G-7 સમિટમાં વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે કરી ‘ચા પર ચર્ચા’

|

Jun 27, 2022 | 9:36 PM

G7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) જર્મનીના બે દિવસના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી G7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળ્યા હતા. મીટિંગ દરમિયાન પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (French President Emmanuel Macron) સાથે ‘ચા પર ચર્ચા’ કરી. જણાવી દઈએ કે G7 સમિટમાં જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પીએમ મોદીનું સ્વાગત કર્યું […]

G-7 સમિટમાં વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે કરી ચા પર ચર્ચા
PM Modi discusses French President Emmanuel Macron at G-7 summit
Image Credit source: PTI

Follow us on

G7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) જર્મનીના બે દિવસના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી G7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળ્યા હતા. મીટિંગ દરમિયાન પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (French President Emmanuel Macron) સાથે ‘ચા પર ચર્ચા’ કરી. જણાવી દઈએ કે G7 સમિટમાં જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પણ મળ્યા હતા.

G7 સમિટમાં PM મોદીનો જલવો

તમને જણાવી દઈએ કે પીએમ મોદીના જર્મની પ્રવાસ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. G7 બેઠક દરમિયાન એવું લાગી રહ્યું હતું કે જાણે વિશ્વના સાત સૌથી ધનિક દેશોના વડા વડાપ્રધાન મોદીને મળવા આતુર હતા. આ નજારો અહીં જોવા મળ્યો હતો. વાસ્તવમાં એવું બન્યું કે પીએમ મોદી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ ત્યાંથી આવ્યા અને વડાપ્રધાન મોદીના ખભા પર હાથ મૂક્યો, ત્યારબાદ બંને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં મે મહિનામાં જાપાનમાં ક્વાડ સમિટમાં મુલાકાત બાદ મોદી અને બાઈડેન વચ્ચે આ પહેલી મુલાકાત હતી.

ભારત ઉપરાંત જર્મનીએ પણ આ દેશોને આમંત્રણ આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે મુલાકાત કરી અને વેપાર, રોકાણ, સંરક્ષણ અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરી. G7 જૂથ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનું જૂથ છે, જેનું નેતૃત્વ હાલમાં જર્મની કરે છે. આ જૂથમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત G7 સમિટના યજમાન જર્મનીએ આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ અને દક્ષિણ આફ્રિકાને મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે.

Published On - 9:27 pm, Mon, 27 June 22

Next Article