘવારી અને મંદીનો સામનો કરી રહ્યું છે, લિઝ ટ્રસનું વારંવાર પુનરાવર્તન કરવું એ ઘણું અર્થપૂર્ણ છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">