ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા 7 ભારતીયોની મુક્તિ, પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ

|

Jan 28, 2022 | 11:47 AM

આ સંબંધમાં 47 વર્ષીય સ્ટીવ શેન્ડ પર માનવ તસ્કરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે 15 પેસેન્જર વાન ચલાવતો હતો અને બે ભારતીય નાગરિકોને લઈ જઈ રહ્યો હતો. જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.

ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા 7 ભારતીયોની મુક્તિ, પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ
US Canada Border

Follow us on

ગયા અઠવાડિયે અમેરિકામાં (America) ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતી વખતે અમેરિકા-કેનેડા સરહદ (US-Canada Border) નજીક ધરપકડ કરાયેલા સાત ભારતીય નાગરિકોને બોર્ડર પરથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમને પાછા મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “ગયા અઠવાડિયે ગેરકાયદેસર રીતે યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્રવેશેલા તમામ સાત ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની પ્રક્રિયા ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ પ્રગતિમાં છે.”

આ મામલે 47 વર્ષીય સ્ટીવ શેન્ડ પર માનવ તસ્કરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે 15 પેસેન્જર વાન ચલાવતો હતો અને બે ભારતીય નાગરિકોને લઈ જઈ રહ્યો હતો, જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. શેંડની 19 જાન્યુઆરીએ યુએસ-કેનેડા બોર્ડર પર ધરપકડ કરવામાં આવી હતી. પાંચ ભારતીય નાગરિકોએ અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓ કેનેડાની સરહદ પાર કરી ગયા હતા એ આશામાં કે કોઈ તેમને પોતાની સાથે લઈ જશે.

સ્ટીવ શેન્ડે અમેરિકા-કેનેડા બોર્ડર પર ઠંડીથી માર્યા ગયેલા લોકો સાથે વાત કરી!

થોડા સમય પહેલા અમેરિકા-કેનેડા બોર્ડર પાસે બરફમાં નવજાત શિશુ સહિત ચાર લોકોના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. હવે આ લોકોની ઓળખ થઈ ગઈ છે અને તેમનું કનેક્શન ગાંધીનગરથી હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોની સ્ટીવ શેન્ડ સાથે વાત થઈ હતી. ભારતીય હાઈ કમિશન દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર ઓળખાયેલા લોકોમાં ગાંધીનગર જિલ્લાના કલોલના ડીંગુચા ગામના વતની જગદીશ પટેલ (ઉંમર 39 વર્ષ), તેમની પત્ની વૈશાલી પટેલ (ઉંમર 37), પુત્રી વિહાંગી પટેલ (ઉંમર 11) અને પુત્ર ધાર્મિક પટેલ (ઉંમર 3)ના નામનો સમાવેશ થાય છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ પરિવાર 15 દિવસ પહેલા કેનેડા જવા રવાના થયો હતો, જેના કારણે છેલ્લા 8 દિવસથી પરિવાર સાથે કોઈ સંપર્ક થયો ન હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરનાર ગેંગે અકસ્માતનો ભોગ બનેલા લોકો સહિત ઘણા લોકોને પૈસાની મદદની લાલચ આપી હતી. જ્યારે કેટલાક લોકો કેનેડાથી અમેરિકા બોર્ડરની અંદર આવ્યા, ત્યારે અમેરિકા બોર્ડર પોલીસ દ્વારા તેઓને પકડી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : અમેરિકા-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનારા ચાર લોકો ગુજરાતના રહેવાસી, ઠંડીના કારણે થયા મોત

આ પણ વાંચો : આનંદ મહિન્દ્રાએ ફરી એકવાર જીતી લીધું દિલ, જુગાડ કરીને જીપ બનાવનારને SUV આપી ભેટમાં

Next Article