ફિલિપાઈન્સમાં ભૂકંપથી ધરતી ધ્રૂજી ગઈ, રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતા

|

Jul 27, 2022 | 5:18 PM

ફિલિપાઈન્સમાં (Philippines) આજે સવારે જોરદાર ભૂકંપ આવ્યો છે. ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 8.43 કલાકે આવ્યો હતો. USGS અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે થયેલા નુકસાન અંગે હજુ વધુ માહિતી નથી.

ફિલિપાઈન્સમાં ભૂકંપથી ધરતી ધ્રૂજી ગઈ, રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતા
ફિલિપાઇન્સમાં ભૂકંપના આંચકા

Follow us on

ફિલિપાઈન્સમાં (Philippines)બુધવારે સવારે ભૂકંપના (Earthquake)જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 8.43 કલાકે આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.1 આંકવામાં આવી છે. જોકે શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.8 જણાવવામાં આવી હતી. યુએસજીએસએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે કેન્દ્રમાં આવેલી અનેક ઇમારતોની બારીઓ તૂટી પડી હતી અને રાજધાની (Manila)મનીલામાં 300 કિલોમીટર (185 માઇલ)થી વધુ દૂર આવેલા કેટલાક ટાવરોને હચમચાવી દીધા હતા.

USGS એ અહેવાલ આપ્યો છે કે આ છીછરો શક્તિશાળી ભૂકંપ આજે સવારે 8:43 વાગ્યે (0043 GMT) લુઝોનના મુખ્ય ટાપુ પર પર્વતીય અને ઓછી વસ્તીવાળા પ્રાંત અબ્રામાં આવ્યો હતો. શરૂઆતમાં આ તીવ્રતા 6.8 અંદાજવામાં આવી છે. ઊંડા ધરતીકંપો કરતાં છીછરા ધરતીકંપો વધુ નુકસાન પહોંચાડે છે.

ઘણી ઇમારતોમાં તિરાડો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, પોલીસ મેજર એડવિન સર્જિયોએ જણાવ્યું કે, ડોલોરેસમાં, જ્યાં ભૂકંપ આવ્યો, લોકો ધરતી ધ્રુજારીથી ડરી ગયા અને પોતાની ઇમારતોની બહાર દોડી ગયા. જ્યારે સ્થાનિક બજારમાં અનેક સ્થળોની બારીઓના કાચ તૂટી ગયા હતા. સર્જિયોએ કહ્યું, “ભૂકંપ ખૂબ જ જોરદાર હતો.” પોલીસ સ્ટેશનની ઇમારતમાં નાની-મોટી તિરાડો પડી હોવાનું તેમણે જણાવ્યું હતું. ભૂકંપના કારણે દુકાનોમાં રાખેલ શાકભાજી અને ફળો પણ વેરવિખેર થઈ ગયા હતા.

ફિલિપાઈન્સની ઈન્સ્ટીટ્યુટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર અબ્રા પ્રાંતના એક પહાડી વિસ્તારમાં જમીનથી 25 કિલોમીટરની ઉંડાઈએ સ્થિત હતું અને ભૂકંપ બાદ પણ અનેક આફ્ટરશોક અનુભવાયા હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે જોરદાર આંચકાના આંચકા અનુભવાયા હતા. જેના કારણે ઇમારતો અને મકાનોની દિવાલોમાં તિરાડો પડી હતી. યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 7.0 દર્શાવી છે, જ્યારે તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગયા મહિને પણ ભૂકંપ આવ્યો હતો

ગયા મહિને પણ ફિલિપાઈન્સમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ દક્ષિણ ફિલિપાઈન્સના સુરીગાઓ ડેલ સુર પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.6 માપવામાં આવી હતી.

આ પહેલા બે દિવસ પહેલા સોમવારે સવારે મધ્ય નેપાળમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના આંચકાના કારણે ઘણા લોકોની ઊંઘ ઉડી ગઈ હતી અને તેઓને બહાર ભાગવાની ફરજ પડી હતી. નેપાળના સિસ્મોલોજીકલ સેન્ટરે ભૂકંપ અંગે માહિતી આપી હતી.

નેશનલ સેન્ટર ફોર અર્થક્વેક મોનિટરિંગ એન્ડ રિસર્ચએ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 હતી અને સવારે 6.07 વાગ્યે અનુભવાયો હતો. આ મુજબ તેનું કેન્દ્ર કાઠમંડુથી 100 કિમી પૂર્વમાં હેલમ્બુ ખાતે હતું. એ જ રીતે, 24 જુલાઈની સાંજે, ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોઝગાનમાં મધ્યમ સ્તરના ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. દેશની સરકારી ટીવી ચેનલ IRNA ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું નથી, પરંતુ ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા.

Next Article