Queen Elizabeth II: મહારાણીના અંતિમ સંસ્કારે તોડ્યા તમામ રેકોર્ડ, 410 કરોડ લોકોએ આપી ‘વિદાય’

|

Sep 20, 2022 | 5:34 PM

બ્રિટિશ શાહી પરિવારના સૌથી વરિષ્ઠ અધિકારી લોર્ડ ચેમ્બરલેને રાજદંડ તોડવાની વિધિ કરી હતી. શાહી પરિવાર અને અનેક લોકોએ દિવંગત મહારાણીને (Queen Elizabeth 2) અંતિમ વિદાય આપી હતી. બ્રિટનની ઘરેલું ગુપ્તચર સેવા એમઆઈ5ના પૂર્વ પ્રમુખ એન્ડ્રુ પાર્કરે સફેદ રાજદંડ તોડવાની વિધિ કરી હતી.

Queen Elizabeth II: મહારાણીના અંતિમ સંસ્કારે તોડ્યા તમામ રેકોર્ડ, 410 કરોડ લોકોએ આપી વિદાય
Queen Elizabeth 2

Follow us on

રાણી એલિઝાબેથ 2ને (Queen Elizabeth 2) અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમની શબપેટીને વિન્ડસર કેસલ ખાતે સેન્ટ જ્યોર્જ ચેપલની શાહી વોલ્ટમાં નીચે મૂકવામાં આવી હતી. આખી દુનિયાની નજર આના પર ટકેલી હતી. ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ તેમના અંતિમ દર્શન કર્યા અને તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી. એક રસપ્રદ આંકડો સામે આવ્યો છે. મહારાણીના અંતિમ સંસ્કારમાં (Queens Funeral) દુનિયાભરના ચાર અબજથી વધુ લોકો જોવા મળ્યા હતા. આ સાથે તે ઈતિહાસમાં સૌથી વધુ જોવાયેલ પ્રસારણ બની ગયું. રાણી એલિઝાબેથ 2 ના અંતિમ સંસ્કારને 4.1 બિલિયન એટલે કે 410 કરોડ લોકોએ ટેલિવિઝન પર જોયો હતો.

આ પહેલા એટલાન્ટા ઓલિમ્પિક સેરેમનીને 3.6 બિલિયન લોકોએ ટેલિવિઝન પર જોઈ હતી. વેલ્સની મહારાણી ડાયનાના અંતિમ સંસ્કારને 2.5 બિલિયન લોકોએ જોયો. 2005માં લાઈવ 8 કોન્સર્ટને બે બિલિયન લોકોએ જોયો હતો. 2018ના પ્રિન્સ હેરીના લગ્ન સમારોહને 1.9 બિલિયન લોકોએ જોયો હતો. 2018 વર્લ્ડ કપની ફાઈનલ જે ફ્રાન્સ અને ક્રોશિયા વચ્ચે રમાવામાં આવ્યો હતો તેને 1.1 બિલિયન લોકોએ જોયો હતો. ઓપોલો 11 મૂન લેન્ડિંગને 652 મિલિયન લોકોએ જોયું હતું.

મહારાણીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ

પરંતુ આ પહેલીવાર નથી જ્યારે મહારાણીએ ટેલિવિઝનનો રેકોર્ડ તોડ્યો હોય. આ પહેલા 1953માં તેમનો રાજ્યાભિષેક પહેલીવાર ટીવી પર બતાવવામાં આવ્યો હતો. જે યુકેમાં 27 મિલિયનથી વધુ અને વિદેશમાં કેટલાક મિલિયન સુધી પહોંચી ગયું છે. મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર 1965માં સર વિન્સ્ટન ચર્ચિલ પછી બ્રિટનમાં આયોજિત પહેલા રાજકીય અંતિમ સંસ્કાર હતા અને 1760 પછી વેસ્ટમિન્સ્ટર એબી ખાતે બ્રિટિશ સમ્રાટના પહેલા અંતિમ સંસ્કાર હતા.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

વેલ્સની રાજકુમારીનું અંતિમ સંસ્કાર

હાલમાં યુકેમાં ટીવી પર સૌથી વધુ જોવાયેલો કાર્યક્રમ વેલ્સની રાજકુમારી ડાયનાનું અંતિમ સંસ્કાર હતો. જે 25 વર્ષ પહેલા 6 સપ્ટેમ્બર 1997ના રોજ થઈ હતી અને તેમાં સરેરાશ 32.1 મિલિયન લોકોએ ભાગ લીધો હતો. બીબીસી પર અંદાજિત 19.3 મિલિયન અને ઘરે આઈટીવી પર 11.7 મિલિયન સાથે વૈશ્વિક વ્યુઅરશિપ 2.5 બિલિયન સુધી પહોંચી ગઈ છે. આજે ટીવી ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી ઈવેન્ટ 1996ની એટલાન્ટા ઓલિમ્પિક ઓપનિંગ સેરેમની છે, જેને 3.6 બિલિયન દર્શકોએ જોઈ હતી.

શાહી અંદાજમાં મહારાણીના અંતિમ સંસ્કાર

બ્રિટિશ શાહી પરિવારના સૌથી વરિષ્ઠ અધિકારી લોર્ડ ચેમ્બરલેને રાજદંડ તોડવાની વિધિ કરી હતી. શાહી પરિવાર અને અનેક લોકોએ દિવંગત મહારાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. બ્રિટનની ઘરેલું ગુપ્તચર સેવા એમઆઈ5ના પૂર્વ પ્રમુખ એન્ડ્રુ પાર્કરે સફેદ રાજદંડ તોડવાની વિધિ કરી હતી. આ ધાર્મિક વિધિ રાજાશાહી માટે તેમની સેવાઓનું સમાપ્તિનું પ્રતીક છે. મહારાણીને તેના પતિ પ્રિન્સ ફિલિપની બાજુમાં દફનાવવામાં આવી હતી. વિન્ડસરના ડીને કહ્યું કે અમે ભગવાનની સેવક મહારાણી એલિઝાબેથના આત્માને તેમના હાથમાં સોંપવા માટે ભેગા થયા છીએ. આ પહેલા રાણી એલિઝાબેથ 2ની શબપેટીને રાજ્યના અંતિમ સંસ્કાર માટે વેસ્ટમિન્સ્ટર એબીની અંદર લઈ જવામાં આવી હતી.

Next Article