PM મોદીએ કહ્યું: બાંગ્લાદેશની આઝાદી મેં સત્યાગ્રહ કર્યો હતો, તો થરૂરે બોલ્યા: ફેક ન્યૂઝનો સ્વાદ ચખાડી રહ્યા છે મોદી

પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશની આઝાદીની લડતને લઈને મોટી ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે મેં પણ બાંગ્લાદેશના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. આ બાદ રાજકારણ ગરમાયું હતું.

PM મોદીએ કહ્યું: બાંગ્લાદેશની આઝાદી મેં સત્યાગ્રહ કર્યો હતો, તો થરૂરે બોલ્યા: ફેક ન્યૂઝનો સ્વાદ ચખાડી રહ્યા છે મોદી
PM Modi
Follow Us:
| Updated on: Mar 27, 2021 | 9:56 AM

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશમાં ટિપ્પણી બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. જેમાં વડાપ્રધાન મોદીએ “બાંગ્લાદેશની આઝાદી માટે સત્યાગ્રહ” ની વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ શુક્રવારે બાંગ્લાદેશની સ્વતંત્રતાની સુવર્ણ જયંતિ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી નિમિત્તે ઢાકામાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં શુક્રવારે 1971 ના યુદ્ધને યાદ કર્યું હતું.

“બાંગ્લાદેશની આઝાદી માટે મેં સત્યાગ્રહ કર્યો”

પીએમ મોદીએ કહ્યું હતું કે અહીં પાકિસ્તાન સૈન્ય દ્વારા કરવામાં આવેલા ઘોર ગુનાઓ અને અત્યાચારની તસ્વીરો વિચલિત કરી દે છે. અને આ હાલત ભારતના લોકોને ઘણા દિવસો સુધી સુવા નહોતા દેતા. મોદીએ કહ્યું, “બાંગ્લાદેશની આઝાદીની લડતમાં સામેલ થવું એ મારા જીવનના પહેલા આંદોલનમાંથી એક હતું. જ્યારે હું અને મારા ઘણા સાથીઓએ બાંગ્લાદેશના લોકોની સ્વતંત્રતા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે હું 20-22 વર્ષનો હોઇશ.”

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જયરામ રમેશ અને થરૂરે કર્યો કટાક્ષ

વડા પ્રધાનની ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું હતું. આ ટીપ્પણીને ટાંકીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય જ્ઞાન: આપણા વડા પ્રધાન બાંગ્લાદેશને ભારતીય ‘ફેક સમાચાર’નો સ્વાદ ચાખાડી રહ્યા રહ્યા છે. બાંગ્લાદેશ કોણે આઝાદ કરાવ્યો તે વાતને દરેક વ્યક્તિ જાણે છે.’

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કર્યો કટાક્ષ

કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટીપ્પણી બાદ પીએમ પર પણ નિશાન સાધ્યું હતું અને આ સમગ્ર ઘટનાને ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ રાજનીતિક વિજ્ઞાન’ ગણાવ્યું હતું.

ભાજપનો આઈટી સેલ ઉતર્યો બચાવમાં

વિપક્ષના હુમલાઓ બાદ બચાવ માટે ભાજપના આઇટી સેલના લોકો પીએમના તરફેણમાં આવ્યા હતા. આઈટી સેલના વડા અમિત માલવીયાએ ટ્વિટ કર્યું હતું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશને માન્યતા આપવા માટેના જનસંઘ દ્વારા આયોજિત સત્યગ્રહનો ભાગ હતા. હા, તે તેનો ભાગ હતા.”

“જેલમાં જવાની તક પણ મળી હતી”

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે “મારા જીવનની પ્રથમ ચળવળમાંની એક બાંગ્લાદેશની આઝાદીની લડત હતી. ત્યારે મેં અને મારા ઘણા સાથીઓએ બાંગ્લાદેશના લોકોની સ્વતંત્રતા માટે સત્યાગ્રહ કર્યો હતો. તે સમયે હું 20-22 વર્ષનો હોઇશ. બાંગ્લાદેશની આઝાદીના સમર્થનમાં મારી ધરપકડ પણ થઇ હતી અને મને જેલમાં જવાની તક પણ મળી હતી. એટલે કે બાંગ્લાદેશની આઝાદીની ઝંખના એટલી જ ત્યાં હતી જેટલી અહીં હતી. ‘

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">