Storm Eunice: બ્રિટન પર ખતરનાક વાવાઝોડા ‘યુનિસ’નું જોખમ, લંડનમાં રેડ એલર્ટ જાહેર

|

Feb 18, 2022 | 4:49 PM

બ્રિટનના ઘણા વિસ્તારોમાં યુનિસ નામના વાવાઝોડાનું જોખમ ઉભુ થયુ છે. લોકોને મુસાફરી ટાળવા માટે કહેવામાં આવ્યું છે. લંડનમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Storm Eunice: બ્રિટન પર ખતરનાક વાવાઝોડા યુનિસનું જોખમ, લંડનમાં રેડ એલર્ટ જાહેર
Red alert issued in Britain and London due to Eunice Storm

Follow us on

બ્રિટન પર યુનિસ નામના તોફાનનો (Storm Eunice) ખતરો છે. જેના કારણે લોકોને સુરક્ષા માટે ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે લંડન સહિત ઉત્તરી ઈંગ્લેન્ડ માટે રેડ એલર્ટ (Red Alert in England) જાહેર કર્યું છે. અહીં પવનની ઝડપ 100 માઈલ પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

ડેઈલી મેઈલના અહેવાલ મુજબ પવનની ઝડપ વધુ હોવાને કારણે ઘરની છત ઉડી શકે છે અને વીજળી પણ ડુલ થઇ શકે છે. આ સાથે લોકોના જીવ પણ જોખમમાં આવી શકે છે. લોકોને સલામતી માટે જરૂરી પગલાં લેવા કહેવામાં આવ્યું છે.

સેંકડો શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. વેલ્સમાં તમામ ટ્રેન સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ઈંગ્લેન્ડમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોને કહેવામાં આવ્યું છે કે આ 32 વર્ષમાં સૌથી ભયાનક તોફાન હોઈ શકે છે, તેથી તેઓએ મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

કોઈપણ અપ્રિય ઘટનાને ટાળી શકાય તે માટે સેના પણ તૈનાત કરવામાં આવી છે. બ્રિટિશ એરવેઝે હિથ્રો અને લંડનના અન્ય એરપોર્ટ પર 80 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે. મોટરસાઇકલ દ્વારા મુસાફરી કરનારાઓને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાનું કહેવામાં આવ્યું છે. રોમિંગ માટે પ્રખ્યાત સ્થળો બંધ કરવામાં આવ્યા છે. જેમાં લંડન આઈ, ક્યૂ ગાર્ડન અને લેગોલેન્ડનો સમાવેશ થાય છે.

લંડનના મેયર સાદિક ખાને કહ્યું છે કે, ‘કૃપા કરીને ઘરે જ રહો, જોખમ ન લો અને જરૂર વગર મુસાફરી ન કરો.’ પર્યાવરણ સંબંધિત માહિતી આપતી એજન્સીએ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. અહીં જીવ જોખમમાં મુકીને તસવીરો ખેંચવી એ ‘એક મૂર્ખતાભર્યું કામ હોઈ શકે છે.’ બે દિવસમાં બીજી વખત વાવાઝોડાના પ્રતિભાવ અંગે ચર્ચા કરવા માટે સરકારની કોબ્રા સિવિલ કન્ટીજન્સી કમિટી આજે બપોરે બેઠક કરશે. જેમાં કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ એલિસની અધ્યક્ષતામાં ફરીથી બેઠક થશે.

નેટવર્ક રેલે તેના ગ્રાહકોને મુસાફરી કરવાથી દૂર રહેવા વિનંતી કરી છે. ઘણી સેવાઓ કાં તો રદ કરવામાં આવી છે અથવા વિલંબિત કરવામાં આવી છે. જ્યારે ઘણી ટ્રેનો 50 mphની ઝડપે દોડી રહી છે. એડિનબર્ગ અને ગ્લાસગો વચ્ચેના A66 ક્રોસ-પેનાઇન રૂટ અને M8 સહિતના મુખ્ય રસ્તાઓ ભારે પવનને કારણે આંશિક રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 100 માઈલ પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો –

Russia Ukraine conflict : નવી સેટેલાઇટ તસવીરોમાં મોટો ખુલાસો, યુક્રેનને ઘેરી રહ્યું છે રશિયા, સેના અને તોપની તૈનાતી

આ પણ વાંચો –

UAEમાં મળી સૌથી જૂની ઈમારતો, પુરાતત્વવિદોને મળી મોટી સફળતા, 8500 વર્ષ જૂનો છે અહીંનો ઈતિહાસ

Next Article