Video: ઋષિ સુનકે તેની માતાએ બનાવેલી બરફી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ખવડાવી, શેર કર્યો વીડિયો
ઋષિ સુનકે કહ્યું કે માતાએ મારા માટે ભારતીય સ્વીટ બરફી બનાવી હતી. બરફી બનાવ્યાના બીજા જ દિવસે હું યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યો. જ્યારે વાતચીત શરૂ થઈ ત્યારે તેમણે કહ્યું કે તેને ભૂખ લાગી છે. જે બાદ મેં તેમને માતા દ્વારા બનાવેલી બરફી ખવડાવી હતી.
British PM Rishi Sunak: બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકનો (Rishi Sunak) એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને તેમની માતા દ્વારા બનાવેલી બરફી શેર કરતા જોવા મળી રહ્યા છે. સુનકે પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ માટે તેમણે શાનદાર કેપ્શન પણ આપ્યું છે. જો કે આ વીડિયો મે મહિનાનો છે પરંતુ સુનકે તેને 18 જૂને શેર કર્યો હતો.
ઋષિ સુનકે વિડીયો શેર કરતા એક શાનદાર કેપ્શન પણ આપ્યું
તાજેતરમાં જ ઋષિ સુનક એક ઈન્ટરવ્યુ દરમિયાન ઝેલેન્સકી સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઝેલેન્સકીને તેની માતા દ્વારા બનાવેલી બરફી ખવડાવવાની વાત કરી. સુનકે કહ્યું કે માતાએ મારા માટે ભારતીય સ્વીટ બરફી બનાવી હતી. બરફી બનાવ્યાના બીજા જ દિવસે હું યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યો. જ્યારે વાતચીત શરૂ થઈ ત્યારે તેમણે કહ્યું કે તેને ભૂખ લાગી છે. જે બાદ મેં તેમને માતા દ્વારા બનાવેલી બરફી ખવડાવી હતી. ઋષિ સુનકે વિડીયો શેર કરતા એક શાનદાર કેપ્શન પણ આપ્યું છે. શેર કરાયેલા વિડિયોમાં સુનક યુક્રેનના રાષ્ટ્રપતિને પોતાના હાથથી બરફી આપતા પણ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
સુનકનો વીડિયો જોયા બાદ યુઝર્સે શું કહ્યું?
ઋષિ સુનકે શેર કરેલા આ વીડિયો પર ઘણા યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. એક યુઝર્સે લખ્યું છે કે દેશના વડાપ્રધાન બનવાની સાથે સારા વ્યક્તિ બનવું પણ જરૂરી છે. અન્ય એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું કે તે ખૂબ જ રમુજી છે. આપણે બધા તેને આપણી માતાઓ દ્વારા બનાવેલી બરફી સાથે જોડી શકીએ છીએ. ત્રીજા યુઝરે કહ્યું, બરફી સાથે ઋષિ સુનકની કેટલીક યાદો તાજી થઈ.
આ પણ વાંચો : Rishi Sunak Family Tree : દાદા દાદી ભારતના, જાણો બ્રિટેનના PM ઋષિ સુનકના પરિવાર વિશે
ઝેલેન્સકી 15 મેના રોજ સુનકને મળવા બ્રિટન ગયા હતા
ઉલ્લેખનીય છે કે રશિયા યુક્રેન વિરુદ્ધ યુદ્ધ કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે છેલ્લા 16 મહિનાથી લડાઈ ચાલી રહી છે. યુક્રેનને લડાઈમાં બ્રિટન સહિત ઘણા યુરોપિયન દેશોનું સમર્થન મળ્યું છે. યુદ્ધની વચ્ચે, આ વર્ષે 15 મેના રોજ, ઝેલેન્સકી સુનકને મળવા માટે બ્રિટન ગયા હતા. જ્યાં બંને દેશોના રાષ્ટ્રપતિ વચ્ચે સૈન્ય અને આર્થિક મદદને લઈને ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન જ સુનકે તેની માતા દ્વારા બનાવેલી બરફી ઝેલેન્સકીને ખવડાવી હતી.