PM મોદીની અમેરિકા મુલાકાતે ગુજરાતને કરાવ્યો મોટો ફાયદો, USA અમદાવાદમાં ખોલશે કોન્સ્યુલેટ

અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુએસએ ગયા વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને 125,000 વિઝા આપ્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટા વિદેશી વિદ્યાર્થી સમુદાય બનવા માટે તૈયાર છે, માત્ર છેલ્લા વર્ષમાં 20 ટકાના વધારા સાથે.

PM મોદીની અમેરિકા મુલાકાતે ગુજરાતને કરાવ્યો મોટો ફાયદો, USA અમદાવાદમાં ખોલશે કોન્સ્યુલેટ
PM Narendra Modi and US President Joe BidenImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 5:49 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન, વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, યુએસ અમદાવાદ અને બેંગલુરુ બે નવા કોન્સ્યુલેટ ખોલશે. જ્યારે ભારત લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સિએટલમાં એક મિશન સ્થાપશે. અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકાએ ગયા વર્ષે સવા લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓ છેલ્લા છેલ્લા કેટલાક વર્ષોમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટા વિદેશી વિદ્યાર્થી સમુદાય બની રહ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓનો આ વધારો આશરે 20 ટકા જેટલો ગણાવાઈ રહ્યો છે.

અધિકારીએ કહ્યું કે, અમેરિકા બેંગલુરુ અને અમદાવાદમાં નવા કોન્સ્યુલેટ ખોલવા માંગે છે. જ્યારે ભારત અમેરિકાના સિએટલમાં તેનું કોન્સ્યુલેટ પણ સ્થાપશે. આ ઉપરાંત, ભારત યુએસમાં અન્ય રાજ્યો અને શહેરોમાં નવા કોન્સ્યુલેટ સ્થાપવાની જાહેરાત કરવા પણ ઉત્સુક છે.

આ અધિકારીના જણાવ્યાનુંસાર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ, 2023ના વર્ષના અંત સુધીમાં કેટલાક પિટિશન-આધારિત અસ્થાયી વર્ક વિઝાના સ્થાનિક નવીકરણ અંગે નિર્ણય લેવા માટે એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતના હાલમાં, અમેરિકામાં કુલ પાંચ દૂતાવાસ આવેલ છે. આ દૂતાવાસો ન્યુયોર્ક, શિકાગો,, સાન ફ્રાન્સિસ્કો, એટલાન્ટા અને હ્યુસ્ટનમાં આવેલ છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ભારતના પાટનગર દિલ્લીમાં આવેલ અમેરિકાની એમ્બેસી એ વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશન પૈકીનું એક છે. મળતી માહિતી અનુસાર, ભારતમાં અમેરિકાના ચાર વાણિજ્ય દૂતાવાસ આવેલ છે. જે મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં આવેલ છે. આ ચાર વાણિજ્ય દૂતાવાસની પ્રવૃત્તિઓ સાબિત કરે છે કે, યુએસ-ભારત સંબંધો મજબૂત છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">