Russia Ukraine War : રશિયન મીડિયામાં પરમાણુ હુમલાની ધમકીની ટેપ રિલીઝ, બ્રિટનનું નામ નષ્ટ કરવાની ધમકી અપાઈ

લગભગ 100 સેકન્ડના આ વીડિયોમાં રશિયા (Russia) દ્વારા પહેલા સરમત મિસાઈલ અને પછી અંડરગ્રાઉન્ડ એટેકથી બ્રિટનનું (Britain) નામ ભૂંસાઈ જશે, તેવી ધમકી આપવામાં આવી છે. આ વીડિયોએ અત્યારે ખુબ હલચલ મચાવી છે.

Russia Ukraine War : રશિયન મીડિયામાં પરમાણુ હુમલાની ધમકીની ટેપ રિલીઝ, બ્રિટનનું નામ નષ્ટ કરવાની ધમકી અપાઈ
Boris Johnson & Vladimir Putin (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 7:29 AM

રશિયા (Russia) જાણે કે પોતાની નીચી હરકતોથી બાજ આવાનું નામ નથી લઇ રહ્યું. તેણે ફરીથી એક વિવાદાસ્પદ વિડીયો રિલીઝ કર્યો છે. જેમાં જર્મની, બ્રિટન, (Britain) ફ્રાન્સ જેવા મોટા રાષ્ટ્રોનો નાશ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રશિયાએ આ ટેપમાં ન્યુક્લિઅર વેપન્સનો (Nuclear Veapons) ઉપયોગ કરવાની પણ ધમકી આપી છે. આ વાતે અત્યારે વિશ્વમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે. તાજેતરમાં, રશિયન મીડિયામાં પરમાણુ હુમલાની ધમકી આપતું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. રશિયાની ચેનલ 1 પર બ્રિટનને દરિયામાં ડુબાડવાની વાત પણ કરવામાં આવી હતી.

પુતિનના નજીકના સાથી દિમિત્રી કિસેલોવે બ્રિટન પર પરમાણુ હુમલાની વાત કરી છે. દિમિત્રી કિસેલોવ નામના એન્કર વતી આ વાત રજૂ કરવામાં આવી હતી. જો બ્રિટન પર પોસાઇડન દ્વારા હુમલો કરવામાં આવશે તો આખું બ્રિટન બરબાદ થઈ જશે અને સમુદ્રમાં ડૂબી જશે. ન્યુક્લિયર એટેકના સિમ્યુલેશન દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ વિનાશકારી હુમલા બાદ આખું બ્રિટન રેડિયોએક્ટિવ રણમાં ફેરવાઈ જશે.

100 સેકન્ડના વીડિયોમાં બ્રિટનનું નામ ભૂંસી નાખવાની ધમકી અપાઈ

આજે એ વાત નવી નથી કે, દરરોજ પશ્ચિમી વિશ્વને રશિયન મીડિયા દ્વારા સતત ધાક-ધમકી આપવામાં આવે છે. ક્યારેક જર્મની, ક્યારેક પેરિસ તો ક્યારેક બ્રિટનને ખતમ કરવાની વાત થાય છે. પરમાણુ મિસાઈલની સાથે સાથે અન્ય ઘાતક હથિયારો દ્વારા પણ યુરોપિયન દેશોનું નામ પણ ભૂંસી નાખવાની રશિયાએ ચીમકી આપી છે. ન્યુક્લિયર વેપન્સના ઉપયોગની વાત હવે એટલી વાર થઈ ચુકી છે કે, સમગ્ર દુનિયા એ વિચારવા મજબૂર થઈ ગઈ છે કે રશિયા શું ઈચ્છે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

