USમાં થયેલી હિંસાની PM મોદીએ કરી નિંદા, જાણો શું કહ્યું ?

|

Jan 07, 2021 | 12:33 PM

આ હિંસાને લઇને વિશ્વના ઘણા નેતાઓએ અમેરિકન નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કેપિટલ બિલ્ડિંગ પરના હુમલાને 'લોકશાહી પર હુમલો' ગણાવ્યો છે.

USમાં થયેલી હિંસાની PM મોદીએ કરી નિંદા, જાણો શું કહ્યું ?

Follow us on

USમાં થયેલી હિંસાને કારણે સંયુક્ત સત્ર મોકૂફ રાખવું પડ્યું. આ સત્રમાં જો બાઇડનને તેમની ચૂંટણીની જીતનું પ્રમાણપત્ર આપવાનું હતું, પરંતુ હિંસાને કારણે મોકૂફ રાખવુ પડ્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, “વોશિંગ્ટન ડી.સી.માં રમખાણો અને હિંસાના સમાચારો જોઈને હું પરેશાન છું. સત્તાનું સ્થાનાંતરણ શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. કોઈપણ ગેરકાયદેસર વિરોધ પ્રદર્શનને લોકશાહી પ્રક્રિયા બગાડવાની મંજૂરી આપી શકાતી નથી.”

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

આ હિંસાને લઇને વિશ્વના ઘણા નેતાઓએ અમેરિકન નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કેપિટલ બિલ્ડિંગ પરના હુમલાને ‘લોકશાહી પર હુમલો’ ગણાવ્યો છે.

– બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને હિંસાની નિંદા કરી છે. તેમણે કહ્યું, “અમેરિકા આખા વિશ્વમાં લોકશાહીનું ઉદાહરણ રહ્યું છે. તેથી સત્તાનું પરિવહન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ.”

-સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેજે કહ્યું છે કે, “હું અમેરિકન લોકશાહીની શક્તિમાં વિશ્વાસ કરું છું. નવા રાષ્ટ્રપતિ જો બાઇડેન દેશને આ તણાવપૂર્ણ વાતાવરણમાંથી બહાર કાઢશે અને અમેરિકન નાગરિકોને એક કરશે.”

– ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન લે ડ્રીઆને પણ હિંસાને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે “આ હુમલો અમેરિકન લોકશાહીની વિરુદ્ધ છે”.

 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનએ પણ રાજધાનીમાં થયેલી હિંસાની નિંદા કરી છે. તેમણે કહ્યું, “વોશિંગ્ટનમાં જોવા મળેલા દ્રશ્યો મનને દુખ પહોંચાડે છે.”

 

– યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલે કહ્યું, “યુ.એસ સંસદ લોકશાહીનું મંદિર છે, વોશિંગ્ટનમાં થયેલા હુમલાને જોતા જે આંચકો લાગ્યો તે ઓછો નથી, અમને વિશ્વાસ છે કે અમેરિકામાં સત્તાનું ટ્રાન્સફર શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે.”

– કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ‘પાડોશી દેશમાં થયેલી હિંસાથી કેનેડિયનો પણ ચોંકી ગયા છે,
આ લોકશાહી પર હુમલો છે. હિંસા લોકોના અભિપ્રાયને બદલી શકતી નથી.

Next Article