એક તીરથી બે નિશાન ! PM મોદીએ ‘ટ્રમ્પ’ની બોલતી બંધ કરી અને શહેબાઝ શરીફની મશ્કરી કરી – જુઓ Video

હાલમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ એટલો વધી ગયો છે કે, રોજબરોજ તમને કોઈ નેતાના મીમ્સ અથવા તો કોઈ સેલિબ્રિટીના વાયરલ વીડિયો જોવા મળી જાય છે.

એક તીરથી બે નિશાન ! PM મોદીએ ટ્રમ્પની બોલતી બંધ કરી અને શહેબાઝ શરીફની મશ્કરી કરી - જુઓ Video
| Updated on: Sep 01, 2025 | 9:02 PM

હાલમાં ચીનમાં યોજાઈ રહેલા SCO સમિટમાં નેતાઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં PM મોદી, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સમિટમાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, ત્રણેય નેતા એકસાથે આવ્યા હતા. બસ આ ઘટનાને ધ્યાનમાં લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વોઇસ ઓવર આર્ટિસ્ટે મોદીના કેરેક્ટરને ધ્યાનમાં રાખીને કહ્યું કે, ‘હું 50% ટેરિફ લગાવી દઈશ એવું મને કહ્યું. પુતિને જવાબ આપ્યો કે, એને કહી દો 100 % લગાવી દે, એનાથી વધારે એ શું કરશે?’ બીજીબાજુ જિનપિંગે કહ્યું કે, ટ્રમ્પ આપણને જોઈને ફરીથી ક્રેડિટ લેવાની વાત કરશે અને કહેશે કે, આ ત્રણેયને મે ભેગા કર્યા છે.’

 

રમૂજ વાત એ છે કે, આ વીડિયોમાં પાકિસ્તાની નેતા શહેબાઝ શરીફને ઇગ્નોર કરતાં જ મોદીએ પુતિનને કહ્યું કે, ‘એ બાજુ ના જોતાં; ત્યાં એક ભિખારી વાટકો લઈને ઊભો છે.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો પેટ પકડીને હસી રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું

જણાવી દઈએ કે, અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો છે. આ કારણે, અમેરિકા પણ પીએમ મોદી અને પુતિન વચ્ચેની આ મુલાકાત પર નજર રાખી રહ્યું છે.

આ દરમિયાન બધા નેતાઓની સંયુક્ત બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વિના આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું હતું તેમજ અમેરિકાને પણ ઠપકો આપ્યો હતો. PM મોદીએ કહ્યું કે, ભારતે સતત સરહદ પાર આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો અભિગમ અપનાવવાની અપીલ કરી છે.

નોંધ : આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. Tv9 ગુજરાતી કોઈપણ રીતે આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

વાયરલ વીડિયો એ એક એવી ક્લિપ છે જે ઓનલાઈન શેરિંગ દ્વારા ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ જાય છે . વાયરલ વીડિયોના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..