ઇમરાન ખાનની ઇજ્જતના કાંકરા ! યુવાનોને આપવા ગયા જ્ઞાન, લોકોએ કહી દીધુ ભારત પાસેથી શીખો

|

Aug 08, 2021 | 6:38 PM

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટોક્યો ઓલમ્પિકમાં 1500 મીટર મહિલા રેસનો એક વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયોમાં નેધરલેન્ડ્સની સિફાન હસન ભાગતી વખતે એક સાથી એથ્લિટ સાથે ભટ્કાઇને પડી ગઇ.

ઇમરાન ખાનની ઇજ્જતના કાંકરા ! યુવાનોને આપવા ગયા જ્ઞાન, લોકોએ કહી દીધુ ભારત પાસેથી શીખો
PM Imran khan trolled

Follow us on

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વધુ એક વાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. પણ આ તેમના માટે નવુ નથી તેઓ દર થોડા દિવસે લોકોની નજરમાં ચઢી જ જાય છે. આ વખતે તેમણે ટોક્યો ઓલમ્પિક 2020 (Tokyo Olympic 2020) નો એક વીડિયો શેયર કર્યો અને સાથે જ યુવાઓને હાર ન માનવાની શીખ આપી. બસ પછી શું તે પાકિસ્તાનીઓના ગુસ્સાનો ભોગ બની ગયા. ઓલમ્પિકમાં એક પણ મેડલ ન જીતી શક્યા હોવાની બધી ભડાસ પાકિસ્તાની યૂઝર્સે પીએમ સાહેબ પર કાઢી દીધી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોઇ યૂઝરે લખ્યુ કે, ઇમરાન ખાનને પહેલા દેશમાં દવાઓના વધતા ભાવ પર ધ્યાન આપવાની જરૂર છે. તો કોઇએ લખ્યુ કે, રમતો માટે આધારભૂત પાયો નાંખવાની જરૂર છે. વાત અહીં પાકિસ્તાન પર અટકી જતી તો પણ ઠીક હતુ પણ નહીં એક યૂઝરે તો લખી દીધુ કે, ભારત પાસેથી શીખવાની જરૂર છે કે જેણે એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે પાકિસ્તાનને એક કાંસ્ય પદક પણ નહી મળ્યો.

 

 

શું કહ્યુ હતુ ઇમરાને

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ટોક્યો ઓલમ્પિકમાં 1500 મીટર મહિલા રેસનો એક વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયોમાં નેધરલેન્ડ્સની સિફાન હસન ભાગતી વખતે એક સાથી એથ્લિટ સાથે ભટ્કાઇને પડી ગઇ. પરંતુ તે તરત જ ઉભી થઇ ગઇ અને ક્વોલીફાઇંગ રેસમાં પહેલુ સ્થાન પણ મેળવી લીધુ. સિફાને 1500 મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી લીધુ હતુ. ઇમરાને ક્વોલિફાઇંગ રેસનો વીડિયો શેયર કરતા લખ્યુ હતુ કે, હુ ઇચ્છુ છુ કે પાકિસ્તાનના યુવા આ રેસને જુએ અને રમતે જે વસ્તુ મને શીખવાડી. જે સૌથી મહત્વની શીખ શીખે – તમે ત્યારે જ હારો છો જ્યારે તમે હાર માનો છો.

 

આ પણ વાંચો – Indian Railways : ટ્રેનમાં હવે નહીં મળે વાઇફાઇ સુવિધાનો લાભ, રેલવે મંત્રીએ આપી જાણકારી

આ પણ વાંચો – બંગાળ બાદ હવે TMC ની નજર આસામની સાથે ત્રિપુરા પર, અખિલ ગોગોઈ મમતાના નેતૃત્વમાં ભાજપ વિરોધી ગઠબંધન બનાવશે

Published On - 6:37 pm, Sun, 8 August 21

Next Article