Rehearsal of Death: આ મહિલાએ પોતાના અંતિમ સંસ્કારનું કર્યુ નાટક, જાણો શું હતુ કારણ?

|

May 14, 2021 | 6:31 PM

ચીલીની રાજધાની સેંટીયાગોમાંથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાની મોત અને અંતિમ સંસ્કારનું નાટક રચ્યુ અને આ નાટક એણે ફક્ત એ જોવા માટે રચ્યુ કે તેનુ મૃત્યુ થવા પર અંતિમ સંસ્કારમાં કેટલા લોકો આવે છે.

Rehearsal of Death: આ મહિલાએ પોતાના અંતિમ સંસ્કારનું કર્યુ નાટક, જાણો શું હતુ કારણ?
માયરા અલોંજો

Follow us on

ચીલીની રાજધાની સેંટીયાગોમાંથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાની મોત અને અંતિમ સંસ્કારનું નાટક રચ્યુ અને આ નાટક એણે ફક્ત એ જોવા માટે રચ્યુ કે તેનુ મૃત્યુ થવા પર અંતિમ સંસ્કારમાં કેટલા લોકો આવે છે.

 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મળતી માહિતી અનુસાર સેંટિયાગોમાં રહેતી 59 વર્ષીય માયરા અલોંજો કોરોના મહામારીથી થઈ રહેલા મોત વિશે વિચારતી હતી અને તેને લાગ્યુ કે જો આમ જ ચાલતુ રહ્યુ તો તેના મૃત્યુ પર કોઈ નહીં આવે. માટે તેણે પોતાના અંતિમ સંસ્કારનો પ્લાન બનાવ્યો અને પરિવારને પણ આમાં સાથ આપવા મનાવી લીધા.

 

પ્લાન પ્રમાણે તેમણે બુધવારે અંતિમ સંસ્કારનો કાર્યક્રમ રાખ્યો જે લગભગ 4 કલાક જેટલો ચાલ્યો. આ કાર્યક્રમ માટે મહિલાએ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેણે પોતાના માથા પર ફૂલોનો તાજ અને નાકમાં રૂ પણ નાખ્યુ હતુ. તેણે એક અંતિમ સંસ્કારમાં કરવામાં આવતી બધી જ વ્યવસ્થા કરી હતી. માયરા આ અનુભવ વિશે કહે છે કે, ‘આ મારા માટે એક સપના જેવુ છે અને હવે મારા મોત બાદ મારા અંતિમ સંસ્કાર કરવાની જરૂર નથી કારણ કે મેં જીવતા જ બધુ જોઇ લીધુ’

 

નાટક માટે 1000 પાઉન્ડનો ખર્ચ

આ નાટક કરવા માટે તેણે 1000 પાઉન્ડ ખર્ચી નાખ્યાં સાથે જ ભાડે પણ તાબૂદ અને ફોટોગ્રાફર પણ રાખી લીધો. 4 કલાકના આ નાટક દરમિયાન તેના પરિવારના લોકો ખોટા આંસૂ પણ વહાવી રહ્યા હતા.

 

ખૂબ થઈ આલોચના

માયરાના આ પ્લાનની લોકો દ્વારા ખૂબ આલોચના કરવામાં આવી. લોકોનું કહેવુ હતુ કે આ નાટકના કારણે તે કોરોનાને કારણ મૃત્યુ પામેલા લોકોનો મજાક ઉડાવી રહી છે. સમગ્ર નાટક બાદ માયરાનું કહેવુ હતુ કે હવે તેને ભરોસો આવી ગયો છે કે તમામ સગા અને નજીકના લોકો તેને પ્રેમ કરે છે અને તેના અંતિમ સંસ્કારમાં આવશે.

 

આ પણ વાંચો: Amitabh Bachchan એ ફરી લંબાવ્યો મદદનો હાથ, પોલેન્ડથી ખરીદ્યા ઓક્સિજન કન્સન્ટ્રેટર, BMC ને કર્યું વેન્ટિલેટરનું દાન

Next Article