PM MODIએ ગ્લાસગોમાં બિલ ગેટ્સ સાથે કરી મુલાકાત, ક્લાઈમેટ ચેન્જ અને રસી સંશોધન પર કરી ચર્ચા

|

Nov 02, 2021 | 10:20 PM

નવેમ્બર 2019માં બિલ ગેટ્સ નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા. તે સમયે વડાપ્રધાને કહ્યું હતું કે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આ પૃથ્વીને રહેવા માટે વધુ સારી જગ્યા બનાવવામાં યોગદાન આપી રહ્યા છે.

PM MODIએ ગ્લાસગોમાં બિલ ગેટ્સ સાથે કરી મુલાકાત, ક્લાઈમેટ ચેન્જ અને રસી સંશોધન પર કરી ચર્ચા
PM Modi meets Bill Gates in Glasgow, discusses climate change and vaccine research

Follow us on

Glasgow, Scotland : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ક્લાઈમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્ર સમિટ (COP-26) દરમિયાન માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ (Bill Gates)સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ટકાઉ વિકાસ, ક્લાઈમેટ ચેન્જ અને રસી પર સંશોધનના પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોદી અને યુએસના અબજોપતિ ઉદ્યોગપતિ બિલ ગેટ્સ વચ્ચેની બેઠક ગેટ્સે નાના ટાપુ દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટેની પહેલ રેસિલિએન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) લોન્ચ કર્યા પછી થઈ છે. ગેટ્સનું ફાઉન્ડેશન રોગચાળા સામે લડવા માટે ઘણું કામ કરી રહ્યું છે.

વડાપ્રધાન કાર્યાલય (PMO)એ ટ્વિટ કર્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ COP-26 સમિટમાં બિલ ગેટ્સ સાથે ટકાઉ વિકાસ અને ક્લાઈમેટ ચેન્જના પડકારો પર ચર્ચા કરી.” માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકે વડાપ્રધાનને ‘મિશન ઇનોવેશન’ની પ્રગતિની જાણ કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “બંનેએ ભારતમાં મિશન ઇનોવેશન હેઠળ પ્રવૃત્તિઓ વધારવાના પગલાં પર ચર્ચા કરી હતી.”

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મોદી અને ગેટ્સે ગ્રીન હાઇડ્રોજન, એરક્રાફ્ટ ફ્યુઅલ, બેટરી સ્ટોરેજ અને વેક્સીન સંશોધનમાં તકો અંગે ચર્ચા કરી હતી. ‘મિશન ઇનોવેશન’ એ એક વૈશ્વિક પહેલ છે જેનો ઉદ્દેશ્ય આ દાયકામાં બધા માટે સુલભ બનાવવા માટે સંશોધન, વિકાસ અને પ્રદર્શનમાં રોકાણ કરીને સ્વચ્છ ઊર્જાને સસ્તું અને આકર્ષક બનાવવાનો છે. ગેટ્સે અગાઉ તેમના ફાઉન્ડેશન વતી ભારતના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SGD) પ્રયાસો માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. જેમાં આરોગ્ય, પોષણ, સ્વચ્છતા અને કૃષિ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

COP-26માં વિશ્વને એકસાથે લાવીને વિકાસને વેગ આપી શકાય છે
બીલ ગેટ્સે કહ્યું હતું કે આ વર્ષની યુએન ક્લાઈમેટ સમિટ COP-26માં મુખ્યત્વે ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે આગળના રસ્તા વિશે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગેટ્સે ટ્વિટ કર્યું હતું કે, “COP-26માં વિશ્વને એકસાથે લાવવાથી વિકાસને ઝડપી બનાવી શકાય છે અને સ્વચ્છ ઊર્જાની સ્વીકૃતિ વધારી શકાય છે.”

ગયા વર્ષે મે મહિનામાં ગેટ્સે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોદી સાથે વાતચીત કરી હતી અને કોરોના વાયરસ રોગચાળા અંગે ચર્ચા કરી હતી. ગયા મહિને, બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને COVID-19 સામે લડવા માટે ઓછી આવક ધરાવતા દેશોના પ્રયત્નોને સમર્થન આપવા એન્ટિવાયરલ દવા મોલુપીરાવીરની ઍક્સેસ પ્રદાન કરવા માટે 120 મિલિયન ડોલર આપવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો : “એક વિશ્વ, એક સૂર્ય, એક ગ્રીડ” , COP-26માં PM MODIએ સૌર ઉર્જા સામેના પડકારોના ઉકેલો પર સંબોધન કર્યું

આ પણ વાંચો : India-Israel Relations: PM મોદી પહેલીવાર ઈઝરાયલના PM નફ્તાલી બેનેટને મળ્યા, દ્વિપક્ષીય સંબંધો પર કરી વાતચીત

Next Article