PM Modi Europe Visit : ભારતીય સમુદાયના લોકોએ બર્લિનમાં ‘2024- મોદી વન્સ મોર’ના નારા લગાવ્યા, જુઓ Viral Video

|

May 03, 2022 | 1:46 PM

PM નરેન્દ્ર મોદી (PM Modi) તેમની 3 દેશોની યુરોપ યાત્રાના પ્રથમ ચરણમાં બર્લિન પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ડેનમાર્ક અને ફ્રાન્સની પણ મુલાકાત લેશે. આ મુલાકાત રશિયા- યુક્રેનની કટોકટી વચ્ચે યોજાઈ રહી છે.

PM Modi Europe Visit : ભારતીય સમુદાયના લોકોએ બર્લિનમાં 2024- મોદી વન્સ મોરના નારા લગાવ્યા, જુઓ Viral Video
PM Narendra Modi (File Photo)
Image Credit source: ANI

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Modi) ગઈકાલે સોમવારે બર્લિનમાં (Berlin) ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ભારતીય સમુદાયના સભ્યોએ ‘2024, મોદી વન્સ મોર’ના નારા લગાવ્યા હતા. નરેન્દ્ર મોદી બર્લિન શહેરમાં એક સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરવા પહોંચ્યા હતા. ત્યાં ઉપસ્થિત હજારો લોકોની હાજરીમાં ‘2024, મોદી વન્સ મોર’ના અવાજથી સદન ગુંજી ઉઠ્યું હતું. આ ઓડિટોરિયમમાં એકત્ર થયેલા અનેક લોકોએ ઉત્સાહપૂર્વક ભારતીય ધ્વજ (Indian Flag) લહેરાવ્યો હતો. તેમના સંબોધન દરમિયાન, વડાપ્રધાને મોદીએ ભારતીયોના વખાણ કર્યા હતા. પીએમ મોદીની આ મુલાકાત તેવા સમયે આયોજિત થઇ છે, જયારે રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ હવે વિશ્વભરમાં ચિંતાનો માહોલ બનાવી દીધો છે.

“અમને પોતાને ભારતીય ગણાવવામાં ખૂબ જ ગર્વની લાગણી થાય છે. જો કે, અમે જર્મનીમાં છીએ, પણ ભારત માટે અમારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. અમે પીએમ મોદીને સાંભળીને અમારો સમય માણ્યો છે. અમને ફરીથી તેમનું સ્વાગત કરવામાં આનંદ થશે.” બર્લિનમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ભારતીય સમુદાય ગર્વપૂર્વક પોતાની વાત જણાવી રહ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમના સંબોધન દરમિયાન, વડાપ્રધાને મોદીએ ભારતીયોના વખાણ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે હું કરોડો ભારતીયોની વાત કરું છું, ત્યારે તેમાં ફક્ત ત્યાં રહેતા લોકો જ નહીં પરંતુ અહીંયા (જર્મની, વગેરે) રહેતા લોકોનો પણ સમાવેશ થાય છે. એક નવા પુનરુત્થાનવાળા ભારતે નિર્ધાર સાથે આગળ વધવાનું મન બનાવ્યું છે. તમામ ભારતીયો દેશને વૈશ્વિક સ્તરે મોટી પ્રગતિ કરવામાં મદદ કરે.”

પીએમ મોદીએ આગળ જણાવ્યું હતું કે, “21મી સદીનો આ સમય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના ભારતે પોતાનું મન બનાવી લીધું છે, તે સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. જ્યારે દેશ સંકલ્પ કરે છે, ત્યારે તે દેશ નવા રસ્તાઓ પર ચાલે છે અને ઇચ્છિત લક્ષ્યો હાંસલ કરીને બતાવે છે.”

આ પણ વાંચો – ‘એ કયો પંજો હતો જે 1 રૂપિયામાં 85 પૈસા ખેંચતો હતો’, બર્લિનમાં PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ, વાંચો સંબોધનની 15 મોટી વાત

Published On - 1:46 pm, Tue, 3 May 22

Next Article