PM Modi France Visit : PM મોદીના સન્માનમાં ફ્રેન્ચ ગાયકોએ ગાયું હિન્દી ગીત, વડાપ્રધાને ચાની ચૂસકી લેતા સાંભળ્યું ગીત જુઓ Video

|

Jul 16, 2023 | 12:48 PM

PM Modi France Visit:રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)નું એવી રીતે સ્વાગત કર્યું કે દુનિયા જોતી રહી. પીએમ મોદીના સન્માનમાં ફ્રેન્ચ ગાયકોએ હિન્દી ગીત 'જય હો' ગાયું. પીએમ ગીતની સાથે ચાની ચૂસકી લેતા પણ જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ મુલાકાત ઘણી રીતે મહત્વની રહી છે. અમેરિકા બાદ ફ્રાન્સમાં પીએમ (PM Modi)નું એવી રીતે સ્વાગત થયું કે દેશના દુશ્મનો જોતા જ રહી ગયા. વડા પ્રધાનના સન્માનમાં, મેક્રોને પ્રોટોકોલની પણ પરવા કરી ન હતી. બીજી રસપ્રદ વાત એ હતી કે, પીએમના સન્માનમાં હિન્દી ગીતો વગાડવામાં આવ્યા હતા. ફ્રેન્ચ ગાયકોએ ‘જય હો’ ગીત બે વાર ગાયું.

આ પણ વાંચો : R Madhavanએ પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથેની તસવીર કરી શેર, એક્ટરની પોસ્ટ તમારા દિલને સ્પર્શી જશે

આજનું રાશિફળ તારીખ 13-11-2024
ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?
Malhar thakar marriage : જાણો કેટલું ભણેલી છે પૂજા જોશી
ઓટ્સ ખાવાથી થાય છે અઢળક લાભ
ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન
શિયાળામાં મળતી લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13-14 જુલાઈના રોજ ફ્રાન્સમાં હતા. ઈમેન્યુઅલ મેક્રોને રાષ્ટ્ર દિવસ બેસ્ટિલે ડે માટે આમંત્રણ આપ્યું હતુ. આ ખાસ અવસર પર પીએમ મોદીએ ચીફ ગેસ્ટ કરીકે પરેડમાં હાજર રહ્યા હતા. આ પરેડમાં ભારતીય સેનાની ટુકડીઓએ પણ ભાગ લીધો હતો. પંજાબ રેજિમેન્ટને આની આગેવાની કરી હતી. ભારતીય વાયુ સેનાના રાફેલ પણ પેરિસમાં બેસ્ટિલે ડેના અવસર પર ફ્લાય પાસ્ટ કરતા જોવા મળ્યા હતા. બેસ્ટિલ ડે પર ભારતીય વાયુસેનાના એર વોરિયર દ્વારા ફ્લાયપાસ્ટ અને માર્ચ કરવી બંન્ને દેશ વચ્ચે એક લાંબો સહયોગ દર્શાવે છે. ખાસ કરીને એર પાવરના ક્ષેત્રમાં.

ફ્રેન્ચ સિંગરે ગાયા હિન્દી ગીત

ખાસ વાત તો એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં મેક્રોએ મ્યુઝિયમમાં ડિનર પાર્ટી રાખી હતી. જે પ્રથમ વખત અને છેલ્લી વખત બેંકવેટ 1953માં મહારાણી એલિઝાબેથ માટે ખુલ્લું મુકાયું હતુ. ફાન્સમાં દુનિયાનું સૌથી મોટું લુવર મ્યુઝિયમ છે. મેક્રોએ અહિ પીએમ મોદીના સન્માનમાં ડિનરની વ્યવસ્થા કરી હતી. અહીં સિંગરને પણ બોલાવવામાં આવ્યા હતા. જે જય હો ગીત ગાઈ રહ્યા છે. એ પણ એક વખત નહિ પરંતુ બે વખત ગાયું હતુ.

 

(pm modi twitter)

 

હિન્દી ગીત સાથે પીએમ મોદીએ લીધી ચાની ચુસ્કી

ગીતનો આનંદ માણતા પીએમ મોદીએ ચાની ચુસ્કી પણ લીધી હતી. પીએમ મોદી માટે સ્પેશિયલ ડિનર બનાવવામાં આવ્યું હતુ. તમને એ પણ જણાવી દઈએ કે, મેક્રોએ પ્રોટોકોલની પરવાહ કર્યા વગર મેનુ પર ત્રિરંગો બનાવ્યો હતો. સામાન્ય રીતે ફ્રાન્સ પોતાનો ઝંડો બનાવતો હોય છે.

 

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:38 pm, Sun, 16 July 23

Next Article