Indian Railways : ટ્રેનમાં હવે નહીં મળે વાઇફાઇ સુવિધાનો લાભ, રેલવે મંત્રીએ આપી જાણકારી

2011 માં જ્યારે હાવડા રાજધાનીમાં પહેલા વાર વાઇફાઇ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ત્યારે ટ્રેનમાં વિશેષ ઉપકરણ લગાવવામાં આવ્યા હતા. આ ઉપકરણ ઉપગ્રહ સાથે સંપર્ક સાધીને ટ્રેનમાં વાઇફાઇ સેવા ઉપલબ્ધ કરાવતા હતા.

Indian Railways : ટ્રેનમાં હવે નહીં મળે વાઇફાઇ સુવિધાનો લાભ, રેલવે મંત્રીએ આપી જાણકારી
The benefit of WiFi facility will no longer be available in trains
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 5:25 PM

રેલવેએ ટ્રેનોમાં મુસાફરોને ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા આપવા માટેના એક પ્રોજેક્ટને રદ્દ કરી દીધો છે. એની પાછળ કારણ છે કે રેલવેને આ પ્રોજેકટ ફાયદાકારક નથી લાગી રહ્યો. સરકારે સંસદમાં આ વાતની જાણકારી આપી છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ કહ્યુ કે, પાયલટ પ્રોજેક્ટના રૂપમાં હાવડા રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં સેટેલાઇટ કમ્યુનિકેશન ટેક્નોલોજીના માધ્યમથી વાઇફાઇ આધારિત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે.

લોકોને ફ્રીમાં વાઇફાઇ ઇન્ટરનેટ મળે તે માટે રેલવેએ એક પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જેના અંતર્ગત ગુગલ કંપની આ સેવા ઉપલભ્ધ કરાવી રહી હતી. જો તમે રેલવે સ્ટેશન પર જાઓ છો તો તમારે વાઇફાઇ માટે રિક્વેસ્ટ કરવી પડે છે. જેના બાદ તમને 30 મિનીટ માટે ફ્રી વાઇફાઇની સુવિધા મળે છે. જો 30 મિનીટ બાદ પણ તમને વાઇફાઇની જરૂર પડે છે તો તેના માટે તમારે ચાર્જ ચૂકવવો પડે છે. 30 મિનીટ સુધી જે ફ્રી વાઇફાઇ મળે છે તેની સ્પિડ પણ ફક્ત 1 એમબીપીએસ હોય છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ટ્રેનમાં વાઇફાઇ આપવાની બાબતમાં સરકારે જણાવ્યુ કે, આ ટેકનિક બૈંડવિડ્થ શૂલ્કના રૂપમાં વારંવાર લાગતા ખર્ચની સાથે સાથે વધુ ખર્ચ થાય તે પ્રકારની હતી અને તે કોસ્ટ ઇફેક્ટિવ નથી. સાથે જ મુસાફરો માટે ઇન્ટરનેટ બૈંડવિડ્થ ઉપલબ્ધતા પણ અપર્યાપ્ત હતી. તેમણે કહ્યુ કે, એટલે જ પરિયોજનાને છોડી દેવામાં આવી. હાલમાં વાઇફાઇ આધારિત ઇન્ટરનેટ સુવિધાઓના પ્રાવધાન માટે ઉપયુક્ત લાગત પ્રભાવી ટેક્નોલોજી ઉપલબ્ધ નથી.

ટ્રેનમાં વાઇફાઇ સુવિધા આપવા કેટલો ખર્ચ થાય છે.

વર્ષ 2011 માં જ્યારે હાવડા રાજધાનીમાં પહેલા વાર વાઇફાઇ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ત્યારે ટ્રેનમાં વિશેષ ઉપકરણ લગાવવામાં આવ્યા હતા. આ ઉપકરણ ઉપગ્રહ સાથે સંપર્ક સાધીને ટ્રેનમાં વાઇફાઇ સેવા ઉપલબ્ધ કરાવતા હતા. તે સમયે જણાવવામાં આવ્યુ હતુ કે રાજધાનીમાં આ ઉપકરણો લગાવવામાં 6.30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. હાલમાં આ ઉપકરણોની કિંમત ઘટી છે તેમ છતાં એક ટ્રેન પાછળ લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

આ પણ વાંચો – Photos : જાણો એવા સ્થળો વિશે જ્યાં ફોટોગ્રાફ લેવાની મનાઈ છે, જો પકડાશો તો તમારે ભારે દંડ ભરવો પડશે !

આ પણ વાંચો – Himachal Pradesh: ઓલિમ્પિકમાં વિજેતા ખેલાડીઓ માટે CM જયરામ ઠાકુરની મહત્વની જાહેરાત, જાણો શું કરી જાહેરાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">