US ગ્રીન કાર્ડનો આટલો બધો ક્રેઝ કેમ છે? કેવી રીતે અરજી કરી શકાય?
ઘણા લોકો એવું વિચારે છે કે, ગ્રીન કાર્ડ અને વિઝા બંને એક જ વસ્તુ છે પરંતુ આ વાત સાચી નથી. વિઝા તમને Temporary રૂપે યુનાઇટેડ સ્ટેટ્સમાં મુસાફરી કરવા અથવા રહેવાની મંજૂરી આપે છે, જ્યારે ગ્રીન કાર્ડ તમને Permanent રહેઠાણ આપે છે.

‘ગ્રીન કાર્ડ’ એ યુનાઇટેડ સ્ટેટ્સમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેને “Permanent Resident Card” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમ માટે રહી શકે છે અને કામ કરી શકે છે.
બીજું કે, આ કાર્ડ યુનાઇટેડ સ્ટેટ્સમાં તમારા કાયમી રહેઠાણના પુરાવા તરીકે કામ કરે છે. મળતી માહિતી મુજબ, ગ્રીન કાર્ડ પ્રાપ્ત કર્યા પછી તમે સામાન્ય રીતે 3 થી 5 વર્ષ પછી યુએસ નાગરિકતા માટે અરજી કરી શકો છો.
‘ગ્રીન કાર્ડ’ એ યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર દ્વારા જારી કરાયેલ એક દસ્તાવેજ છે, જે ધારકને Permanent Resident નો દરજ્જો આપે છે. આ દરજ્જાનો અર્થ એ છે કે, તમે કોઈપણ સમય મર્યાદા વિના યુનાઇટેડ સ્ટેટ્સમાં રહી શકો છો, કામ કરી શકો છો અને અભ્યાસ કરી શકો છો.
‘વિઝા’ એટલે શું?
બીજીબાજુ ‘વિઝા’ એ અલગ હોય છે. વિઝા તમને ફક્ત થોડા સમય માટે (જેમ કે ટુરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા અથવા વર્ક વિઝા) યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવા અને રહેવાની મંજૂરી આપે છે. એકવાર તમારા વિઝાની મુદત પૂરી થઈ જાય પછી તમારે દેશ છોડવો પડે છે.
ગ્રીન કાર્ડ કેટલા પ્રકારના હોય છે?
- Family-Based Green Card: યુએસ નાગરિકોના નજીકના સંબંધીઓ અને હાલના ગ્રીન કાર્ડ ધારકો માટે.
- Employment-Based Green Card: કામ કે નોકરી પર આધાર રાખીને.
- Humanitarian Green Cards: શરણાર્થીઓ અથવા ખાસ સુરક્ષા મેળવવા માંગતા લોકો માટે.
- Diversity Lottery Green Card: આ એક પ્રકારની લોટરી છે, જે એવા દેશોના લોકોને તક આપે છે, જેમના નાગરિકો ઓછા અમેરિકા જાય છે.
- Longtime-Resident Green Card: અન્ય ખાસ સંજોગો માટે.
‘યુએસ ગ્રીન કાર્ડ’નો વિશ્વભરમાં આટલો બધો ક્રેઝ કેમ છે?
આવું એટલા માટે કારણ કે, તે યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી ધોરણે રહેવા અને કામ કરવાનો કાયદેસર અધિકાર આપે છે. તે ધારકને વધુ સારું જીવન, શિક્ષણ અને રોજગાર માટે ઘણી તકો પૂરી પાડે છે, તેમજ યુએસ નાગરિકતા મેળવવાનો માર્ગ પણ ખોલે છે.
ગ્રીન કાર્ડ મેળવવા માટેની સામાન્ય પ્રક્રિયા
- અરજી દાખલ કરવી: ઘણીવાર કોઈ બીજું (જેમ કે કોઈ સંબંધી અથવા નોકરીદાતા) તમારા વતી ઇમિગ્રન્ટ અરજી દાખલ કરે છે અથવા કેટલાક કિસ્સાઓમાં તમે તે જાતે કરી શકો છો.
- અરજી સબમિટ કરવી: અરજી મંજૂર થયા પછી અને તમારી સિરીઝમાં વિઝા ઉપલબ્ધ થયા પછી તમે USCIS ને ગ્રીન કાર્ડ અરજી સબમિટ કરો છો.
- બાયોમેટ્રિક્સ એપોઇન્ટમેન્ટ: આ એપોઇન્ટમેન્ટ એ છે, જ્યાં તમારા ફિંગરપ્રિન્ટ્સ, ફોટો અને સહી લેવામાં આવે છે.
- તમારે ઇમિગ્રેશન અધિકારીઓ સાથે ઇન્ટરવ્યુમાં હાજરી આપવાની જરૂર પડશે, ત્યારબાદ તમારી અરજી પર નિર્ણય લેવામાં આવશે.
- આ સમગ્ર પ્રક્રિયા તમારા સંજોગો પર આધાર રાખીને ઘણા મહિનાઓથી વર્ષો સુધી ચાલી શકે છે.
પરિવાર-આધારિત ગ્રીન કાર્ડ કેવી રીતે મળે?
યુ.એસ. નાગરિકો અથવા હાલના ગ્રીન કાર્ડ ધારકોના નજીકના સંબંધીઓ અરજી કરી શકે છે. પાત્ર સંબંધીઓમાં જીવનસાથી, બાળકો, માતાપિતા અને ભાઈ-બહેનનો સમાવેશ થાય છે.
