PUBG પર પ્રતિબંધ બાદ નવા અવતારમાં ભારતમાં પરત આવવા પ્રયત્નશીલ, જાણો કંપની શું બદલાવ કરશે

|

Nov 12, 2020 | 9:12 PM

ભારત સરકાર દ્વારા ઘણી ચાઈનીઝ કંપનીઓ સંચાલિત એપ્સ ઉપર પ્રતિબંધ લગાવતા PUBG મોબાઈલ ગેમ પણ બંધ કરાઈ છે. PUBG પ્રતિબંધ બાદ નવા અવતારમાં ભારતમાં પરત આવવા પ્રયત્ન કરી રહી છે. સાઉથ કોરિયન કંપની PUBG કોર્પોરશને એક નિવેદનમાં કહ્યું છે કે તે ભારતીય માર્કેટમાં નવી ગેમ લઈને આવી રહી છે. આ ગેમ માત્ર ભારત માટે બનાવાઈ […]

PUBG પર પ્રતિબંધ બાદ નવા અવતારમાં ભારતમાં પરત આવવા પ્રયત્નશીલ, જાણો કંપની શું બદલાવ કરશે
PUBG Mobile India નવા રૂપમાં ભારતમાં પરત આવી શકે છે.

Follow us on

ભારત સરકાર દ્વારા ઘણી ચાઈનીઝ કંપનીઓ સંચાલિત એપ્સ ઉપર પ્રતિબંધ લગાવતા PUBG મોબાઈલ ગેમ પણ બંધ કરાઈ છે. PUBG પ્રતિબંધ બાદ નવા અવતારમાં ભારતમાં પરત આવવા પ્રયત્ન કરી રહી છે. સાઉથ કોરિયન કંપની PUBG કોર્પોરશને એક નિવેદનમાં કહ્યું છે કે તે ભારતીય માર્કેટમાં નવી ગેમ લઈને આવી રહી છે. આ ગેમ માત્ર ભારત માટે બનાવાઈ છે. ભારત સરકારના એક વખત કડક વલણનો સામનો કરી ચૂકેલી કંપની આ વખતે ચીનની કંપની સાથે કોઈ પાર્ટનરશીપ કરશે નહીં.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

PUBG કોર્પોરેશનની પેરેન્ટ કંપની Krafton Incએ ભારતમાં 100 મિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આ દાવો કર્યો છે કે આ રોકાણ કોરિયન કંપની દ્વારા કરવામા આવનારું સૌથી મોટું રોકાણ હશે. કેન્દ્ર સરકારે સુરક્ષાના કારણે PUBG ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. PUBG ભારતમાં PUBG Mobile India લોન્ચ કરશે. ભારતીય યુઝર્સને સિક્યોરિટી અને સારી ગેમ પ્લેનું સારું ઓપ્શન આપવાનો કંપનીએ દાવો કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

PUBG કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે કંપની આ રોકાણ લોકલ વીડિયો ગેમ, ઈ-સ્પોર્ટ્સ મનોરંજન અને આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં કરશે, સાથે કંપની 100થી વધારે કર્મચારીઓની ભરતી કરશે. લોકલ ઓફિસ પણ તૈયાર કરાશે. PUBG રમનાર 4માંથી 1 ભારતીય છે. PUBG વિશ્વમાં ડાઉનલોડ થનારી ગેમ્સના લિસ્ટમાં ટોપ-5માં છે. સેન્સર ટાવરના રિપોર્ટ મુજબ વિશ્વમાં 73 કરોડથી વધારે વાર ડાઉનલોડ કરાઈ છે. 17.5 કરોડ એટલે કે 24% વાર ભારતીયોએ ડાઉનલોડ કરી છે. આ હિસાબે PUBG રમનાર દરેક 4માંથી 1 ભારતીય છે. PUBG 3 અબજ ડોલર એટલે કે 23 હજાર 745 કરોડ રૂપિયાની રેવન્યુ કમાઈ ચૂકી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article