અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ ગુજરાતની યુવતીનો દબદબો, REEMA SHAHને મળ્યું અગત્યનું સ્થાન

|

Jan 19, 2021 | 12:24 PM

અમેરિકામાં જ્યારે કોઈ મોટી પદવી પર ભારતીય હોય તો ભારતીય લોકો ખૂબ જ ગર્વ કરે છે. આ વખતે વાઇસ પ્રેસિડન્ટ બનેલાં મૂળ ભારતીયએ કમલા હૅરિસે આપણને ભારોભાર ગર્વનો અનુભવ કરાવ્યો છે.

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ ગુજરાતની યુવતીનો દબદબો, REEMA SHAHને મળ્યું અગત્યનું સ્થાન
મૂળ કચ્છની રિમા શાહને જો બાઈડનના સત્તાકાળમાં વ્હાઈટ હાઉસમાં મહત્વનું સ્થાન મળ્યુ

Follow us on

અમેરિકામાં જ્યારે કોઈ મોટી પદવી પર ભારતીય હોય તો ભારતીય લોકો ખૂબ જ ગર્વ કરે છે. આ વખતે વાઇસ પ્રેસિડન્ટ બનેલાં મૂળ ભારતીયએ કમલા હૅરિસે આપણને ભારોભાર ગર્વનો અનુભવ કરાવ્યો છે. આ ખુશી હજુ પૂરી નથી થઈ તે પહેલા બીજી બે ભારતીય મૂળની સ્ત્રીઓએ આપણા ગર્વ અપાવ્યો છે.

જેમાં કચ્છી ગુજરાતી મૂળની છોકરી રીમા શાહની(REEMA SHAH) નિમણૂક ડેપ્યુટી અસોસિયેટ કાઉન્સિલ ઓફ અમેરિકા (DEPUTY ASSOCIATE COUNCIL OF AMERICAS ) તરીકે થઈ છે.

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડન્ટ જો બાઇડન દ્વારા રીમા શાહની નિમણૂક વાઇટહાઉસ (WHITE HOUSE) કાઉન્સિલની ઑફિસમાં કરવામાં આવી છે.
મૂળ દુર્ગાપુરના વતની અને વર્ષોથી અમેરિકાના (AMERICA) ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા જૈન પરિવારનાં પ્રીતિબેન ભરત ચનાની પુત્રી રીમા શાહને ગૌરવવંતું સ્થાન જૈન સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રીમા શાહની ઉંમર 31 વરસની છે. રીમાનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો છે. રીમા શાહ ભણવામાં અવ્વલ હતા. રીમા શાહ 17 વર્ષના હતા ત્યારે પ્રેસિડેન્શિયલ સ્કૉલર હતા. રીમા શાહ હાલમાં વૉશિંગ્ટન ડીસીમાં રહે છે. રીમા શાહ ગ્રૅજ્યુએશન કરવા માટે હાર્વર્ડ જેવી ખ્યાતનામ યુનિવર્સિટી ગયાં હતાં. રીમા શાહએ યુએસ સુપ્રીમ કોર્ટના જજ એલિના કિગન હેઠળ પણ કામ કર્યું. જજ એલિના કિગનની જ ભલામણથી રીમા શાહ ચૂંટણી પહેલાં શરૂ થયેલા બાઇડન-હૅરિસ કૅમ્પેન સમયે બાઇડનની ડિબેટ પ્રિપરેશન ટીમમાં હતાં.

રીમા શાહની અંગત જિંદગીની વાત કરવામાં આવે તો તેને દોઢ વર્ષ પહેલાં તેની સાથે જ યુનિવર્સિટીમાં ભણનાર રિચર્ડ ચ્યુ સાથે લગ્ન કર્યા છે. રિચર્ડ ચ્યુ મૂળ લંડનના વતની છે. રીમાએ ભારતીય શાસ્ત્રીય નૃત્ય, ઓડિશી ડાન્સમાં ૧૨ વર્ષ સુધી તાલીમ હાંસલ કરી છે.

આ પણ વાંચો: MAHARAHSTRA GRAM PANCHAYAT ELECTION: આખરે BJP બન્યુ નંબર 1, શિવસેના ત્રીજા નંબરે રહ્યુ

Published On - 12:21 pm, Tue, 19 January 21

Next Article