રાજકીય ઉથલ પાથલથી અકળાયા પાકિસ્તાની મંત્રી, દેશમા જે કાંઈ થઈ રહ્યુ છે તેના માટે ભારતને ગણાવ્યુ જવાબદાર

નેશનલ એસેમ્બલીમાં ઈમરાન સરકાર વિરુદ્ધ લાવવામાં આવી રહેલા અવિશ્વાસના મત પર ઉમરે કહ્યું કે આજે પાકિસ્તાનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેની પાછળ માત્ર દેશના લોકો જ નહીં પરંતુ બીજા-દેશો અને ભારતનો પણ હાથ છે.

રાજકીય ઉથલ પાથલથી અકળાયા પાકિસ્તાની મંત્રી, દેશમા જે કાંઈ થઈ રહ્યુ છે તેના માટે ભારતને ગણાવ્યુ જવાબદાર
Pakistan Prime Minister Imran Khan.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 7:35 PM

પાકિસ્તાનમાં (Pakistan)  ઈમરાન ખાનની સરકાર તમામ મુશ્કેલીઓથી ઘેરાયેલી છે. હાલ પરીસ્થિતી એ છે કે શુક્રવારે ઈમરાન ખાનની સરકાર  (Prime Minister Imran Khan)  વિરુદ્ધ નેશનલ એસેમ્બલીની બેઠક બોલાવવામાં આવી છે. પીટીઆઈના લગભગ બે ડઝન સાંસદોએ વડા પ્રધાન ખાનની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન તેમની વિરુદ્ધ વોટ કરવાની ધમકી આપી હતી. આ સમગ્ર મુદ્દા પર પ્રતિક્રિયા આપતા ખાન સરકારના મંત્રી અસદ ઉમરે કહ્યું કે પાકિસ્તાનમાં આ રાજનીતિ માટે બિજા-દેશો અને ભારત જવાબદાર છે.

નેશનલ એસેમ્બલીમાં ઈમરાન સરકાર વિરુદ્ધ લાવવામાં આવી રહેલા અવિશ્વાસના મત પર ઉમરે કહ્યું કે આજે પાકિસ્તાનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેની પાછળ માત્ર દેશના લોકો જ નહીં પરંતુ બીજા-દેશો અને ભારતનો પણ હાથ છે. તેમણે કહ્યું કે આ ષડયંત્ર પાછળ નવાઝ શરીફ અને ભારતના વડાપ્રધાન મોદીજીના નજીકના સંબંધો પણ છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ની આગેવાની હેઠળની સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને પાર્ટીના બળવાખોર સાંસદોને અયોગ્ય ઠેરવવા અંગે બંધારણીય આધારો પર પોતાનો અભિપ્રાય માંગ્યો હતો.

સાંસદોને ગેરલાયક ઠેરવવાની ધમકીઓ

આ અરજી એડવોકેટ જનરલ ખાલિદ જવાન ખાને સોમવારે પાકિસ્તાનના બંધારણની કલમ 63-Aના ‘પ્રેસિડેન્શિયલ રેફરન્સ’ અર્થઘટન માટે આપી હતી. બંધારણના અનુચ્છેદ 63-A મુજબ, અવિશ્વાસ પ્રસ્તાવ અને મની બિલ (બજેટ) જેવા મહત્વના મુદ્દાઓ પર પાર્ટીના નેતાના નિર્દેશો વિરુદ્ધ મત આપનાર સાંસદને ગેરલાયક ઠેરવવામાં આવશે. જો કે લેખમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તેઓ કેટલા સમય માટે ગેરલાયક ઠરશે, વડાપ્રધાન ઈમરાન ખાને બળવાખોરોને આજીવન ગેરલાયક ઠેરવવાની ધમકી આપી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

વિપક્ષને 172 વોટની જરૂર

અરજીમાં, બંધારણના અનુચ્છેદ 63-A હેઠળ અયોગ્યતાના બે અર્થઘટન છે, જેમાં – માત્ર સભ્ય (એમપી)ને દૂર કરવા, અન્ય કોઈ પ્રતિબંધ ન લગાવવા અને જીવનભર માટે અયોગ્ય ઘોષિત કરવા અને તેની મતદાન પર કોઈ અસર ન પડવી, સામેલ છે. ખાનની પાર્ટી (પીટીઆઈ) સુપ્રીમ કોર્ટમાંથી આદેશ મેળવવાની કોશિશ કરી રહી છે કે આ બળવાખોર સાંસદોના મતની ગણતરી કરવામાં ન આવે, જેથી કરીને અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કરનારા તેમના સાંસદોના મત વડાપ્રધાન વિરુદ્ધના કુલ મતમાં ગણાય નહીં. આ બળવાખોર સાંસદોના મત અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે વડાપ્રધાન ઈમરાન ખાનની સરકારને તોડવા માટે વિપક્ષને 172 વોટની જરૂર છે.

આ પણ વાંચો :  Pakistan Politics: ઈમરાન ખાનને પડતા પર પાટુ, એક તરફ ખુરશી પર લટકતી તલવાર વચ્ચે હવે ચૂંટણી પંચે ફટકાર્યો મોટો દંડ

g clip-path="url(#clip0_868_265)">