Nepal માં રાજકીય સંકટ, પ્રચંડે કેપી ઓલીના સંસદ ભંગ કરવા વિરુદ્ધ ભારત અને ચીનની મદદ માંગી

|

Feb 09, 2021 | 11:13 PM

Nepal કોમ્યુનિસ્ટ પાર્ટીના પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' જૂથે કેપી ઓલીના સંસદ ભંગ કરવાના પગલા સામે ભારત અને ચીન પાસેથી ટેકો માંગ્યો છે.

Nepal માં રાજકીય સંકટ, પ્રચંડે કેપી ઓલીના સંસદ ભંગ કરવા વિરુદ્ધ ભારત અને ચીનની મદદ માંગી

Follow us on

Nepal કોમ્યુનિસ્ટ પાર્ટીના પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ જૂથે કેપી ઓલીના સંસદ ભંગ કરવાના પગલા સામે ભારત અને ચીન પાસેથી ટેકો માંગ્યો છે. પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ એ મંગળવારે કહ્યું કે તેમની પાર્ટીએ સંસદ ભંગ કરવાના Nepal ના વડા પ્રધાન કેપી શર્મા ઓલીના ગેરબંધારણીય અને લોકશાહી વિરુદ્ધના પગલાની સામે ભારત અને ચીન સહિતના આંતરરાષ્ટ્રીય સમુદાયને સમર્થનની અપીલ કરી છે.

ગયા વર્ષે 20 ડિસેમ્બરે કેપી ઓલીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવને વિસર્જન કર્યા બાદ નેપાળમાં રાજકીય કટોકટી વધારે ઘેરી બની હતી. નેપાળમાં 275 સભ્યોના ગૃહ વિસર્જન કરવાના પગલાનો એક જૂથ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રચંડ શાસક પક્ષ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનાસહ અધ્યક્ષ પણ છે.

પ્રચંડએ બુધવારે કાઠમંડુમાં આંતરરાષ્ટ્રીય મીડિયાને કહ્યું, જો આપણે સંઘીય માળખા અને લોકશાહીને મજબૂત બનાવવા માંગતા હો તો પ્રતિનિધિ ગૃહને ફરીથી સ્થાપિત કરવું પડશે અને શાંતિ પ્રક્રિયાને તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવી પડશે. વડા પ્રધાન ઓલીના પ્રતિનિધિ ગૃહને વિસર્જન કરવાના ગેરબંધારણીય અને ગેરલોકશાહી પગલાને કોર્ટ મંજૂરી આપશે નહી. આ વાત તેમણે તેમના જૂથની એક વિશાળ વિરોધ રેલી પૂર્વે કહ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પ્રચંડએ ચેતવણી આપી હતી કે જો સંસદ પુનસ્થાપિત કરવામાં નહીં આવે તો દેશ ગંભીર રાજકીય સંકટમાં આવી જશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ પડોશી દેશો ભારત અને ચીન સહિતના આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે ઓલીના ગેરબંધારણીય અને લોકશાહી વિરુદ્ધના પગલા સામે તેમના ચાલુ સંઘર્ષને સમર્થન આપો.

પ્રચંડએ કહ્યું, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અવગત કર્યા છે કે ઓલીના આ પગલાથી લોકશાહીનું પતન થઈ રહ્યું છે. અમે ભારત ચીન સહિત યુરોપિયન યુનિયન અને અમેરિકા સહિતના દેશોને આની જાણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે સંસદ ભંગ કરવા અને નવી ચૂંટણીઓ યોજવાના ઓલીના નિર્ણય અંગે કહ્યું છે કે આ નેપાળની આંતરિક બાબત છે કે પાડોશી દેશને તેની લોકશાહી પ્રક્રિયાઓ પ્રમાણે નિર્ણય લેવો પડશે. જો કે, શાસક પક્ષને ભાગલા પાડતા અટકાવવાના તેના પ્રયાસના ભાગરૂપે ચીને ગત વર્ષે ડિસેમ્બરમાં ચાર-સભ્યોના ઉચ્ચ-સ્તરના પ્રતિનિધિમંડળને મોકલ્યું હતું, જેમાં એનસીપીના ઘણા ટોચના નેતાઓ સાથે અલગ બેઠકો યોજાઇ હતી.

 

Next Article