SCO સમીટમાં PM મોદી અને પાકિસ્તાન PM શાહબાઝની થઇ શકે છે મુલાકાત, દ્વિપક્ષીય વાતચીત થવાની શક્યતા

|

Jul 23, 2022 | 12:44 PM

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની SCO સમિટમાં મુલાકાત થવાની શક્યતા છે. SCOની વાર્ષિક કોન્ફરન્સ 15-16 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.

SCO સમીટમાં PM મોદી અને પાકિસ્તાન PM શાહબાઝની થઇ શકે છે મુલાકાત, દ્વિપક્ષીય વાતચીત થવાની શક્યતા
Shahbaz Sharif, PM Modi
Image Credit source: PTI, AP

Follow us on

SCOની વાર્ષિક કોન્ફરન્સ (SCO Summit) 15-16 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની (Pakistan Prime Minister Shahbaz Sharif) SCO સમિટમાં મુલાકાત થવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યુ છે કે આ સમીટમાં બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થઈ શકે છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના (SCO) જનરલ એસેમ્બલી ઝાંગ મિંગ પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે છે. તે આ સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વડાપ્રધાનને પણ આમંત્રણ આપશે.

છ વર્ષ પછી એક છત નીચે એકઠા થશે બંને હરીફ દેશના વડાપ્રધાન

છેલ્લા છ વર્ષમાં એવુ પ્રથમવાર બનશે કે બંને હરીફ દેશોના વડાપ્રધાન એક છત નીચે એકઠા થશે. ત્યારે આ સમીટ દરમિયાન બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાને પણ નકારી શકાય તેમ નથી. જોકે શાહબાઝ શરીફને કટ્ટર ભારત વિરોધી માનવામાં આવે છે. પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે શપથ લેતા પહેલા, તેમણે કહ્યું હતું કે તેઓ “ભારત સાથે શાંતિ ઇચ્છે છે પરંતુ કાશ્મીર મુદ્દા પર કોઈ નક્કર નિરાકરણ પહેલા તે શક્ય નથી”.

SCO સમીટનો મુખ્ય એજન્ડા આ પ્રમાણે હશે

બીજી તરફ પાકિસ્તાની મીડિયામાં એવા સમાચાર છે કે, બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે કોઈ દ્વિપક્ષીય મંત્રણા થઈ નથી અને ‘ભારત તરફથી ઓફર પણ કરવામાં આવી નથી’ પરંતુ જો ભારત વાતચીતની ઓફર કરે છે તો પાકિસ્તાન તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે’. ચીન, ભારત, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાન SCO જૂથના કાયમી સભ્યો છે. સંગઠનની ક્ષમતા અને સત્તા વધારવી, પ્રદેશની શાંતિ, ગરીબી ઘટાડવી અને ખાદ્ય સુરક્ષા આગામી મહિનાની કોન્ફરન્સમાં મુખ્ય એજન્ડા હશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આવતા વર્ષે ભારત SCO સમિટની યજમાની કરશે

આ વર્ષે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં બે દિવસીય SCO સમીટ યોજાવાની છે. એવુ માનવામાં આવે છે કે આ સમીટમાં ઈરાન અને બેલારુસ જૂથના નવા સભ્યો તરીકે જોડાશે. તાજેતરમાં જ અહીંના સભ્ય દેશો વચ્ચે યુવાઓ પર કામ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. ભારત આવતા વર્ષે 2023માં SCO સમિટનું આયોજન કરશે.

 

Next Article