દોસ્તીને સલામ! શિન્ઝો આબેને અંતિમ વિદાય આપવા જાપાન જશે પીએમ મોદી

|

Aug 24, 2022 | 3:55 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના (Shinzo Abe) અંતિમ સંસ્કારમાં ભાગ લેવા જાપાન જશે. આબેના અંતિમ સંસ્કાર 27 સપ્ટેમ્બરે કરવામાં આવશે.

દોસ્તીને સલામ! શિન્ઝો આબેને અંતિમ વિદાય આપવા જાપાન જશે પીએમ મોદી
Shinzo-Abe-Death-PM-Narendra-Modi-sad

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના (Shinzo Abe) અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે. 27 સપ્ટેમ્બરે આબેના સરકારી સન્માન સાથે અંતિમ વિદાય કરવામાં આવશે. તેમની સાથે પીએમ મોદીના ગાઢ સંબંધ હતા. બંને વચ્ચે ઘણા સારા સંબંધો રહ્યા છે. આ મુલાકાત દરમિયાન મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને મળશે. ટોક્યોમાં આબેના અંતિમ સંસ્કાર થવાના છે. વર્લ્ડ વોર 2 પછી ભૂતપૂર્વ વડાપ્રધાનની આ બીજી સરકારી અંતિમવિધિ છે. આ પહેલા 1967માં શિગેરુ યોશિદા માટે રાજકીય અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ગયા મહિને 8 જુલાઈએ જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. પરિવારની હાજરીમાં મંદિરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હવે તેમને રાજ્યકક્ષાએ વિદાય આપવામાં આવશે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

દુનિયાએ એક વિઝનરી નેતા ગુમાવ્યા છેઃ મોદી

આબેના નિધન પર પીએમ મોદીએ તેમના મિત્રને વિશેષ શ્રદ્ધાંજલિ આપી. તેને ટ્વિટ કર્યું કે શિન્ઝો આબેના નિધનથી જાપાન અને વિશ્વએ એક મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે. મેં પણ મારો એક ખૂબ જ નજીકનો મિત્ર ગુમાવ્યો છે. મારા મિત્ર શિન્ઝો આબે જીને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ… પીએમે લખ્યું કે શિન્ઝો આબે માત્ર જાપાનની મહાન વ્યક્તિ જ નહીં, પરંતુ વિશાળ વ્યક્તિત્વ ધરાવતા વૈશ્વિક રાજનેતા હતા. તેઓ ભારત-જાપાનની મિત્રતાના મહાન સમર્થક હતા. તે ખૂબ જ દુઃખની વાત છે કે તે હવે આપણી વચ્ચે નથી. તેમની વિદાયથી જ્યાં જાપાનની સાથે સમગ્ર વિશ્વએ એક મહાન નેતા ગુમાવ્યા છે, ત્યાં મેં મારા એક પ્રિય મિત્રને ગુમાવ્યો છે.

Next Article