PM મોદીએ બાંગ્લાદેશના પ્રખ્યાત જશોરેશ્વરી કાલી મંદિરમાં કરી પૂજા, જાણો PM મોદીએ શું કરી પ્રાર્થના

|

Mar 27, 2021 | 12:45 PM

પીએમ મોદીએ બાંગ્લાદેશની ધરતી પર જશોરેશ્વરી દેવી મંદિરમાં દર્શન કર્યા હતા. આ મંદિર 51 શક્તિપીઠમાં એક માનવામાં આવે છે. જાણો એના વિશે.

PM મોદીએ બાંગ્લાદેશના પ્રખ્યાત જશોરેશ્વરી કાલી મંદિરમાં કરી પૂજા, જાણો PM મોદીએ શું કરી પ્રાર્થના
જશોરેશ્વરી કાલી મંદિર

Follow us on

પીએમ મોદીએ બાંગ્લાદેશની ધરતી પર જશોરેશ્વરી દેવી મંદિરમાં દર્શન કર્યા હતા. બાંગલાદેશના સતખીરામાં આવેલું આ જશોરેશ્વરી કાલી મંદિર 51 શક્તિપીઠમાંનું એક સુગંધા શક્તિપીઠ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્થાન પર દેવી સતીની હથેળીઓ અહીં પડી હતી.

પીએમ મોદીએ અહીં માતા કાલીને મુકુટ પહેરાવ્યું હતું. અને તેમના ચરણોમાં સાડી ભેટ ચડાવી હતી. આ બાદ જાપ સાથે પૂજા-અર્ચના કરી. પીએમ મોદીએ કહ્યું, “આજે મને 51 શક્તિપીઠોમાંના એક મા કાલીના ચરણોમાં આવવાનો લ્હાવો મળ્યો. મારી કોશિશ રહે છે કે મને ચાન્સ મળે તો હું 51 શક્તિપીઠમાં ક્યારેના ક્યારે જઈને દર્શન કરું. 2015 માં જ્યારે બાંગ્લાદેશમાં ત્યારે મને માતા ઢાકેશ્વરીના ચરણોમાં માથું ટેકવવાની તક મળી હતી અને આજે તેમને મા કાલીના ચરણોમાં આશીર્વાદ મેળવવાનો લ્હાવો મળ્યો, આજે માનવજાત કોરોનાને કારણે ઘણા સંકટમાંથી પસાર થઈ રહી છે. મા પાસે મારી એ જ પ્રાર્થના છે કે શક્ય તેટલી વહેલી તકે કોરોનાના આ સંકટમાંથી મુક્તિ મળે.”

ચાલો તમને જણાવી દઈએ કે આ મંદિરની શું છે વિશેષતા

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

મા દુર્ગાના 51 શક્તિપીઠમાં શામેલ છે આ મંદિર

મા દુર્ગાના 51 શક્તિપીઠોમાં જેશોરેશ્વરી કાલી મંદિર શામેલ છે. જેશોરેશ્વરી નામનો અર્થ છે જેશોરની દેવી. તે બાંગ્લાદેશના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક માનવામાં આવે છે. દર વર્ષે બાંગ્લાદેશ અને ભારતના હજારો હિન્દુ ભક્તો માતાના આ મંદિરના દર્શન માટે જાય છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થાન પર એક બ્રાહ્મણ દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હતું.

નિર્માણનો સમય એક રહસ્ય

આ અલૌકિક મંદિરના નિર્માણનો સમય આજે પણ રહસ્ય રહ્યો છે. કાલિપૂજાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. આ દિવસે અહીં મેળો પણ ભરાય છે. એવું કહેવામાં આવે છે કે એકવાર આ મંદિરમાં 100 દરવાજા હતા, પરંતુ હાલમાં આ મંદિર ફક્ત નાના સ્વરૂપમાં જ દેખાય છે.

13 મી સદીમાં લક્ષ્મણ સેને કરાવ્યો હતો જીર્ણોદ્ધાર

ઐતિહાસિક પુરાવા મુજબ 13 મી સદીમાં લક્ષ્મણ સેન અને પ્રતાપાદિત્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જે પછી આ મંદિર સાથે સંકળાયેલ કોઈ ઐતિહાસિક પુરાવા નથી. 1971 માં બાંગ્લાદેશની આઝાદી વખતે આ મંદિર ખૂબ જ જર્જરિત હતું. હાલમાં આ પ્રાચીન મંદિરના બાકી કેટલાક સ્તંભો જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીની મુલાકાત પછી આ મંદિરની ખ્યાતિ વધશે અને જો સરકાર તરફથી સમર્થન મળે તો મંદિરને વધુ ભવ્ય આકાર આપી શકાય એમ છે.

 

આ પણ વાંચો: PM મોદીએ કહ્યું: બાંગ્લાદેશની આઝાદી મેં સત્યાગ્રહ કર્યો હતો, તો થરૂરે બોલ્યા: ફેક ન્યૂઝનો સ્વાદ ચખાડી રહ્યા છે મોદી

Published On - 12:34 pm, Sat, 27 March 21

Next Article