PM Modi Japan Visit: પીએમ મોદી 23-24 મેના રોજ જાપાનની મુલાકાતે, ક્વાડ મીટિંગમાં ભાગ લેશે, બિડેન અને ઓસ્ટ્રેલિયાના PMને પણ મળશે

|

May 21, 2022 | 6:42 PM

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું, 'ઓસ્ટ્રેલિયામાં (Australia) આજે ચૂંટણીઓ યોજાઈ રહી છે અને આગામી ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન ક્વાડ સમિટમાં હાજરી આપે તેવી શક્યતા છે. એવી અપેક્ષા છે કે પીએમ મોદી (PM MODI) ટોક્યોમાં ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાનને મળશે.

PM Modi Japan Visit: પીએમ મોદી 23-24 મેના રોજ જાપાનની મુલાકાતે, ક્વાડ મીટિંગમાં ભાગ લેશે, બિડેન અને ઓસ્ટ્રેલિયાના PMને પણ મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ)

Follow us on

વડાપ્રધાન (PM MODI) નરેન્દ્ર મોદી 23 અને 24 મેના રોજ જાપાનની સત્તાવાર મુલાકાતે જશે, જ્યાં તેઓ ટોક્યોમાં ત્રીજા ક્વાડ લીડર સમિટમાં (Quad Summit) ભાગ લેશે. પીએમ મોદી અહીં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ (Foreign Secretary Vinay Kwatra) આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે જાપાનમાં (Japan) ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરવાનો વડાપ્રધાનનો કાર્યક્રમ પણ છે. આ સિવાય તેઓ જાપાનના વડાપ્રધાનને પણ મળશે.

વિદેશ સચિવે વધુમાં કહ્યું કે ભારત-જાપાનના વિશેષ, વ્યૂહાત્મક અને વૈશ્વિક સંબંધોમાં ગતિ જોવા મળી છે. ટોક્યોમાં (Tokyo) બંને દેશોના વડાપ્રધાનો વેપાર અને રોકાણ, સ્વચ્છ ઉર્જા, પૂર્વોત્તરમાં સહકાર સહિત દ્વિપક્ષીય આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા કરશે. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદી જાપાનમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ મળશે. વિનય ક્વાત્રાએ કહ્યું, ‘ઓસ્ટ્રેલિયામાં આજે ચૂંટણી થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના આગામી વડાપ્રધાન ક્વાડ સમિટમાં હાજરી આપે તેવી શક્યતા છે. આશા છે કે પીએમ મોદી ટોક્યોમાં ઓસ્ટ્રેલિયાના નવા પીએમને મળશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું, ‘ઓસ્ટ્રેલિયામાં (Australia) આજે ચૂંટણીઓ યોજાઈ રહી છે અને આગામી ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન ક્વાડ સમિટમાં હાજરી આપે તેવી શક્યતા છે. એવી અપેક્ષા છે કે પીએમ મોદી (PM MODI) ટોક્યોમાં ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાનને મળશે.


રાષ્ટ્રપતિ બાયડન સાથે દ્વિપક્ષીય બેઠક

વિદેશ સચિવે (Foreign Secretary Vinay Kwatra) કહ્યું, “તેમની (ભારત-ઓસ્ટ્રેલિયા) વાટાઘાટોમાં, બંને દેશોના ટોચના નેતાઓ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.” છેલ્લી દ્વિપક્ષીય બેઠક આ વર્ષે માર્ચમાં વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઈ હતી.

તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન (US president Joe Biden)સાથેની મુલાકાતને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદી 24 મેના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ભારત-અમેરિકા (india-America) સંબંધો બહુપક્ષીય છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં તીવ્રતા, ઊંડાણ અને વિવિધતા આવી છે.

 

આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ ભાગ લેશે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બાગચીએ એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે.

Published On - 6:31 pm, Sat, 21 May 22

Next Article