લગભગ 100 સેકન્ડના આ વીડિયોમાં પહેલા સરમત મિસાઈલ અને પછી અંડરગ્રાઉન્ડ એટેક કરીને બ્રિટનનું નામ બરબાદ કરવાની ધમકી આપવામાં આવી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનનું નામ લઈને કહેવામાં આવ્યું હતું કે, બોરિસ જોન્સનના નાનકડા દેશમાં કંઈ જ બાકી રહેશે નહીં. અગાઉ રશિયાના સરકારી મીડિયામાં બ્રિટનની સાથે સાથે જર્મની અને ફ્રાન્સ પર પણ પરમાણુ હુમલાની વાત થઈ હતી. રશિયાની ચેનલ 1 પરની ચર્ચામાં એવું કહેવામાં આવ્યું હતું કે SARMAT ICBM મિસાઈલ હુમલા દ્વારા બર્લિન, પેરિસ અને લંડન માત્ર 200 સેકન્ડમાં ઇતિહાસ બની જશે. જો કે, આજે આ ધમકીઓનો જવાબ પશ્ચિમી મીડિયા તરફથી આવ્યો છે.

બ્રિટન સહિતના પશ્ચિમી દેશો માને છે કે, હવે રશિયા હતાશામાં ગરક થઈ ચૂક્યું છે, માટે તે આવી હરકતો આચરી રહ્યું છે. યુક્રેનમાં તેની કારમી હારથી રશિયાને આઘાત લાગ્યો છે, તેથી હવે પરમાણુ હુમલા અને વિશ્વયુદ્ધની વાતમાંથી મુખ્ય મુદ્દાને પરત વાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ શું ખરેખર તે માત્ર પુતિનની ધમકીઓ છે અથવા તેની પાછળ કોઈ કારણ પણ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, માનવરહિત અંડરવોટર વ્હીકલ પોસાઇડન દ્વારા બ્રિટનને પણ ડૂબી શકાય છે. તે 1 કિમીની ઊંડાઈથી અને 200 કિમીની ઝડપે તેના લક્ષ્ય તરફ આગળ વધે છે. આ અંડરવોટર ડ્રોનને રોકી શકાય તેમ નથી. જો બ્રિટનના દરિયાકાંઠે વિસ્ફોટ થશે તો આ વિનાશક સુનામીની લહેર 1640 ફૂટ ઉંચી થશે.

બ્રિટનના જાણીતા અખબારો મેલ ઓનલાઈનથી આઈરીશ મિરર સુધી આ ઘટના અંગે કવરેંજ કરવામાં આવ્યું છે. ડેઇલી મેલે લખ્યું છે કે, રશિયાના મુખ્ય પ્રચારકે બ્રિટનને સમુદ્રમાં ડૂબી જવાની અને નકશામાંથી બ્રિટનને ભૂંસી નાખવાની ધમકી આપી હતી. જયારે, આઇરિશ મિરરે લખ્યું છે કે, રશિયન ટીવીએ ખુલ્લેઆમ આઇરિશ કિનારે પરમાણુ હુમલાની વાત કરી હતી, જેમાં બ્રિટનને ‘રેડિયોએક્ટિવ રણ’ બનાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સરમત મિસાઈલથી બ્રિટનને નષ્ટ કરવાનું પણ કહેવાયું હતું

આ પહેલા, દિમિત્રી કિસેલોવની બીજી વિડિઓ ક્લિપ પણ પ્રસારિત થઈ હતી. જેમાં સરમત મિસાઈલથી બ્રિટનને ખતમ કરવાની વાત કહેવામાં આવી હતી. ફાઈનાન્સિયલ ટાઈમ્સના મોસ્કો બ્યુરોના એડિટર મેક્સ સિડોને તેની ટાઈમલાઈન પર આ વીડિયો ટ્વીટ કર્યો છે. રશિયાની સરમત મિસાઈલ અમેરિકાના ટેક્સાસ કે ઈંગ્લેન્ડ જેટલા વિશાળ વિસ્તારને નષ્ટ કરી શકે છે. માત્ર એક મિસાઈલનો હુમલો થશે તો ઈંગ્લેન્ડ બચશે નહીં. રશિયા ધીમે ધીમે પરમાણુ યુદ્ધ શરુ કરવાની તૈયારીમાં છે. બ્રિટિશ મીડિયાએ રશિયાને ‘બ્લેક્મેલર’ ગણાવ્યું છે.

આ પણ વાંચો – ‘એ કયો પંજો હતો જે 1 રૂપિયામાં 85 પૈસા ખેંચતો હતો’, બર્લિનમાં PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ, વાંચો સંબોધનની 15 મોટી વાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">