ભારતીય મૂળની પ્રીતિ સિન્હા બની સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થાના પ્રમુખ

|

Feb 17, 2021 | 7:28 PM

તેમનું મુખ્ય કામ વિશ્વના નબળા વર્ગમાં મહિલાઓ, યુવાનો, નાના અને મધ્યમ ઉધ્યોગઓને માઇક્રો ફાઇનાન્સના રૂપમાં આર્થિક સહાય આપવાનું છે. સિન્હાએ સોમવારે આ પદને સંભાળ્યુ હતું.

ભારતીય મૂળની પ્રીતિ સિન્હા બની સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થાના પ્રમુખ
Priti Sinha

Follow us on

ગ્લોબલ મંચ પર ભારતીય મૂળના લોકો દિવસેને દિવસે નવી ઊંચાઈઓ સર કરતાં આવ્યા છે. ભારતીય મૂળની ઇન્વેસ્ટમેન્ટ અને ડેવલપમેન્ટ બેન્કર Priti Sinhaને સંયુક્ત રાષ્ટ્ર મૂડી વિકાસ ભંડોળ (The United Nations Capital Development Fund – UNCDF)ની એકસિક્યુટિવ સેક્રેટરી બનાવાઇ છે. આ UNCDFનું સર્વોચ્ચ પદ છે.

તેમનું મુખ્ય કામ વિશ્વના નબળા વર્ગમાં મહિલાઓ, યુવાનો, નાના અને મધ્યમ ઉધ્યોગઓને માઇક્રો ફાઇનાન્સના રૂપમાં આર્થિક સહાય આપવાનું છે. Priti Sinhaએ સોમવારે આ પદને સંભાળ્યુ હતું.

જણાવી દઈએ કે વર્ષ 1966માં રચાયેલ UNCDFનું મુખ્ય કાર્યાલય ન્યુયોર્કમાં આવેલું છે. જેમનું કામ વિકસિત દેશોને નાનું ધિરાણ ઉપલબ્ધ કરવાનું કામ છે. સિન્હાએ જુડિથ કાર્લની જગ્યા લીધી છે. જે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના 30 વર્ષના કાર્યકાળને સમાપન કરીને ફેબ્રુઆરીમાં નિવૃત થયા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દિલ્લીમાં કર્યું છે કામ.
પ્રીતિ સિન્હા, ફાઈનેંસિંગ ફોર ડેવલોપમેન્ટ એલએલસીની CEO અને પ્રમુખના રૂપમાં કામ કરી ચૂકી છે. જે જિનિવાનું એક ફાઇનેન્સ ફર્મ છે. જે ભંડોળ એકત્રિત કરવાનું, દાતાઑ સાથેના સબંધો વિકસાવવા, ઇનોવેટિવ કેપિટલ માર્કેટ, ભાગીદારી, રણનીતિઓ, બિઝનસ ડેવલોપમેન્ટ અને સંયુક્ત રાષ્ટ્ર સતત લક્ષ્ય (એસડીજી)ની ફાઈનેંસ માટે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ પહેલા તે નવી દિલ્લીમાં સામાજિક-આર્થિક વિકાસ માટે નિજી ક્ષેત્રના થિંક ટેન્ક યસ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટની મેનેજર રહી ચૂકી છે. તે આફ્રિકન ડેવલપમેંટ બેંકમાં પણ કામ કરી ચૂકી છે.

હાવર્ડથી કર્યો છે અભ્યાસ
સિન્હાએ સાર્વજનિક વિત્તીય પ્રબંધમાં હાવર્ડ કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ એક્ઝિક્યુટિવ એજકયુકેશન પ્રોગ્રામમાં સ્નાતક કર્યું છે. તેને વર્લ્ડ ઈકોનોમી ફોરમથી ગ્લોબલ લીડરશીપમાં અને યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટથી પબ્લિક અને પ્રાઇવેટ મેનેજમેન્ટ (MPPM)/ MBAમાં માસ્ટર છે. તે ડાર્ટ માઉથ કોલેજની પૂર્વ વિધ્યાર્થીની છે. જ્યાર તેને અર્થશાસ્ત્ર અને કોમ્પ્યુટરની સિક્સ પ્રાપ્ત કરી છે.

Next Article