AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : ભાઈ નવાઝના પણ ન થયા PM શાહબાઝ શરીફ ! કાકાના આ કૃત્યથી ભડકી મરિયમ નવાઝ

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારી (Bilawal Bhutto Zardari) શહેબાઝ શરીફની કેબિનેટમાં સામેલ થયા નથી.

Pakistan : ભાઈ નવાઝના પણ ન થયા PM શાહબાઝ શરીફ ! કાકાના આ કૃત્યથી ભડકી મરિયમ નવાઝ
Maryam Nawaz and Shehbaz Sharif (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 11:23 AM
Share

પાકિસ્તાનમાં (Pakistan)  લાંબી રાજકીય કટોકટીનો અંત આવ્યો અને શાહબાઝ શરીફે (Shebaz Sharif) દેશના નવા વડા પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી. પરંતુ હવે લાગે છે કે શહેબાઝ શરીફનો ‘સારો સમય’ પૂરો થઈ ગયો છે. પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારી શાહબાઝ કેબિનેટમાં સામેલ થયા નથી. બીજી તરફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝમાં પણ મતભેદના સમાચાર આવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે મરિયમ નવાઝ (Maryam Nawaz) કાકા શાહબાઝથી નારાજ છે.

આ કારણે નારાજ થઈ મરિયમ નવાઝ

શાહબાઝ શરીફની કેબિનેટમાં (Cabinet) 33 લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફના કેમ્પના એક નેતાને મંત્રી પદ આપવામાં આવ્યું છે. શાહબાઝે નવાઝના નજીકના સાથી જાવેદ એલ. લતીફને મંત્રી પદ આપવામાં આવ્યું છે,જો કે લતીફ પણ શાહબાઝના આ પગલાથી નારાજ છે, તેથી તેણે હજુ સુધી મંત્રી તરીકે શપથ લીધા નથી. નવાઝના બાકીના નજીકના મિત્રોને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, એવું જાણવા મળ્યું છે કે મરિયમ તેના પિતાના (Nawaz Sharif) નજીકના નેતાઓને સાઈડમાં કર્યા હોવાથી અંકલ શાહબાઝ શરીફથી ખૂબ નારાજ છે. શાહબાઝે નવાઝના નજીકના મિત્રોને છોડીને પોતાના મનપસંદ લોકોને પોતાના કેબિનેટમાં મંત્રી બનાવ્યા છે.

શાહબાઝ શરીફે તેમના શબ્દોથી પીછેહઠ કરી

ઈરફાન સિદ્દીકી, પરવેઝ રશીદ, મુહમ્મદ ઝુબેર વગેરે જેવા નેતાઓને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ખાસ અને નજીકના માનવામાં આવે છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝમાં મરિયમ નવાઝનું સમર્થન કરનારા લોકોએ કહ્યું કે કેબિનેટની રચના પહેલા યોજાયેલી બેઠકોમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું કે યોગ્ય પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પરંતુ શાહબાઝ શરીફેતેમના શબ્દોથી પીછેહઠ કરી છે.

શાહબાઝના નિર્ણયોથી બિલાવલ ભુટ્ટો પણ નારાજ

શાહબાઝ અને મરિયમની પાર્ટીમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે બિલાવલ ભુટ્ટોએ પણ પોતાનું વલણ બદલ્યુ છે. નવી સરકારમાં બિલાવલને વિદેશ મંત્રી બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. પરંતુ બિલાવલે મંત્રી પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે બિલાવલે મંત્રી પદ નકારી કાઢ્યું હતું, ત્યારે તેમની પાર્ટીના મુસ્તફા નવાઝ ખોખરને મંત્રી પદ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે પણ શપથ ન લેતા હાલ મામલો ગરમાયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Pakistan : કેબિનેટની પહેલી બેઠકમાં જ એક્શન મોડમાં જોવા મળ્યા શાહબાઝ શરીફ, શું દેવામાં ડૂબેલી અર્થવ્યવસ્થાને લાવશે કિનારા પર ?

આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
g clip-path="url(#clip0_868_265)">